ઝટપટ રવા ઈડલી – બાળકોની ઈડલી ખાવાની ફરમાઇશ હવે પૂરી થશે થોડી જ મીનીટોમાં…

વિક એન્ડ માં બનાવો રવા ઈડલી ,પરિવાર પણ ખુશ અને તમે પણ . ઈડલી ની આ વેરાઈટી એકદમ જડપી છે. ના પલાળવાની કે ના આથા ની ચિંતા . બસ મિક્ષ કરો ૧૫ min રાહ જોવો અને ઈડલી બાફો. આટલું સિમ્પલ. તો પણ ખુબ જ સ્વાદિષ્ટ . નાસ્તો, જમણ કે ટીફીન માટે રવા ઈડલી એક સંપૂર્ણ વિકલ્પ છે. તો ચાલો બનાવીએ એકદમ ટ્રેડીશનલ સ્ટાઈલ ની રવા ઈડલી , જે દક્ષીણ ભારત ની ખાસયિત છે .

સામગ્રી :

વઘાર માટે :

૧.૫ ચમચી તેલ

૧ ચમચી ઘી

૧ ચમચી ચણા ની દાળ

૧ ચમચી અડદ ની દાળ

૧/૨ ચમચી જીરું

૧/૨ ચમચી રાઈ

૨-૩ લાલ સુકા મરચા

૬-૭ કાજુ , ટુકડા કરવા

લીમડા ના પાન

હિંગ

બીજી સામગ્રી :


૧.૫ વાડકો રવો

૧ વાડકો દહીં

૨ લીલા મરચા , સમારેલા

૧ ચમચી ખમણેલું આદુ

૧/૪ વાડકો સમારેલી કોથમીર

પોણો વાડકો ખમણેલું ગાજર

મીઠું

૧.૫ ચમચી Eno

રીત :


સૌ પ્રથમ કડાય માં ઘી , તેલ ગરમ કરો . ત્યાર બાદ તેમાં બેય દાળ , રાઈ , જીરું , લાલ મરચા ઉમેરી શેકો . દાળ લાલ થવા આવે ત્યારે કાજુ ના ટુકડા ઉમેરી શેકો . ત્યાર બાદ તેમાં હિંગ નાખી રવો ઉમેરો . ધીમી આંચ પર શેકો. રવો હલકો ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી શેકો. હલાવતા રેહવું એટલે રવો બળે નહિ અને એકસરખો શેકાય . રવો ઠંડો પડે ત્યાં સુધી રાહ જોવી .


એક બાઉલ માં દહીં , આદુ, ગાજર, લીલા મરચા , મીઠું મિક્ષ કરો . હવે એમાં શેકેલો રવો ઉમેરો . ૨ વાડકા જેટલું પાણી ઉમેરી સરસ મિક્ષ કરી લો . ૧૫-૨૦ min માટે રેહવા દો. ફરી હલાવો અને જરૂર મુજબ પાણી ઉમેરો . ઈડલી બેટર જેવું જાડુ બેટર બનાવવું .


ઈડલી નું સ્ટેન્ડ પાણી ભરી ગરમ મુકવું અને એની પ્લેટસ ને હલકા તેલ થી ગ્રીસ કરી લેવી .


રવા ના બેટર માં eno ઉમેરી સરસ મિક્ષ કરી લો અને તરત ઈડલી ની પ્લેટસ માં મુકો . ૭-૮ min માટે પકાવો .


થોડી ઠરે એટલે પ્લેટસ માંથી ધારદાર ચમચી ની મદદ થી કાઢી ગરમ ગરમ પીરસો .. આ ઈડલી સાથે ટોપરા ની ચટણી , ઈડલી પોડી પીરસી શકાય …


રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.