સૌથી મોટા સાયબર એટેકનો ભય, 1 અબજ કરતા વધુ વપરાશકર્તાઓના ડેટા જોખમમાં છે.

સૌથી મોટા સાયબર એટેકનો ભય, 1 અબજ કરતા વધુ વપરાશકર્તાઓના ડેટા જોખમમાં છે.

હાલના સમયમાં તમે થોડા જાગૃત નહિ બનો તો તમે પણ હેકર્સનો ભોગ બની શકો છો. એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને ટેબ્લેટ વપરાશકારોના ડેટા પર ફરીથી હેકિંગનું મોટું જોખમ છે. આ સાયબર એટેકથી હેકર્સ 100 કરોડથી વધુ વપરાશકારોને શિકાર બનાવી શકે છે. જે કંપનીઓને ડિવાઇસ પર હેકિંગનું સૌથી વધુ જોખમ છે તેમાં સેમસંગ, ગૂગલ, સોની, એલજી અને મોટોરોલા શામેલ છે. જો તમે થોડી તકેદારી નહિ રાખો તો જરૂરથી તને હેકર્સના ભોગ બની શકો છો. આ હેકરથી બચવા માટે તમારે થોડી તકેદારી રાખવી પડશે જે અમે તમને આ લેખમાં જણાવીશું.

image source

સ્માર્ટફોન યુઝર્સ માટે મોટો ખતરો આવી ગયો છે. સાયબર સિક્યુરિટી ફર્મએ કહ્યું છે કે 100 કરોડથી વધુ એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને ટેબ્લેટ વપરાશકારોના અંગત ડેટા પર મોટો સાયબર એટેકનો ભય છે. ધ સનનાં એક અહેવાલ મુજબ તપાસમાં બહાર આવ્યું છે કે ગૂગલ હવે દર પાંચમાંથી બે એન્ડ્રોઇડ સ્માર્ટફોનને જરૂરી સુરક્ષા અપડેટ્સ પ્રદાન કરતું નથી. આમ કરવામાં નિષ્ફળતાથી વપરાશકર્તાઓના ડેટા ચોરી અને અન્ય માલવેર હુમલાઓનું જોખમ વધ્યું છે.

કેટલીક કંપનીના સ્માર્ટફોનને લેબમાં ચેક કર્યો.

સંશોધનકારોએ જણાવ્યું હતું કે ગૂગલ, એન્ડ્રોઇડ ઉપકરણોને હેકરોથી બચાવવા માટે સમય-સમય પર સુરક્ષા અપડેટ્સ પ્રદાન કરતું રહે છે, પરંતુ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર જરૂરી અપડેટ્સ પહોંચતા નથી. આ વપરાશકર્તાઓ માટે એક એલાર્મ બેલ છે. લેબમાં કેટલાક એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને ટેબ્લેટ્સ તપાસ્યા અને જાણવા મળ્યું કે તેઓ સરળતાથી હેક થઈ શકે છે.

દુનિયાની કેટલીક લોકપ્રિય કંપનીઓના ઉપકરણો પણ સલામત નથી

image source

જે કંપનીઓના જૂના ઉપકરણો આમાં હતા તેમાં ગૂગલ, એલજી, મોટોરોલા, સેમસંગ અને સોની શામેલ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ જૂની ઉપકરણો હજી પણ ખરીદી માટે ઉપલબ્ધ છે. સંશોધનકારોએ જણાવ્યું હતું કે જે વપરાશકર્તાઓ હજી પણ 2012 માં શરૂઆતમાં અથવા તે પહેલા લોંચ કરેલા એન્ડ્રોઇડ ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે તેમના માટે સાયબર એટેકનું જોખમ સૌથી વધુ છે.

અપડેટ્સ ન મળવાના કારણે ફોન લાઇફમાં ઘટાડો થયો.

image source

કોમ્પ્યુટીંગ એડિટર કેટ બેવેને કહ્યું, “તે ખૂબ જ ચિંતાની વાત છે કે મોંઘા એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સની શેલ્ફ લાઇફ ઓછી થઈ રહી છે કારણ કે તેઓને સિક્યુરિટી અપડેટ્સ મળતા નથી.” લાખો વપરાશકર્તાઓ વધુ જોખમમાં છે કારણ કે તેઓ કોઈપણ સમયે હેકિંગનો ભોગ બની શકે છે. ગૂગલ અને અન્ય ફોન ઉત્પાદકોએ સુરક્ષાને લઈને જરૂરી પગલાં ભરવા પડશે.

ગૂગલ અને મોટોરોલાએ શું કહ્યું.

image source

એન્ડ્રોઇડ યુઝર્સની સુરક્ષા અંગેના સવાલના જવાબમાં ગૂગલે કહ્યું, ‘અમે દરરોજ એન્ડ્રોઇડ ડિવાઇસેસની સુરક્ષા સુધારવા માટે કામ કરી રહ્યા છીએ. અમે દર મહિને જરૂરી સુરક્ષા અપડેટ્સ અને અન્ય સુરક્ષા ઉપકરણોને લંબાવીએ છીએ. આ સાથે, અમે એન્ડ્રોઇડ વપરાશકર્તાઓના ઉપકરણ અનુભવને ઝડપી અને સલામત બનાવવા માટે હાર્ડવેર અને વાહક ભાગીદારો સાથે પણ કામ કરી રહ્યાં છીએ. ‘તે જ સમયે, મોટોરોલાએ કહ્યું કે તે વપરાશકર્તાઓના ડેટાની સલામતીનો પ્રશ્ન હોવાને કારણે વિલંબ કર્યા વિના તેના ઉપકરણો પર ગૂગલના સૂચવેલ સુરક્ષા અપડેટ્સ લાવવા માટે પ્રતિબદ્ધ છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ