ભૂલથી પણ બીજાને ન આપવી આ વસ્તુઓ ઉધાર, આ ૬ વસ્તુઓ ઉધાર આપવાથી આવે છે કંગાળ

વાસ્તુ શાસ્ત્ર ખૂબ મોટું છે અને તેમાં ઘણીબધી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યકિત વાસ્તુ સંબંધિત નિયમોનું પાલન કરે છે તેમના ઘરે ખુશીઓ રહે છે જ્યારે કે જ્યાં આ માનવામાં નથી આવતું ત્યાં દુ:ખોનું પુર આવતા વાર નથી લાગતી. ઘણીવાર વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર અંદરોઅંદર જોડાયેલા પણ હોય છે. જ્યોતિષવિદ્યાનું માનીએ તો દરેક વ્યકિત અને વસ્તુની અંદર પોતાની અલગ સકારાત્મક કે નકારાત્મક ઉર્જા વિધમાન રહે છે.

આ વાતને લઈને વાસ્તુનું કહેવું છે કે જો તમે બીજા વ્યકિત સાથે અમુક વિશેષ ચીજોનું આદાનપ્રદાન કરો છો તો તેની નકારાત્મક ઉર્જા પણ તમારી અંદર આવી શકે છે. આ કારણે તમારું દુર્ભાગ્ય શરૂ થઈ શકે છે. આ જ વાતને ધ્યાનમાં રાખતા આજ અમે તમને અમુક એવી વસ્તુનાં નામ જણાવવા જઈ રહ્યા છીએ જેને તમારે બીજાને ઉધાર આપવાથી કોઈપણ હાલમાં બચવું જોઈએ .

કાંદા-લસણ વાસ્તુનું માનીએ તો સાંજનાં સમયે તમારે ઘરની બહારનાં વ્યકિતને કાંદા અને લસણ જેવી વસ્તુ ઉધાર આપવાથી બચવું જોઈએ . આને અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરની બરકત ઓછી થાય છે, જેની સીધી અસર તમારી આર્થિક સ્થિત પર પડે છે. એટલે આ ઉધાર આપવું પણ પડે તો દિવસનાં સમયે જ આપવું.

રૂમાલ અમુક લોકોની આદત હોય છે કે તેઓ બીજાનો રૂમાલ પણ શેયર કરી લેતા હોય છે. આમ કરવું ન માત્ર તમારા સ્વાસ્થય માટે હાનિકારક થઈ શકે છે પરંતુ વાસ્તુ અનુસાર તેનાથી તમારે ધનની હાનિ પણ ઉઠાવવી પડી શકે છે. એટલે પોતાનો રૂમાલ કોઈને ન આપવો અને ન તો બીજાનો લેવો.

પૈસા પૈસા એ ક એ વી વસ્તુ છે જે સૌથી વધારે લોકો પાસે ઉધાર માંગવામાં આવે છે. કોઈ જરૂરિયાતમંદને પૈસા આપીને તેની મદદ કરવામાં કંઈ ખરાબી નથી. જોકે વાસ્તુ મુજબ તમારે સૂર્યાસ્ત બાદ કોઈને પૈસા ઉધાર ન આપવા જોઈએ . આવું કરવાથી ધનનાં દેવી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે.

ઘરેણા મહિલાઓ મોટાભાગર એ કબીજાનાં ઘરેણા ઉધાર માંગી પહેરતા રહે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તેમને પોતાના ડ્રેસનું મેચિંગ કંઈ જોઈતું હોય. વાસ્તુને અનુસાર ઘરેણા ઉધાર લઈ પહેરવાથી તમારા પર ગ્રહોની ખરાબ દશા પડી શકે છે. એ ટલે આમ કરવાથી તમારે બચવું જોઈએ .

પેન પૈન જેવી વસ્તુ લોકો અવારનવાર સાથે રાખવાનું ભૂલી જતા હોય છે. આ સ્થિતિમાં તે બીજા પાસે આ માંગે છે. હવે પેન માંગવામાં તો કોઈ ખરાબી નથી પરંતુ જો તમે ઉધાર લીધેલી પેન પરત નથી આપતા તો તમારે તકલીફનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુ કહે છે કે માંગીને લેવામાં આવેલી પેન પરત ન આપવાથી તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

ઘડિયાલ આપણે હમેંશા પોતાની જ ઘડિયાલ પહેરવી જોઈએ . ક્યારેય પણ કોઈ બીજાની ઘડિયાલ માંગીને ન પહેરવી. તેનું કારણ એ છે કે વાસ્તુને અનુસાર ઘડિયાલ દરેક વ્યકિતનાં સારા કે ખરાબ સમયનું પ્રતિક હોય છે. બીજા પાસે માંગીને આ પહેરવાથી તેની સકારાત્મક કે પછી નકારાત્મક ઉર્જા આપણી અંદર આવી શકે છે. એ ટલે તેનાથી થનાર દુર્ભાગ્યનું જોખમ ન લેવું.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ