દુનિયાના આ 5 ગામની વાતો છે બીજા બધા કરતા તદન અલગ, વાંચી લો રસપ્રદ માહિતી એક ક્લિકે

આજે જાણવા જેવું વિભાગના આ આર્ટિકલમાં આપણે દુનિયાનાં પાંચ એવા ગામ વિશે જાણીશું જે અજબ અજબ કારણોને કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તો ક્યા છે એ ગામ અને શું છે તેના અજબ ગજબ કારણો આવો વિસ્તારથી જાણીએ.

image source

1). ચીનના તિઆંઝુ ખાતે આવેલાં એક ગામને સ્થાનિક લોકો કુંગ ફુ વિલેજ તરીકે ઓળખે છે. તેનું કારણ એ છે કે આ ગામમાં રહેતા મોટાભાગના લોકો કુંગ ફુ ના માસ્ટર છે. એટલું જ નહીં પણ અહીં કુંગ ફુ શીખવાડનારા લોકો પણ મોટી સંખ્યામાં છે જેના કારણે કુંગ ફુ શીખવા માંગતા લોકો પણ આ ગામમાં આવે છે અને સ્થાનિકો પાસેથી તેની તાલીમ શીખે છે.

image source

2). નેપાળમાં આવેલા હોકસે નામક ગામને એક કિડની વાળા ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એટલા માટે કે ગામમાં રહેતા મોટાભાગના લોકો એક કિડની વાળા જ છે અને એક કિડની સાથે જ પોતાનું જીવન વિતાવી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગામલોકોએ નાણાંની લાલચમાં આવી જઈ પોતાની એક એક કિડની વેચી નાખી હતી. એવું કહેવાય છે કે લોકોને કિડની ખરીદનાર એવું સમજાવીને કિડની લઈ ગયા હતા કે તેઓને બીજી કિડની આપોઆપ ઊગી નીકળશે પરંતુ એવું કંઈ થયું નહીં ને ગામના વધુ પડતા લોકો એક કિડની વાળા થઈ ગયા.

image source

3). ઇટલીનું એક ગામ છે વિગાનેલા. આ ગામ મિલાન શહેરની ઊંડી ખાડીમાં સ્થિત છે અને ચારે બાજુ મોટા મોટા પહાડોથી ઘેરાયેલું છે. ગામ નીચાણવાળા વિસ્તારમાં હોવાથી અહીં શિયાળાના ત્રણ મહિના સુધી સૂરજનો પ્રકાશ પડતો જ નથી. આથી ગામના અમુક એન્જીનીયર અને બૌધ્ધિકોએ મળીને એક વિશાળ અરીસો બનાવ્યો અને તેને સૂરજની સામેની દિશામાં સ્થિત પહાડ પર ગોઠવ્યો. જેથી હવે ગામલોકોને સૂરજના કિરણો જોવા અને માણવા મળે છે.

image source

4). સ્પેનમાં આવેલું જૂજકાર નામનું ગામ આખું દુધિયા કલરનું ગામ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગામના મોટાભાગના ઘરો દુધિયા રંગે રંગાયેલા છે. અસલમાં 2011 માં અહીં એક થ્રિડી ફિલ્મના શૂટિંગ માટે અમુક લોકોએ પોતાના ઘરોને દુધિયા રંગથી રંગ્યા હતા. તેને જોઈને બીજા ઘરવાળાઓએ પણ વારાફરતી પોતાના ઘરો દુધિયા રંગે રંગી નાખ્યા. હવે આ દુધિયા રંગનું ગામ કહેવાવા લાગ્યું છે.

image source

5). નેધરલેન્ડનું ગીએથુર્ન ગામ એટલા માટે પ્રસિદ્ધ છે કારણ કે આ ગામમાં કોઈ રોડ જ નથી. અને રોડ ન હોવાના કારણે અહીંના લોકો પાસે ગાડી કે મોટરસાઇકલ પણ નથી. અસલમાં આ ગામ પાણી ઉપર વસેલું છે જેથી લોકો નજીકમાં આવવા જવા માટે હોડીઓનો જ ઉપયોગ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ