કોણ છે આ કાજલ હિન્દુસ્તાની ?? જેને ખુદ પી.એમ નરેન્દ્ર મોદી પણ કરે છે ફોલો …!!!

ભારતનાં સૌથી મોટા રાજ્ય રાજસ્થાનનાં એક નાનકડા શહેર સિરોહીમાં જન્મી અને ઉછરેલી કાજલે કદાચ આ વિચાર્યું નહોતુ કે એક દિવસ તે ભારતનાં રાજનૈતિક પરિદ્રશ્યમાં આટલી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે, તેમનો અવાજ વિશ્વભરમાં લાખો લોકો સુધી પહોંચશે અને તેમની વાતો ક્રાંતિનો સંચાર કરશે.

 

View this post on Instagram

 

A post shared by Kajal Hindustani (@kajalshingalahindustani) on


બાળપણમાં જ પિતાજીને ખોઈ બેસનાર કાજલે આજીવન સંઘર્ષ કર્યો, ચુનૌતીઑનો સારી રીતે સામનો કર્યો અને પોતાના મજબૂત ઈરાદાથી લાખો લોકોનું જીવન પ્રભાવિત કર્યુ. રાજસ્થાનનાં એક મધ્યમવર્ગીય પરિવારની કાજલે પોતાની નિડરતા, સાહસ, બેખૌફ અને રાજનૈતિક તથા સામાજીક વિષયોની જાણકારીથી લાખો લોકોનાં હ્દયમાં પોતાની ઑળખ ઉભી કરી.

કોણ છે કાજલ?

 

View this post on Instagram

 

A post shared by Kajal Hindustani (@kajalshingalahindustani) on

કાજલ ત્રિવેદી લગ્ન બાદ કાજલ સિંઘલા થઈ પરંતુ હવે કાજલ ‘હિંદુસ્તાની’ નામથી પ્રખ્યાત છે. એક એમનો વિડિયો જોઈને સૌ કોઈ હતપ્રભ રહી ગયા કે કઈ રીતે એક દબંગ અને સભ્ય ભારતીય મહિલા વગર કોઈ ડરે આટલી બેખોફ રહી પોતાના રાજનૈતિક દ્રષ્ટિકોણોને લોકોને સામે રાખી દે છે. જ્યારે તેમના વિષયમાં જાણકારી શોધવા ઈચ્છી તો મને ખબર પડી કે તેમના ઘણા ટ્વિટ્સ, વિડિયોઝ અને વિચાર ઈન્ટરનેટ પર પહેલા જ વાયરલ થઈ ચૂક્યા છે અને તેમના આખા વિશ્વમાં ભારતીય સમુદાયનાં લાખો પ્રશંસકો છે.

કાજલનો સંઘર્ષ

 

View this post on Instagram

 

A post shared by Kajal Hindustani (@kajalshingalahindustani) on

કાજલનાં પિતાજીનાં મૃત્યુ બાદ તેમના પિતાજીનો વ્યવસાય તેમની માતાજીનાં ખભ્ભા પર આવી ગયો અને કાજલે ૧૨ વર્ષની નાની ઉંમરમાં જ એકલા જ આખા ઘરનું કામ સંભાળ્યું. જ્યારે કાજલનાં પિતરાઈ અને મિત્રો રમતા હતા ત્યારે પણ કાજલ ઘરનાં કામકાજમાં પરોવાયેલી રહેતી હતી. કાજલે ફક્ત ૧૭ વર્ષની ઉંમરમાં નોકરી શરૂ કરી દીધી અને પોતાનું ગ્રેજ્યુએશન પણ પૂર્ણ કર્યું.

લગ્ન બાદ કાજલ ગુજરાત આવી ગઈ અને ત્યાં પણ તેને પોતાની નોકરી ચાલુ રાખી. નોકરીમાં રહેતા કાજલે સખત પરિશ્રમ કર્યો અને એક સ્ટોક બ્રોકિંગ કંપનીમાં આખા ભારતમાં પ્રથમ સ્થાન પ્રાપ્તી કર્યું. તેમના કૌશલનું અનુમાન આ જ વાતથી લગાવી શકાય છે કે આ સૌરાષ્ટ્ર ક્ષેત્રનું કંપનીનું લક્ષ્ય કાજલ એકલી જ પૂરું કરી લેતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kajal Hindustani (@kajalshingalahindustani) on

જ્યારે તેમનો પુત્ર ૫-૬ મહિનાનો થયો ત્યારે કાજલે પોતાનો વેપાર શરૂ કર્યો કારણ કે તેને લાગતું હતું કે હવે તે સમય આવી ગયો છે તેને પોતાનું ખુદનું કામ શરૂ કરવું જોઈએ. તે એક સ્ટોક માર્કેટ કંપનીની ચેનલ ભાગીદાર બની ગઈ અને ઘણા સબ-બ્રોકર્સે તેમના માટે કામ કર્યુ.

કઈ ઘટના એ બદલ્યું કાજલનું જીવન?

 

View this post on Instagram

 

A post shared by Kajal Hindustani (@kajalshingalahindustani) on

૨૦૧૬માં દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયનાં વિધાર્થીઓએ રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમાં ખૂબ વધુ ભાગ લીધો અને દેશને તોડવાની વાતો ખુલ્લેઆમ કરવા લાગ્યા. ભારતનાં ઘણા વિશ્વવિદ્યાલય ખૂબ લાંબા સમયથી રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓનો ગઢ બનેલા રહ્યા. આ વાતોથી કાજલ ખૂબ વધારે ચિંતિત થઈ ગઇ, તેને લાગવા લાગ્યું કે જો દેશ-ભક્ત ચૂપ રહ્યા તો આ બધુ વધતું જ જશે અને રાષ્ટ્ર વિરોધી શક્તિઑ આખા દેશ પર હાવી થઈ જશે.

બાળપણમાં કાજલનાં પરિવારનાં પુરુષ સંઘની શાખા પર જતા હતા, અહીંથી જ એમને સંસ્કાર અને દેશપ્રેમની શિક્ષા મળી. આ ઘટનાથી પહેલા સુધી કાજલ ફેસબુક અને સોશિયલ મિડિયાનો ખૂબ ઑછો જ ઉપયોગ કરતી હતી પરંતુ આ ઘટનાથી ઉજ્જવલિત થઈ કાજલે સોશિયલ મિડિયા પર બખૌફ થઈ પોતાની વાત રાખવાની શરૂ કરી દીધી. ધીરે-ધીરે કાજલથી લોકો જોડાતા ચાલ્યા ગયા, જોકે કાજલ કોઈપણ વિશેષ સંસ્થા કે સમૂહની સદસ્ય નથી પરંતુ તેમને જે પ્રતિક્રિયા મળી તે અવિશ્વસનીય હતી. કાજલે જ્યારે ગુજરાતમાં મોદીજીનાં કાર્યને જોયું તો તે ખૂબ પ્રભાવિત થઈ.

 

View this post on Instagram

 

A post shared by Kajal Hindustani (@kajalshingalahindustani) on

જ્યારે કાજલે ખુલ્લીને ઈન્ટરનેટ પર પોતાની વાત લખવાની શરૂ કરી તો તેમના ઘણા જુના સહપાઠીઑ અને સાથીઑ એ કાજલનો સાથ છોડી દીધો કારણ કે તે લોકો કાજલનાં વિચારોથી સહમત ન હતા. તેમને ન તો ફરી ક્યારેય કાજલે સંપર્ક કર્યો અને ન તેમને કાજલનો. પરંતુ કાજલનાં પતિદેવ જ્વલંત સિંઘલા, તેના સાસુ-સસરા અને દેર-દેરાણી એ કાજલનો પૂરો સાથ-સહકાર આપ્યો અને તેને બિલકુલ સાચી માની.

સત્યનું દામન ક્યારેય ન છોડ્યું

 

View this post on Instagram

 

A post shared by Kajal Hindustani (@kajalshingalahindustani) on

જ્યારે કાજલે લખવાનું શરૂ કર્યુ તો દરેક વર્ગનાં અમુક લોકો એ કાજલ અને તેના પતિદેવને ધમકાવવાનું શરૂ કરી દીધુ અને ડરાવ્યા પરંતુ કાજલે ક્યારેય ગભરાઈને સત્યનો સાથ આપવાનું બંધ ન કર્યુ. કાજલને મેસેંજર અને ફોન પર ઘણા લોકો એ ધમકાવી પરંતુ જ્યારે લોકોને લાગ્યું કે ધમકાવવાથી આ ડરવાની નથી તો તેમને ધમકાવવાની છોડી દીધું.

કાજલ ગુજરાતનાં જામનગરમાં પોતાના પરિવાર સાથે રહે છે પરંતુ કામને કારણે તેમનું અમદાવાદ આવાગમન ચાલુ રહે છે. કાજલે ધમકીઓ આજ પણ મળે છે પરંતુ એટલી નહિ જેટલી કે પહેલા આવતી હતી. કાજલને લાગે છે કે બીજા લોકો એ ખુલ્લીને પોતાની વાત અને વિચાર નિડરતાથી દુનિયા સામે રાખવા જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Kajal Hindustani (@kajalshingalahindustani) on

અમુક લોકોને લાગતું હતું કે કાજલ મુસ્લિમ વિરોધી છે પરંતુ કાજલ આ વાતને છેડેથી ખારીજ કરે છે, તેમના અનુસાર મુસ્લિમ સમુદાયનાં લોકો હવે આ વાતને સમજવા લાગ્યા છે કે તેમને આજ સુધી ઠગવામાં આવ્યા પરંતુ હવે તે પહેલાથી ઘણા વધારે જાગૃત થઈ ગયા છે અને પોતાના અધિકારોને સમજવા લાગ્યા છે.

કાજલ ઇચ્છે છે કે લોકો નાત-જાતનાં સંકીર્ણ વિચારસરણીથી ઉપર ઉઠીને સોનેરી રાષ્ટ્રનાં નિર્માણ માટે કાર્ય કરે. પોતાના રાજનૈતિક હિતોને કારણે રાજનેતા વિભિન્ન સમુદાયનાં લોકોને અંદરોઅંદર લડાવવા ઈચ્છે છે, પરંતુ લોકોએ સમજદારીથી કામ લેવું જોઈએ અને આ બધાથી બચવું જોઈએ.

કાજલ ભાજપનું સમર્થન એટલે કરે છે કારણ કે તેને લાગે છે કે તેમની વિચારસરણી ભાજપની વિચારસરણી સાથે ખૂબ હળતી-મળતી છે. કાજલે લોકપ્રિયતા માટે કે કોઈ પુરસ્કાર મેળવવા માટે ક્યારેય પોતાની વાત નથી રાખી, જ્યારે તેમને પોતાની વાત કહેવાની શરૂ કરી તો દેશપ્રેમથી ઑતપ્રોત થઈને કરી ન તો કોઈ બીજા કારણથી. આ વાતથી કાજલ ખૂબ વ્યથિત થાય છે કે ભારતમાં શિર્ષ સંસ્થાનોનાં વિધાર્થીઓને દેશની વિરુદ્ધ ભડકાવવામાં આવે છે અને તેમને ભારત-વિરુદ્ધની ઘુટી પીવડાવવામાં આવે છે, તેમના અનુસાર આપણે આ વિચાર અને આ વ્યવસ્થાને બદલવી પડશે, જેથી દેશમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં આવી શકે.

કાજલને લાગે છે કે ભવિષ્યમાં તેને કોઈ પદ કે જવાબદારી સોંપવામાં આવે તો તે તેને રાષ્ટ્ર હિતમાં જરૂરથી સ્વિકારશે. ભારતમાં પરિવર્તન આવશે જ્યારે માતા-પિતા પોતાના બાળકોને દેશ, ભાષા અને સંસ્કૃતિથી પ્રેમ કરતા શિખવાડશે. અંધાધૂંધ પાશ્ચાત્યકરણ ભારતને નુક્સાન પહોંચાડી રહ્યું છે. કારણ કે કાજલને બાળપણથી જ પ્રખર રાષ્ટ્રવાદની શિક્ષા મળી છે એટલે કોઈ આમનું બ્રેનવોશ કરી જ ન શકે, પરંતુ કોઈપણ હાલતમાં જાગૃત દેશવાસીઑને યુવાપેઢીને રસ્તો ભટકવાથી બચાવવા છે. જો દેશનાં લોકો પોતાના બાળકને સાચી શિક્ષા નહિ આપે તો કોઈ બીજું આવીને તેનું બ્રેનવોશ કરી દેશે.

દેશનાં નેતાઑ એ પણ એ જ ભાષામાં પોતાની વાત રાખવી જોઈએ જે ભારતનાં લોકોની પોતાની ભાષા છે, ભારતમાં વિદેશી સંસ્કૃતિ અને ભાષાનાં પ્રચાર પ્રસારથી ભારતને હાનિ થશે. આપણે એવા નેતાનો ચુનાવ જ કરવો જોઈએ જે ભારતીય સંસ્કૃતિથી જોડાયેલો વ્યકિત છે. સંસદમાં નેતા હિંદીમાં ભાષણ કેમ નથી આપતા, જ્યારે કે વોટ માંગતા સમયે આ લોકો હિંદીમાં જ વોટ માંગે છે?

કાજલને અનુસાર, “સત્ય તો ઘણા લોકો બોલે છે, પરંતુ હું પુખ્તા પ્રમાણ સાથે કડવું સત્ય બોલુ છું. જ્યારે પણ લોકો બેબાકીથી પોતાની વાત રાખે છે તો તેના પર સામ્પ્રદાયિક હોવાનું લેબલ ચોંટાડી દેવામાં આવે છે, જ્યારે કે મે હમેંશા સંતુલિત વાત કરી છે. સાધ્વી પ્રજ્ઞાને અમાનવીય યાતનાઓ આપવામા આવી તો કોઈપણ માનવાધિકાર સમૂહે કે ફેમિનિસ્ટે તેમના સમર્થનમાં કંઈ ન કહ્યું, પરંતુ જ્યારે અજમલ કસાબ જેવા આતંકવાદીને જેલ થઈ તો દેશનાં ઘણા તથાકથિત સેકુલરવાદી તેના પક્ષમાં આવીને બોલવા લાગ્યા.

આપણા દેશનાં લોકો એ પોતાની માનસિકતા બદલવી પડશે. ભારત જ એક એવો દેશ છે જ્યાંનાં ઘણા કમ્યુનિસ્ટ દેશની વિરુદ્ધ બોલે છે જ્યારે અન્ય દેશોનાં કમ્યુનિસ્ટ પોતાના દેશોને પ્રતિ દેશભક્ત છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકોને હમેંશા વિદેશીઑની ગુલામી રાસ આવે છે, અને પોતાના ખુદનાં દેશનાં લોકો અને સંસ્કૃતિને તે ખોટી જ માને છે.

કાજલથી જોડાઈ

 

View this post on Instagram

 

A post shared by Kajal Hindustani (@kajalshingalahindustani) on

બની શકે છે કે તમે કાજલનાં વિચારો સાથે સહમત ન હોય, કે એમની અમુક વાતો તમને ખટકતી હોય પરંતુ આ વાતને બિલકુલ પણ નજરઅંદાજ નથી કરવામાં આવી શકતી કે કાજલ પોતાના સાહસ અને દ્રઢ-નિશ્ચયથી લોકો સુધી પહોંચવામાં સફળ રહી છે.

કાજલ હિંદુસ્તાન, હિંદુત્વ અને ભારતીય રાજનિતીનું સટીક આંકલન કરે છે અને તેઑએ લગભગ ૨૦ વર્ષનાં સંઘર્ષ બાદ એક મોટો મકામ મેળવ્યો છે અને એવું યોગદાન આપ્યું છે જે ન ફક્ત સમાજ અને લોકોને બદલશે પરંતુ આવી અનેક બીજી પ્રતિભાઑને પણ સામે લાવશે જે કાજલની માફક પોતાની વાત ગૌરવ અને હિમ્મ્ત સાથે દેશવાસીઑની સામે રાખશે. કાજલ એક વ્યકિત કે વ્યક્તિત્વ જ નહિ પરંતુ એક વિચારનું નામ છે જે આપણામાંથી ઘણામાં જીવિત છે પરંતુ પોતાને કોઇને કોઈ કારણવશ અભિવ્યક્ત નથી કરી શકતી. પ્રણામ છે કાજલ હિંદુસ્તાનીને જે રાષ્ટ્રનું ચિંતન કરે છે અને રાષ્ટ્રને સર્વોપરી રાખીને પોતાની વાત કહે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોલો કરી :

સોશિયલ મિડિયા પર કાજલ હિંદુસ્તાનીની પોપ્યુલીરીટી વધતી જઈ રહી છે, સોશિયલ મિડિયા પર કાજલ હિંદુસ્તાની અફઝલ ગેંગ અને વામપંથી મિડિયા-ગેંગની જામીને ધોલાઈ કરે છે, મોદી વિરોધીઑનાં દરેક જુઠાણાનો ઈલાજ કાજલ હિંદુસ્તાની પાસે હોય છે અને તે ખૂબ જ બેબાકીથી તથ્યો સાથે સોશિયલ મિડિયા પર વિરોધિઑનાં જુઠાણાનો પર્દાફાશ કરે છે, આજ કાજલ હિંદુસ્તાનીને Womans Day પર વિશેષ ઈનામ મળ્યું છે.

જી હા, કાજલ હિંદુસ્તાનીને ટ્વિટર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોલો કરી છે તે પણ Womens Day ને દિવસે. કાજલ હિંદુસ્તાની એ પોતે જ આ વિશેષ સમાચાર ટ્વિટર પર શેયર કર્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ધન્યવાદ કહ્યા છે.

તેમને કહ્યું- આજ મને Womens Day પર આપણા દેશના પ્રધાનસેવક નરેન્દ્ર મોદીજીનાં ટ્વિટર પર ફોલો બેક રૂપી આશિર્વાદ અને સમ્માન મળ્યા. થેંક યૂ મોદીજી, International Womens Day પર આનાથી મોટો ઉપહાર બીજો કોઈ હોઈ જ ન શકે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ