જો તમે પણ કરાવશો વાળમાં પરમેન્ટ હેર કલર અને સ્ટ્રેટ, તો બની શકો છો આ મોટી ગંભીર બીમારીનો ભોગ

વાળમાં ડાઇ કરાવવી અને સ્ટ્રેટ કરાવવાને લઈને પહેલા પણ ઘણા અધ્યયન કરાયાં છે. જ્યાર પછી તેને વાળ માટે નુકસાનકારક બતાવવામાં આવ્યા છે. પરંતુ તાજેતરમાં જ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત એક રિસર્ચમાં જણાવ્યું છે કે પરમેનન્ટ હૈર ડાઈ અને કેમિકલ્સ સ્ટ્રેટનર્સથી સ્તન કેન્સર હોવાની સંભાવના હોય છે.

image source

તાજેતરમાં પરમેનન્ટ હૈર ડાઈ અને કેમિકલ સ્ટ્રેટનરની ફેશન ખૂબ જોવા મળી છે. પરંતુ જો આપ પણ પરમેનન્ટ હૈર ડાઈ કે કેમિકલ સ્ટ્રેટનર કરાવવાનું વિચારી રહ્યા હોવ તો સાવધાન થઈ જાવ. કેમકે જો આપ આમ કરી રહ્યા છો તો આપ આપના સ્વાસ્થ્ય સાથે ખૂબ મોટું જોખમ લઈ રહ્યા છો. કેમકે તાજેતરમાં જ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરની એક રિસર્ચમાં મળી આવ્યું છે કે પરમનેન્ટ હૈર ડાઈ અને કેમિકલ સ્ટ્રેટનરથી બ્રેસ્ટ કેન્સર હોવાની સંભાવના વધી જાય છે.

image source

જો કે આ પહેલા પણ કેટલાક પ્રકારની શોધ કરાઈ છે તેમાં હૈર ડાઈને અન્ય પ્રકારના કેન્સર સાથે જોડવામાં આવ્યું છે. કેમકે આ ઉત્પાદનોમાં ઝેરીલા રસાયણો હોય છે. જે શરીરને ખૂબ નુકસાન પહોંચાડે છે. તાજેતરમાં જ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનવાયરમેન્ટલ હેલ્થ સાઈનસીઝ દ્વારા એક નવા અધ્યયન કરવામાં આવ્યું જેમાં ૪૬૭૦૦ અમેરિકી મહિલાઓને સામેલ કરાઈ છે. આ મહિલાઓની ઉંમર ૩૪ થી ૭૪ વર્ષ વચ્ચે હતી.

image source

રિસર્ચ શરૂ કરતા પહેલા બધી મહિલાઓની જીવનશૈલી(હૈર કલરના ઉપયોગ પણ), સ્વાસ્થ્ય અને અન્ય કેટલીક જાણકારીઓ વિશે પૂછવામાં આવ્યું હતું. મહિલાઓએ આઠ વર્ષ સુધી શોધકર્તાઓને પોતાના વિશે જાણકારી આપી. જણાવી દઈએ કે અડધાથી વધુ મહિલાઓને રિસર્ચમાં સામેલ થયાના પહેલા વર્ષમાં જ પરમનેન્ટ હૈર ડાઈના ઉપયોગ વિશે જણાવ્યું હતું. ત્યાંજ ૧૦% મહિલાઓએ કહ્યું કે તેમણે સીધુ જ હૈર સ્ટ્રેટનર કરાવ્યું હતું. ત્યારબાદ શોધકર્તાઓને મળી આવ્યું કે લગભગ ૨૮૦૦ મહિલાઓમાં સ્તન કેન્સર વિકસિત થવાની સંભાવના સમાન હતી.

image source

આ શોધ થી ખબર પડે છે કે પરમનેન્ટ હૈર કલરનો ઉપયોગ કરવાવાળી મહિલાઓમાં જે મહિલાઓ પરમનેન્ટ હૈર કલરનો ઉપયોગ નથી કરતી તેની તુલનામાં ૯% વધારે સ્તન કેન્સરની સંભાવના વધી જાય છે. ત્યાંજ અશ્વેત મહિલાઓમાં પરમનેન્ટ હૈર ડાઈનો ઉપયોગ કરવાવાળી મહિલાઓને સ્તન કેન્સરનો ખતરો ૪૫% વધુ થયો હતો અને જે લોકો દર આઠ અઠવાડિયે કે તેના કરતાં પણ વધારે સમય માટે આ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે તેમનામાં સ્તન કેન્સર હોવાનો ખતરો ૬૦% સુધી વધી જાય છે. રિપોર્ટમાં એ પણ જણાવ્યું છે કે શ્વેત મહિલાઓની તુલનામાં અશ્વેત મહિલાઓની કેમિકલ સ્ટ્રેટનર ઉપયોગ કરવાની વધારે સંભાવના ૩% થી વધુ હતી.

image source

જો કે બ્રેસ્ટ કેન્સર કે અન્ય કોઈપણ બીમારી માટે ફક્ત એકલી હૈર ડાઈ કે સ્ટ્રેટનર જ કારણ હોઈ શકે છે તેની પાછળ અન્ય કારણો પણ જવાબદાર હોય શકે છે. પરંતુ કેટલીક કોસ્મેટિક પ્રોડક્ટ એવી છે જેમાં રહેલ હાનિકારક કેમિકલથી સાવધાની રાખવાની જરૂર છે. પરંતુ આ સાથે કેટલીક રિસર્ચમાં એ પણ સામે આવ્યું છે કે જો આપ હૈર કલરનો ઉપયોગ કરતા હોવ તો એનાથી આપને સ્તન કેન્સર થવાની શકયતા ૧૪% વધી જાય છે.

શુ છે પરમનેન્ટ હૈર કલર?

image source

પરમનેન્ટ હૈર કલરનો મતલબ હોય છે કે લાંબા સમય સુધી ચાલનારો હૈર કલર. પહેલા ફક્ત ઘરડા કે એ લોકો જ કલર કરતા હતા જેમના વાળ સફેદ થઈ ગયા હોય. પરંતુ આજની યુવા પેઢી ખૂબ શોખથી વાળને રંગાવે છે. એમાં પણ ફક્ત એક કલર જ નહીં પણ બરગંડી, ડાર્ક બ્રાઉન, રેડ કલર, લીલો, દુધિયા વગેરે પ્રકારના રંગ આપને વાળમાં જોવા મળે છે.

image source

પરમનેન્ટ હૈર કલર કરાવતી વખતે તેમાં કેટલાક પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તે લાંબા સમય સુધી ચાલે. તેમજ તે ખૂબ મોંઘા હોય છે. ઉપરાંત ડૉક્ટર્સનું પણ માનવું છે કે પરમનેન્ટ હૈર કલરથી ત્વચા સંબંધીત બીમારીઓનો સામનો પણ કરવો પડે છે. તેમજ કેટલાક રિસર્ચમાં પણ જણાવાયું છે કે તેનાથી બ્રેસ્ટ કેન્સર થવાનો ખતરો કેટલાક ગણો વધી જાય છે. એટલે જ પરમનેન્ટ હૈર કલર કરવાથી બચવું જોઈએ. જો આપ કલર કરાવવાના શોખીન પણ છો તો આપે ટેમ્પરરી કલર કરાવવો જોઈએ.

શુ છે કેરાટીન ટ્રીટમેન્ટ કે હૈર સ્ટ્રેટનર્સ?

image source

પહેલા વાળમાં લોકો ઘણા પ્રકારની ડિઝાઈનની ચોટલીઓ માટે હૈર સ્ટાઇલ કરતા હતા. પરંતુ આજે બધા પોતાના વાળ પર પ્રયોગો વધારે કરે છે. કેરાટીન કે હૈર સ્ટ્રેટનર્સ પુરી રીતે એક કેમિકલ ટ્રીટમેન્ટ હોય છે. તે ભલે આપના વાળને સુંદર અને મુલાયમ બનાવી દે છે પરંતુ તેના ઘણા સાઈડિફેક્ટ પણ છે. તેમાં ઉપયોગમાં લેવાતા કેમિકલ્સના કારણે સ્કિન એલર્જી, આંખોમાં ખંજવાળ અને બળતરા જેવી તકલીફો શરૂ થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ