આઇ મેક અપમાં કરો કંઇક આ રીતે નવુ ટ્રાય, ફેસ લાગશે એકદમ મસ્ત

આઈ મેકઅપમાં કઈક અલગ ટ્રાઈ કરવા ઈચ્છો છો તો એકવાર કલર બ્લોકિંગ આઈ મેકઅપ કરી જોવો. આ મેકઅપ કરતી વખતે કોટ્રાસ્ટિંગ, મિક્સ એન્ડ મેચ અને સોલિડ કલર્સનો ઉપયોગ કરવામાં આવે છે.

કલર બ્લોકિંગ આઈ મેકઅપમાં આપની પાસે આપની ક્રિએટિવિટી બતાવવાની ઘણા ચાન્સ મળે છે. એમાં કલર્સ જેવા કે પર્પલ અને ઓરેન્જ કે પિંક અને રેડના કોમ્બિનેશનને આપ આઈ મેકઅપ તરીકે એપ્લાય કરી શકો છો.

image source

આમાં આપ બે કે ત્રણ કલર શેડ્સ એક આઈ લિડની ઉપર તો આપ બીજો કલર લોઅર લેશલાઈન પર લગાવી શકો છો. ત્યાં જ ત્રીજા કલરથી આપ ક્રિજની ઉપર એપ્લાય કરીને આઈ મેકઅપને કોન્ટ્રાસ્ટિંગ લુક આપી શકો છો. આપ કેટલાક સારા કોમ્બિનેશન જેવા કે કોપર અને રોયલ બ્લુ, પર્પલ અને પીચ, ગ્રીન અને પર્પલ વગેરે પસંદ કરી શકો છો. આઈશેડો બ્રશની મદદથી પલકોના અંદરના ખૂણાથી મધ્ય સુધી ક્રીમબેસ આઈશેડો લગાવો.

image source

ત્યારબાદ આપ બીજા કલરને મધ્યથી અંત સુધી એપ્લાય કરો. આપ તેને રેગ્યુલર રીતે પણ લગાવી શકો છો કે પછી આ કલરને એક વિંગ લુક પણ આપી શકાય છે. ત્યારબાદ ત્રીજા કલરને આપ લોઅર લેસ્લાઈનની નીચે લગાવો અને વોટર લાઇન પર બ્લેક કાજલ એપ્લાય કરો. ત્યારબાદ આપ આઈલાઈનર અને મસ્કારે પણ હેવી લુક દેવો. આપની ઈચ્છા મુજબ નકલી આઈ લેસીસનો પણ ઉપયોગ કરી શકો છો. બસ હવે આપનો આઈ મેકઅપ કમ્પ્લીટ છે.

આઈ લાઈનરમાં બે શેડ્સ:

image source

ક્લાસિક કેટ આઈ લુક ટ્રેંડમાં છે. એમાં આપ બે શેડ્સની આઈ લાઈનર લગાવી શકો છો. આંખોની ઉપર બીજા રંગનો સ્ટ્રોક લગાવવો. કેટ આઈ લાઈનરને સારી રીતે લગાવવા માટે હમેશાં લિકવિડ આઈ લાઈનરનો ઉપયોગ કરવો. કેટ આઈલાઈનર માટે આપે પહેલા વાઇટ લાઈનર લગાવો. ત્યાંજ એની ઉપર ઇલેક્ટ્રિક બ્લુ કે મેજન્ટા શેડ્સની સાથે આઈ મેકઅપને કમ્પ્લીટ કરો.

મલ્ટીપલ કોન્ટ્રાસ્ટિંગ કલર.:

image source

પાછલા કેટલાક વર્ષોમાં ન્યૂડ અને બ્રાઉન કલર ટ્રેંડમાં રહ્યા છે, પરંતુ આ વખતે નવો ટ્રેંડ ફક્ત બોલ્ડ અને બ્રાઇટ પોપી કલર્સનો છે. એટલે કે આપ ગુલાબી, રીંગણી, ઓરેન્જ અને પીળા કલરનો ઉપયોગ કરી શકો છો. જે આ વર્ષે અલગથી નજર આવવાના છે. રેઇનબો આઈ મેકઅપ લુક માટે વારાફરતી શેડ્સ એપ્લાય કરીને બ્લેન્ડ કરતા જવું. આપની આંખો ઘણી ખુબસુરત નજર આવશે.

મોનોટોન મેકઅપ:

image source

મોનોટોન મેકઅપ સ્ટાઇલ વિન્ટર સીઝનમાં આપની પર ખૂબ સારો લાગશે.

ફેક આઈ લેશીસ:

image source

ફેક આઈલેશ ફરીથી ચલણમાં છે. આપ પણ ટ્રાઈ કરો અને આંખોને આપો ખુબસુરત લુક.

જલપરી લુક:

image source

જલપરી જેવો મેજીક વિખેરવા માટે આંખો પર બ્રાઇટ કલરના આઇશેડ્સનો ઉપયોગ કરવો.

બ્લેક-ગોલ્ડન આઈશેડો:

image source

બ્લેક અને ગોલ્ડન આઈ શેડ્સનો ઉપયોગ કરીને આપને મળશે બ્રાઇટ એન્ડ બોલ્ડ લુક.

વિંગ આઈ લાઈનર:

image source

કલાસી સ્ટાઇલ મેળવવી હોય તો વિંગ આઈ લાઈનર લગાવવી. આ આપને રેટ્રો અને મોર્ડન બન્ને લુક આપવામાં મદદ કરે છે.

બ્રાઉન સ્મોકી આઈ મેકઅપ:

image source

બ્રાઉન સ્મોકી આઈ મેકઅપ લુક આ સમયે ખાસ ટ્રેંડમાં છે. લગ્ન કે ફંક્શન માટે આપ આ લુક ટ્રાય કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ