શું આજ સુધી સોશિયલ મીડિયા પર તમને દીદી કહીને બોલાવ્યા છે? તો પહેલા વાંચી લો તાપીનો આ આંખ ઉઘાડનારો કિસ્સો

ચેતી જાઓ! સોશિયલ મીડિયા પર તમારી સાથે જો કોઇ “દીદી” કહીને બોલાવે તો ધ્યાન રાખજો,નહીંતર તાપી જિલ્લાની ૩ યુવતીઓ જેવા હાલ થશે..

હાલમાં સોશિયલ મીડિયાની પહોંચ ખુબ જ વધી છે. આજની યુવાપેઢી સોશિયલ મીડિયા પાછળ એટલી બધી ગાંડીતુર બની છે કે ના પુછો વાત! જેના લીધે ઘણી વખત યુવતીઓને ભોગવવાનો વારો આવે છે. હાલ તાપી જિલ્લામાં ત્રણ યુવતીનું સોશિયલ મીડિયા ઉપર ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી.

image source

તાપી જિલ્લામાં એક યુવકે 3 યુવતીઓનું સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવીને આ યુવતીઓને સોશિયલ મીડિયા પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ મિત્રતા કેળવીઅને છોકરીઓના એડિટ કરેલા બીભત્સ ફોટા અપલોડ કરીને મહિલાને શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. આ કેસમાં તાપી જિલ્લાની ટેકનીકલ સર્વેલન્સ ટીમ તેમજ એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ સમગ્ર ઘટનાની તપાસ કરી. મૂળ બોટાદના ખામળા ગામના અને સુરતના અમરોલી ખાતે રહેતા એક યુવાનની આ ઘટના બાબતે ધરપકડ કરી છે.

આ ઘટનામાં મળેલી માહિતી પ્રમાણે, તાપી જિલ્લાના વ્યારા ખાતે ત્રણ યુવતીનું સોશિયલ મીડિયા ઉપર અજાણ્યા શખ્સે બોગસ આઇડી બનાવી યુવતીને બદનામ કરવાના ઈરાદે તેમના આઇડી ઉપર બીભત્સ ફોટા અપલોડ કરી દીધા હતા. જેના વિશે યુવતીએ ૧૯મી ફેબ્રુઆરીના રોજ વ્યારા પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કલમ ૬૬(b)૬૯ મુજબ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

image source

સમગ્ર ગુનાની તપાસ દરમિયાન તાપી જિલ્લા એલસીબી તેમજ વ્યારા પોલીસ અને ટેકનિકલ સર્વેલન્સ ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ગુનાનો આરોપી 21 વર્ષીય જગદીશભાઈ પ્રકાશભાઈ મકવાણા કે જે મૂળ બોટાદના ખામળા ગામનો રહેવાસી છે અને હાલ રીલાયન્સ નગર હાઉસિંગ કોલોની અમરોલી સુરત ખાતે રહે છે. તેને પકડીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.

વિકૃત યુવક યુવતીઓના ઈન્સ્ટ્રાગ્રામ પર ફેક આઇડી બનાવી ફોટા અપલોડ કર્યા બાદ દોસ્ત બની યુવતી સાથે “દીદી” કહીને વાત કરતો હતો અને બીજી તરફ બીજા આઈડી પરથી અપલોડ કરેલા બીભત્સ ફોટા દૂર કરવા માટે યુવતીને કોલ કરીને તેઓના બિભત્સ ફોટા બતાવે એવી માંગણી કરતો હતો. અગાઉ પણ આ યુવક વિરુદ્ધ બોટાદ તેમજ સુરતના એક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચુક્યો હતો. વારંવાર એક જ ગુનો કરતાં આ આરોપી અંગે તાપી પોલીસે તપાસ કરી રહી છે.

image source

પૂરા સોશિયલ મીડિયામાં જગદીશ જેવા અનેક ખતરનાક શખ્સો યુવતીઓને હેરાન કરતા હોવાના કિસ્સા બની ચુક્યા છે. સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો આ જગદીશ મકવાણા તાપી પોલીસની પકડમાં આવી ચુક્યો છે. ભોગ બનનાર યુવતીઓ સંદેશ સમક્ષ પોતાની આપવીતી કહી જગદીશ મકવાણા સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે.

જો ખરેખર જરૂરી હોય, અને ગુનાહિત પ્રવૃત્તિઓ હોય, તો તમારે પોલીસ પાસે જવું જોઈએ. વોરંટનો ઉપયોગ કરીને, પોલીસ સોશીયલ મીડિયાનાં ફેક અકાઉંટનો ડેટા બતાવવા દબાણ કરી શકે છે, જે શરૂઆતથી જ બતાવે છે કે તેની પાછળ કોણ છે અથવા તેઓ જોઈ શકે છે કે કયા આઇપી સરનામાં સાથે અપડેટ્સ અને બનાવટ કરવામાં આવી છે.

image source

જ્યાં સુધી ખરેખર કંઈક ધમકીભર્યું ન હોય ત્યાં સુધી, મોટાભાગના પોલીસ વિભાગો સોશીયલ મીડિયા પર ફરતા કોઈને શોધી કાઢવા માટે પ્રયત્નો કરશે નહીં. સૈદ્ધાંતિક રીતે, પોલીસ એજન્સીઓ પાસે કોઈને પણ શોધી કાઢવા માટે સાધનો હોય છે જેને લીધે મોટી સમસ્યા ઉભી થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ