સુરતમાં ફરી એ કવાર ઈમાનદારી સાર્થક કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જેની અંદર એક નોકરીયાત વર્ગનાં યુવાનને રસ્તા પર પડેલા ડસ્ટબીન પાસેથી મળેલા દસ લાખ રૂપિયા મૂળ માલિકને પરત કર્યા હતા.જેના ફળ સ્વરૂપ મુળ માલિકે આ યુવાનને ૨ લાખ રૂપિયા ઈનામ સ્વરૂપે ભેટ આપ્યા હતા.
પૈસા જોતા તે તરત તેના શોરૂમ પર પહોંચ્યા અને મેનેજરને આખી વાત અંગે જાણ કરી હતી. જોકે મેનેજરે કહ્યુ કે જેના રૂપિયા હશે તે લઈ જશે એમ કહી તેને આ રૂપિયાનું બંડલ ઘર પર મુકી આવવા જણાવ્યુ હતુ. દિલીપે આ બાબત અંગે તેના પાડોશીઅોને પણ જાણ કરી હતી કે તેને દસ લાખ રૂપિયા મળ્યા છે. લોકોએ તેને પોલીસ સ્ટેશને જઈ રૂપિયા આપી આવવા કહ્યુ હતુ. જો કે તેની હિમ્મત થઇ નહોતી.