કલ્પના કોલકાતાની સૌથી યુવાન સ્ત્રી ડ્રાઈવર છે, જાણો કેવી આકરી પરિસ્થિતિમાંથી પસાર થવુ પડ્યુ તેને..

મહિલા બસ ડ્રાઈવર – ધન્ય છે તેણીને – તેની કથની જાણી તમે પણ તેણીને સલામ કરશો

image source

દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ મહત્વાકાંક્ષા રહેલી હોય છે તે પછી સ્ત્રી હોય કે પુરુષ હોય. બન્ને પોતાના સ્વપ્નોને સેવતા હોય છે. પણ કેટલાક લોકોને પોતાની આ મહત્ત્વાકાંક્ષાને છોડીને કપરી હકીકતો સામે શીશ ઝુકાવવું પડે છે અને પોતાની બધી જ ઇચ્છાઓ બાજુ પર કરીને પરિવારનો વિચાર કરવો પડે છે.

કોલકાતાના બરનગરની કલ્પના મંડલની પણ કંઈક તેવી જ કથની છે. તેના પર તેના આખાએ કુટુંબના ભરણપોષની જવાબદારી ખૂબ નાની ઉંમરે આવી પડી હતી અને તેના કારણે તેણીએ પોતાનો અભ્યાસ પડતો મુકીને બસ ડ્રાઈવરની નોકરી કરવી પડી છે. આજે જ્યારે મહિલાઓનું જાહેર બસોમાં ફરવાનું અસુરક્ષિત થઈ ગયું છે ત્યારે કલ્પના આ પુરુષ પ્રધાન વ્યવસાયમાં પોતાના પગ માંડી રહી છે.

image source

બે વર્ષ પહેલાં કલ્પનાના પિતાને એક ગંભીર અકસ્માત નડ્યો હતો જેમાં તેમના પગને ગંભીર ઇજા થઈ હતી અને તેમના પગ નક્કામાં થઈ ગયા હતા. ઘરમાં એક કમાનાર વ્યક્તિની નોકરી પણ છીનવાઈ ગઈ હતી. ધીમે ધીમે ઘરમાં પૈસો ખૂટવા લાગ્યો અને અનાજપાણી પણ ખૂટવા લાગ્યા અને પિતાની નોકરી ગયાના માત્ર સાત જ મહિનાની અંદર ઘરની સ્થિતિ સાવ જ કથળી પડી.

કલ્પનાના કુટુંબમાં તેના પિતા ઉપરાંત તેની માતા, એક બહેન અને બે ભાઈઓ છે. હવે ઘર ચલાવવાની જવાબદારી કલ્પના પર આવી પડી હતી. અને તેના માટે તેણે પોતાના પિતાના વ્યવસાયમાં જોડાવાની ફરજ પડી અને તેણી બસ ડ્રાઈવર બની ગઈ.

image source

કલ્પના કોલકાતાની સૌથી યુવાન સ્ત્રી ડ્રાઈવર છે. થોડા સમય પહેલાં તેણીની બસ ડ્રાઈવીંગની નાનકડી વિડિયો ક્લિપ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ હતી અને ત્યારથી જ તે સોશિયલ મિડિયા સ્ટાર બની ગઈ હતી.

કલ્પનાને જ્યારે કોઈ બસની ડ્રાઈવીંગ સિટ પર જોવે ત્યારે પ્રથમ નજરે તો બધાને આશ્ચર્ય થતું હોય છે કલ્પના પોતાના અનુભવ વિષે જણાવતા પોતાની સાથે બની ગયેલા એક પ્રસંગને ટાંકતા કહે છે, ‘પોલીસની એક ટુકડી એક વાર મારી પાછળ પડી હતી. તેમણે મને રોકી પાડી હતી. અને તેમણે મને જણાવ્યું હતું કે હેડક્વાર્ટથી સૂચના મળી હતી કે એક યુવાન છોકરી બસ ડ્રાઈવ કરી રહી છે તો જરા ચેક કરી લો. હવે જ્યારે ક્યારેય હું સિગ્નલ આગળથી પસાર થાઉં છું ત્યારે તેઓ મને થંબ્સ અપ બતાવે છે. પણ તેમ છતાં હું તેમના મોઢા પરનું આશ્ચર્ય તો કળી જ લઉં છું.’

image source

કલ્પના એક સામાન્ય યુવતિનું જીવન જીવે છે તેણી પણ સોશિયલ મડિયા પર છે અને પોતાનું જીવન એન્જોય કરે છે. પણ તેણીને તે માટે ઘણા બધા વિપરિત સંજોગોનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે કલ્પના ઘરમાં સૌથી નાની છે.

તેણી સવારે વહેલા સાત વાગે ઉઠી જાય છે જ્યાં તેણી પોતાની માતાને ઘરના કામમાં મદદ કરે છે રસોઈમાં મદદ કરે છે ત્યાર બાદ તે પોતાનો નાસ્તો કરીને કામ કરવા નીકળી જાય છે. તેણી એક નાનકડી ઓરડીમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેણીને છોટા ભીમ કાર્ટુન જોવું ખુબ પસંદ છે પણ તેણી પાસે ટીવી જોવાનો સમય નથી.

image source

કલ્પનાના પિતાને રૂપિયા કમાવા માટે હંમેશા તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પહેલાં તેઓ ટોફી બનાવતી કંપનીમાં કામ કરતા હતા જ્યાં તેમને દિવસના માત્ર બે જ રૂપિયા આપવામાં આવતા. ત્યાર બાદ તેઓ એક લોખંડની ફેક્ટરીમાં કામ કરવા લાગ્યા ત્યાં પણ તેમને તેટલા જ રૂપિયા આપવામાં આવતા. અને છેવટે તેમણે પોતાના એક મિત્ર પાસેથી ડ્રાઈવીંગ શીખી લીધું. અને 1984માં તેમણે બસ ચલાવવાનું શરૂ કર્યું. પણ એક્સિડન્ટ બાદ તેઓ પગેથી કશું જ કરવાને સક્ષમ નથી રહ્યા. અને ત્યારે કલ્પનાએ તેમને સપોર્ટ કરવાનું નક્કી કર્યું.

image source

‘કલ્પના માત્ર 8 જ વર્ષની હતી ત્યારે તેણીએ ભારે વાહનો ચલાવવાનું શીખી લીધું હતું. જો કે તેણીએ ક્યારેય મુખ્ય માર્ગો પર તો વાહન ચલાવ્યા જ નહોતા માત્ર અમારા વિસ્તારમાં જ ચલાવતી. કલ્પના ભારે કોથળા વિગેરે પણ ઉચકી જાણતી હતી. ઘણા અર્થે તે મારી દીકરી નહીં પણ દીકરો બની ગઈ હતી.’ અને આવું કહેતાં કલ્પનાના પિતાનો ચહેરો ગર્વથી ચમકી ઉઠે છે.

કલ્પનાની માતા મંગલાએ પણ દીકરીનો પુરો સાથ આપ્યો. તે ઇચ્છતી હતી કે તેમની દીકરી કંઈક કરે પણ તે એ પણ ઇચ્છતી હતી કે તે સુરક્ષિત રહે માટે તે દીવસ દરમિયાનની ટ્રીપમાં પોતાની દીકરી અને પતિ સાથે જ રહેતી. તેઓ પોતાની દીકરી બાબતે જણાવે છે કે શરૂઆતમાં તેણીમાં આત્મવિશ્વાસની કમી હતી પણ ધીમે ધીમે તે બધું શીખી ગઈ.

image source

કોલકાતા જેવા શહેરમાં મોટું વાહન ચલાવવું સહેલુ નથી

કોલકાતાના સાંકડા રસ્તાઓ, ટ્રાફીક, સાંકડા રહેણાક વિસ્તારો, ટ્રાફિક ભરેલો માર્કેટ એરિયા આ બધી જ જગ્યાએ બસ ચલાવવામાં ખૂબ તકલીફ પડતી. ક્યારેક ટ્રાફિક પોલિસ પણ પરેશાન કરતી. જો કે તેણી જણાવે છે કે બધા જ ટ્રાફિક પોલીસ સરખા નહોતા કેટલાક સપોર્ટીવ પણ રહેતા.

અભ્યાસને પડતો મુકવો પડ્યો

image source

જ્યારે કલ્પનાને તેની મહત્વાકાંક્ષા વિષે પુછવામાં આવ્યું ત્યારે તેણીએ જણાવ્યું કે આખો દીવસ અત્યંત કામ કરવાથી હવે તેનું સ્વાસ્થ્ય તેને ભણવાની છૂટ નથી આપતું. ‘મારા માટે કોઈ જ તકો કે કારકીર્દી હોય તેવું હું નથી માનતી.’ જો કે તેણી 10મું પાસ કરવા માગે છે જેથી કરીને તેણી પોલીસમાં ડ્રાઇવરની નોકરી મેળવી શકે. આ સ્વપ્ન તેના પિતાનું હતું પણ હવે તેણી પુરુ કરવા માગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ