ઇનસ્ટન્ટ ખમણ ઢોકળા
એકદમ પોચા અને જાળી વાળા ખમણ ઢોકળા કોને ના ભાવે. સાથે ચટાકેદાર ચટણીઓ હોય તો બસ, પૂછવું જ શું બજારમાં મળતા તૈયાર પેકેટો માં શું શું ભેળવતા હશે, છોડો એ જંજાળ. હવે ઘરે જ બનાવો, માર્કેટ જેવા જ ઢોકળા . આજે હું લાવી છું આપના માટે એકદમ પોચા અને સ્વાદિષ્ટ એવા ખમણ ઢોકળા. આ રીતથી હું છેલ્લા ઘણા વર્ષોથી બનવું છું. તો ચાલો આજે તમારી સાથે પણ શેઅર કરું. આશા છે પસંદ પડશે.
સામગ્રી :
ઢોકળા માટે :
• ૧.૫ વાડકો ચણાનો લોટ,
• ૨ ચામચી રવો,
• ૧.૫ ચમચી લીંબુનો રસ,
• ૧ ચમચી ખાંડ,
• ૧/૨ વાડકો દહીં,
• ૧/૨ ચમચી હળદર,
• ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ,
• ૧ ચમચી તેલ,
• મીઠું,
• ૧ ચમચી eno,
વઘાર માટે :
• ૨ ચમચી તેલ,
• ૧ ચમચી રાઈ,
• ૧ ચમચી તલ,
• ૧ ચમચી જીરું,
• થોડા લીમડાના પાન,
• ૨-૩ લીલા મરચા ઉભા ચીરી કરેલા,
• હિંગ,
રીત :
૧ ) એક બાઉલમાં ઢોકળા માટેની બધી સામગ્રી (eno સિવાય )ભેગી કરો.
૨ ) પાણી ઉમેરી બેટર બનાવો. (બેટર થોડું જાદુ રાખવું)
૩) આ બેટરને ૧૦ min માટે ઢાંકીને રાખી દો. ઢોકળા બેટરમાં eno અને ૧ ચમચી પાણી એની ઉપર ઉમેરો . તુરંત મિક્ષ કરો.
૪ ) બીજી બાજુ ઢોકળીયામાં પાણી ભરી ગરમ કરવા મૂકીને થાળીમાં તેલ લગાવી આ બેટર ગરમ થાળી માં ઉમેરો અને ઢોકલીયામાં ગરમ થવા મૂકી દો.
૫ ) ઢોકલીયું ઢાંકી ૧૨-૧૫ min સુધી થવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી ઢોકળાની થાળી બહાર લઇ લેવી.
૬ ) ત્યારબાદ તરત જ એક નાની કડાઈમાં તેલ ગરમ કરો. હવે એમાં રાઈ , જીરું , તલ , લીમડો, મરચા ઉમેરો. હિંગ નાખી ૧/૪ વાડકો પાણી ઉમેરો.
૭) ઉભરો આવે એટલે ચમચાથી આ વઘારેલું પાણી ઢોકળાની થાળી માં એકસરખું રેડી દેવું .
૮) પછી ૧-૨ min બાદ, એકસરખા કટકા કરો અને પીરસો.
રસોઈની રાણી : રુચિબેન શાહ (ચેન્નાઈ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.