તાંબાના વાસણમાં પાણી પીવાના છે અઢળક ફાયદા ! આ છે સાચી પદ્ધતિ અને વિજ્ઞાન !!! જાણો…

હજારો વર્ષો થી ભારત અને બીજા એશિયાના દેશો એ માન્યું છે કે તાંબા ના વાસણ માંથી પાણી પીવું એ ઘણું જ લાભદાયી છે. જુના આયુર્વેદિક શાસ્ત્રો કહે છે કે તાંબા ના વાસણ માં પાણી ભરવા થી આપણા શરીર ને ઘણા ફાયદા થાય છે. હવે તો નવા વૈજ્ઞાનિક શંશોધનો એ પણ આયુર્વેદ ની આ વાત ને પુષ્ટિ આપી છે.

આયુર્વેદ માં જણાવ્યા મુજબ તાંબું ખૂબ જ ઉપયોગી ધાતુ છે માણસ ના શરીર માટે. તાંબા ના વાસણ માં પાણી આખી રાત રાખો અને સવાર માં સૌથી પહેલા આ જ પાણી પીવું જોઈએ. જેનાથી તબિયત હંમેશા સારી રેહશે. આ પાણી ને ‘તામ્ર જળ’ કહે છે. આ તામ્ર જળ પીવાથી 3 દોષ નો નાશ થાય છે- કફ , વાત અને પિત્ત. તાજા થયેલા શંશોધનો પ્રમાણે તાંબું એક જ એવી ધાતુ છે જે માણસ ના શરીર અને તબિયત ને નુકસાન કરતા બેક્ટેરિયા નો નાશ કરે છે. તો એવું તો શું થાય છે જ્યારે આપણે તાંબા ના વાસણમાં પાણી ભરીયે છીએ ??? પાણી ને જ્યારે આખી રાત કે 8 કલાક માટે તાંબા ના વાસણ માં ભરી ને રાખવા માં આવે છે ત્યારે એમાં થી એક નાનો તાંબા નો ભાગ પાણી માં ઓગળે છે . આ આખી પ્રોસેસ ને Oligodynamic effect કહે છે. જેનાથી એ પાણી માં ફંગસ, બેક્ટેરિયા અને અતિ શુક્ષ્મ જીવાણુ મારવાની ક્ષમતા આવી જાય છે. તાંબું પાણી ને શક્તિ પ્રદાન કરે છે જેના લીધે કફ, વાત અને પિત્ત ને કંટ્રોલ માં રાખે છે. તામ્ર જળ માં રહેલા તાંબા ના ભાગ ને ખૂબ જ લાભદાયી માનવ માં આવે છે.

ચાલો જોઈએ કે આ તામ્ર જળ શુ ફાયદા કરે છે આપણા શરીર માં.

• પાણી માં રહેલ સૂક્ષ્મ થી અતિસૂક્ષ્મ ઝેરીલા જીવાણુ ના લીધે થતા રોગો સામે રક્ષણ આપે છે. શરીર ની પાચન શક્તિ ને વધારે મજબૂત બનાવે છે. વજન ઓછું કરવા માં મદદ કરે છે. ચેહરા પર ની ડેડ સ્કિન નીકળી જશે અને ચેહરો ખીલેલા ગુલાબ જેવો દેખાશે. ત્વચા ને કાયમ નિખરી અને જવાન રાખે છે. વધતી ઉંમરે પણ કરચલીઓ નહીં દેખાય. કફ ના દર્દી ઓ એ તામ્ર જળ માં થોડા તુલસી ના પાન ઉમેરી ને પીવું. હૃદય ની તંદુરસ્તી કાયમ રાખે છે. શરીર માં હિમોગ્લોબીન નું પ્રમાણ જાળવી રાખે છે.


• થાઇરોઇડ જેવી ગંભીર બીમારી સામે રક્ષણ આપે છે. થાઇરોઇડ ની થાઇરોકસીન ગ્રંથી ઓ ને નિયંત્રિત કરે છે. મગજ ની કામગીરી ને વધુ ચપળતા આપે છે. સૂક્ષ્મ વાયરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ આપી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ગઠિયા , સાંધા ના દુખાવા માં તામ્ર જળ બહુ જ લાભદાયી છે. કોલેસ્ટેરોલ ને નિયંત્રિત કરે છે. તામ્ર જળ માં રહેલા એન્ટિઓક્સિડન્ટ કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપે છે. એસીડીટી , ગેસ જેવી તકલીફો થી આ તામ્ર જળ મુક્તિ આપશે.

મિત્રો , તો આજ થી જ શરૂ કરીએ તાંબા ના વાસણ માં રાખેલ પાણી પીવાનું. પણ આ પાણી કેવી રીતે પીવાનું , કેટલું પીવાનું ?? કેટલી વાર પીવાનું ? તો ચાલો , આ બધા સવાલો નું પણ નિરાકરણ કરીએ..

• તાંબા ના વાસણ માં રાખેલ પાણી માં અઢળક ફાયદા ઓ આપણે જાણ્યા , પણ એનો અર્થ એમ નહીં કે આપણે આખો દિવસ એ પાણી પીધા રાખીએ. તાંબા ના વાસણ માં રાખેલ પાણી એકવાર વહેલી સવારે અને એક વાર સાંજે પીવાથી પૂરતા પ્રમાણ માં શરીર ને જરૂરી એવું તાંબું મળી રહે છે. આ તામ્ર જળ આખું વર્ષ પીવાનું નથી. 3 મહિના રોજ પીધા બાદ, એક મહિનો આ પાણી પીવાનું બંધ કરી દો . ત્યારબાદ ફરી 3 મહિના પીવો. જેનાથી શરીર માં જમા થયેલ વધારા નું તાંબું બહાર નીકળી જશે. કોઈ પણ વસ્તુ નો અતિરેક સારો નહીં.

આશા છે આટલા મુદ્દા તપાસ્યા બાદ , તમે આજે જ તાંબા ના વાસણ માં પાણી પીવાનું શરૂ કરી દેશો.. અરે ! તાંબા ના જગ કે બોટલ બજાર માંથી લેવા જવાના ?? થોભો ! શુ બજાર માં મળતા બધા તાંબા ના વાસણો , ચોખ્ખા તાંબા ના છે ?? આપણે જે આટલી બધી વાતો કરી એ બધા ફાયદા ચોખ્ખા તાંબા ના વાસણો ના છે , નહી કે ભેળસેળ વાળી ધાતુ ના. તો જોઈએ કે ચેક કેમ કરવું કે આ ધાતુ pure છે કે નહીં.. વૈજ્ઞાનિક પદ્ધતિ એ એકદમ ચોખ્ખો અંદાજ આવી શકે કે કેટલું pure છે અને કેટલી ભેળસેળ. પણ એ કાયમ આપણા રોજિંદા જીવન માં શક્ય નથી. તો ચાલો બતાવું એક સાદો અને સરળ રસ્તો. તાંબા ના વાસણ પર લીંબુ નો રસ લગાવો. ત્યારબાદ પાણી થી ધોઈ લો. જો વાસણ એકદમ ચમકી ઉઠે તો સમજો ધાતુ ચોખ્ખી છે. આ તો થઈ વાત તામ્ર જળ અને એના ફાયદાઓ ની , પણ તાંબા ના વાસણ ની કાળજી કેમ કરવી એ વિચાર્યું ?? મિત્રો , તાંબા ના વાસણ લઇ ને મૂકી દેવા પૂરતા નથી. આપણે હંમેશા જોઈએ છીએ કે હોંશે હોંશે નવી વસ્તુઓ વસાવી તો લઈએ પણ જો એની જાળવણી સરખી રીતે ના થાય તો એ કિંમતી વસ્તુઓ પણ ખરાબ થઈ જતી હોય છે. તમને થશે કે વાસણ ની જાળવણી માં શુ નવું ?? તાંબા ના વાસણ , બીજા ધાતુ ના વાસણ ની જેમ ધોવાતા નથી. તાંબા ના વાસણ ને વર્ષો સુધી નવા રાખવા અપનાવો નીચે બતાવેલ મુદ્દા ઓ.

• તાંબા ના વાસણ માં લીંબુ નો રસ અને મીઠું નાખો. વાસણ માં અડધા સુધી ગરમ પાણી ભરો. થોડી મિનિટો સુધી એને એમ જ રાખી મુકો.

• 15 થી 20 મિનિટ બાદ ત્યારબાદ તાંબા ના વાસણ ને સરસ shake કરો અને વિછળો.. 2 થી 3 વાર સાદા પાણી એ ધોઈ લો. 7 થી 8 દિવસ માં એક જ વાર તાંબા ની બોટલ કે જગ આવી રીતે સાફ કરવા. તાંબા ના વાસણ માં ક્યારેય વાસણ ધોવાના બ્રશ કે કોઈ કેમિકલ વાપરવા નહીં. તાંબા ના બોટલ કે જગ માં પાણી સિવાય બીજુ કશું ભરવું નહીં. તાંબા ની બોટલ મેં કદી ફ્રીઝર માં મુકવી નહીં. સફાઈ કરવા, તાંબા ની બોટલ ની અંદર કે બહાર ની બાજુ પણ કોઈ જાત ના સાબુ કે પાવડર નો ઉપયોગ કરવો નહીં.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

આશા છે આ તમામ મુદાઓ આપના તંદુરસ્ત જીવન માટે ઉપયોગી થશે.