કપિલ શર્માની ટીમના આ કોમેડિયન છે એમ.બી.એ… બમપ્પર કહો કે બચ્ચા યાદવ, જીવનમાં પણ છે એકદમ ખુશમીજાજી…

કપિલ શર્માની ટીમના આ કોમેડિયન છે એમ.બી.એ… બમપ્પર કહો કે બચ્ચા યાદવ, જીવનમાં પણ છે એકદમ ખુશમીજાજી, ભારેખમ શરીર હોવા છતાં, કાકુ શારદા કરે છે ગજબનો ડાન્સ અને કોમેડીમાં તો તેનો જવાબ નથી…

 

View this post on Instagram

 

A post shared by Kiku Sharda (@kikusharda) on


મૂળ રાજસ્થાનના આ વજનદાર યુવકને જોઈને કોઈ ન કહે કે તે ટી.વી.ની દુનિયાનું એક પસંગીદા પાત્ર બની ચૂક્યો છે અને કરે છે એવી દમદાર કોમેડી કે ભલભલાનું ટ્રેસ ઓછું થઈ જાય અને લોકો પેટ પકડીને હસી પડે છે. જી હા, અમે બચ્ચા યાદવ, ઊર્ફે કાકુ શારદા વિશે વાત કરી રહ્યા છીએ. આવો આ સૌને હસાવતા અભિનેતા વિશે જાણીએ અંગત જીવનની તેમજ તેના આવનાર સમયમાં શેમાં દેખાશે.

રાઘવેન્દ્ર શારદા નામ છે એ ભાગ્યે જ કોઈ જાણતું હશે…

 

View this post on Instagram

 

A post shared by Kiku Sharda (@kikusharda) on


હાસ્ય કલાકાર અને જેમણે સ્ટેન્ડ અપ કોમેડીમાં ભારે શરીર અને દમદાર અભિનયનો સદઉપયોગ કરીને પોતાનું અલગ જ નામ કંડાર્યું છે. સામાન્ય રીતે કોમેડી નાઈટ્સ કપીલથી તે પલક નામના સ્ત્રી પાત્રથી ખૂબ જ પ્રચલિત થયું હતું. હાલમાં બીજી નવી ઇનિંગ શરૂ થઈ ત્યારે તે બચ્ચા યાદના પાત્રથી જાણીતો થયો છે. જેમાં તે ભારતી સિંઘના પતિનો રોલ કરે છે અને તે ભેંસનું દૂધ વેંચે છે તેમજ આ ભરાવદાર દંપતીને ૧૧ બાળકો છે. તેમની રજૂઆત ખૂબ જ રસપ્રદ હોય છે અને નાના મોટાં સૌ કોઈને તેનો અભિનય અને ડાન્સ કરવાની સ્ટાઈલ ખૂબ જ ગમી જતી હોય છે. તેમનું મૂળ નામ રાઘવેન્દ્ર શારદા છે અને મૂળ રાજસ્થાનના જોધપુર શહેરના છે.

રાજસ્થાનથી મુંબઈની સફર શરૂ થઈ હતી એક શરત ઉપર…

 

View this post on Instagram

 

A post shared by Kiku Sharda (@kikusharda) on


કીકા શારદાને સ્કુલના સમયથી જ અભિનય કરવાનો ખૂબ જ શોખ હતો. તેને કોલેજમાં આવ્યા બાદ મુંબઈ જઈને એક્ટીંગ કરવાની ખૂબ જ ઇચ્છા હતી. પોતાની આ ઇચ્છા જ્યારે પરિવાર સાથે જાહેર કરી ત્યારે તેની સામે આવી એક ચેલેન્જ…

તેના પિતાએ કહ્યું કે પહેલાં અભ્યાસ પૂરો કરો, પછી એક્ટિંગ વિશે વિચારજો. આ શરતને માનીને તેઓ મુંબઈમાં એમ.બી.એ.નો કોર્ષ કરવા પહોંચ્યા રાજસ્થાનથી મુંબઈ. બીકોમ કર્યા બાદ એમ,બી.એ પણ પૂરું કર્યું તેણે અને ત્યાર પછી પોતાના સપનાને સાકાર કરવાની તક શોધવા લાગ્યા…

સૌથી પહેલા જ પાત્રથી થઈ ગયા બાળકોના ફેવરિટ…

 

View this post on Instagram

 

A post shared by Kiku Sharda (@kikusharda) on


તેમનો સૌથી પહેલો અને હિટ ટીવી શો હતો હાતિમ. જેમાં તેણે હોબોનું પાત્ર નિભાવ્યું હતું. જેમાં તેની બોલવાની રીત અને ભૂખરા વાળ અને અણીયાળા કાન જેવું વિચિત્ર પાત્ર બાળકોમાં ખૂબ જ પસંદ આવવા લાગ્યું હતું. તેની પહેલી ફિલ્મ હતી, મીટ્ટી… પરંતુ કપિલ શર્મા શોમાં આવ્યા બાદ તેનું સમગ્ર ધ્યાન ટી.વી કોમેડી ઉપર કેન્દ્રીત થયું છે.

આવો જાણીએ કીકુ શારદા વિશેની રસપ્રદ જાણી – અજાણી વાતો…

 

View this post on Instagram

 

A post shared by Kiku Sharda (@kikusharda) on


કીકુ શર્માજો જન્મ વેલેન્ટાઈન ડેના દિવસે થયો છે. તે અંગત રીતે પણ એટલા જ ખૂશમીજાજી અને આનંદી છે. તેમના લગ્ન અને તેમની પહેલી સિરિયલ હાતિમ બંને વર્ષ ૨૦૦૩માં જ થયા. આ વર્ષ તેમના માટે નિર્ણાયક વર્ષ રહ્યું હતું. ૨૦૧૬માં એક કોંટ્રાવર્સીને લીધે એક પાત્ર ભજવવાના ગુના હેઠળ તેમના વિરુદ્ધ પોલીસ કંપ્લેઈન પણ નોંધાવાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Kiku Sharda (@kikusharda) on


તેની પત્નીનું નામ પ્રિયંકા છે અને તેના બે દીકરાઓનું નામ આર્યન અને શૌર્ય છે. પત્ની પ્રિયંકા સાથે નચ બલિયે ૬ માં પણ તેણે ભાગ લીધો હતો. કાજૂ કતરી અને દાળ -ભાત ચૂરમું રાજસ્થાની ભોજનના શોખીન છે. અવારનવાર પત્ની અને બાળકો સાથે ફરવા જવાના ફોટોઝ તેઓ સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે જેને તેના ફેન્સ ખૂબ પસંદ કરતા હોય છે.

કપિલ શર્મા શોમાં બચ્ચા યાદવ છે ફેવરિટ

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma FC (@comedykingkapilsharma) on


કપિલ શર્મા શોમાં તેના જોક્સ અને ડાન્સ વગર આ શો અધૂરો લાગે છે. બચ્ચા યાદવ તેનો દીકરો અને પત્ની તેમજ તેની સાળી એમ આખું પરિવાર છે તેની સાથે. કોઈને કોઈ રમૂજ ભરી એક્ટ લઈને આવેલ સેલિબ્રિટી મહેમાન અને દર્શકોનું ભરપૂર મનોરંજન કરે છે. લોકોને ભરપેટ હસાવીને આ વ્યક્તિએ નામ અને દામ બંનેની કમાણી કરી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ