આ રીતે બનાવો રુચિબેનનાં બનાવેલા ઇનસ્ટન્ટ ખમણ ઢોકળા ઘરનાં સૌ લોકો આંગળા ચાટતા રહી જશે ,

ઇનસ્ટન્ટ ખમણ ઢોકળા

એકદમ પોચા અને જાળી વાળા ખમણ ઢોકળા કોને ના ભાવે. સાથે ચટાકેદાર ચટણીઓ હોય તો બસ, પૂછવું જ શું  બજારમાં મળતા તૈયાર પેકેટો માં શું શું ભેળવતા હશે, છોડો એ જંજાળ. હવે ઘરે જ બનાવો, માર્કેટ જેવા જ ઢોકળા . આજે હું લાવી છું આપના માટે એકદમ પોચા અને સ્વાદિષ્ટ એવા ખમણ ઢોકળા. આ રીતથી હું છેલ્લા ઘણા વર્ષોથી બનવું છું. તો ચાલો આજે તમારી સાથે પણ શેઅર કરું. આશા છે પસંદ પડશે.

સામગ્રી :

ઢોકળા માટે :

• ૧.૫ વાડકો ચણાનો લોટ,

• ૨ ચામચી રવો,

• ૧.૫ ચમચી લીંબુનો રસ,

• ૧ ચમચી ખાંડ,

• ૧/૨ વાડકો દહીં,

• ૧/૨ ચમચી હળદર,

• ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ,

• ૧ ચમચી તેલ,

• મીઠું,

• ૧ ચમચી eno,

વઘાર માટે :

• ૨ ચમચી તેલ,
• ૧ ચમચી રાઈ,

• ૧ ચમચી તલ,

• ૧ ચમચી જીરું,

• થોડા લીમડાના પાન,

• ૨-૩ લીલા મરચા ઉભા ચીરી કરેલા,

• હિંગ,

રીત :

૧ ) એક બાઉલમાં ઢોકળા માટેની બધી સામગ્રી (eno સિવાય )ભેગી કરો.

૨ ) પાણી ઉમેરી બેટર બનાવો. (બેટર થોડું જાદુ રાખવું)

૩) આ બેટરને ૧૦ min માટે ઢાંકીને રાખી દો. ઢોકળા બેટરમાં eno અને ૧ ચમચી પાણી એની ઉપર ઉમેરો . તુરંત મિક્ષ કરો.

૪ ) બીજી બાજુ ઢોકળીયામાં પાણી ભરી ગરમ કરવા મૂકીને થાળીમાં તેલ લગાવી આ બેટર ગરમ થાળી માં ઉમેરો અને ઢોકલીયામાં ગરમ થવા મૂકી દો.

૫ )  ઢોકલીયું ઢાંકી ૧૨-૧૫ min સુધી થવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી ઢોકળાની થાળી બહાર લઇ લેવી.

 

૬ ) ત્યારબાદ તરત જ એક  નાની કડાઈમાં તેલ ગરમ કરો. હવે એમાં રાઈ , જીરું , તલ , લીમડો, મરચા ઉમેરો. હિંગ નાખી ૧/૪ વાડકો પાણી ઉમેરો.

૭) ઉભરો આવે એટલે ચમચાથી આ વઘારેલું પાણી ઢોકળાની થાળી માં એકસરખું રેડી દેવું .

૮) પછી ૧-૨ min બાદ, એકસરખા કટકા કરો અને પીરસો.

રસોઈની રાણી : રુચિબેન શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.