આ રીતે મીઠા લીમડાથી ઘટાડી દો તમારું વજન સડસડાટ

મીઠા લીમડાના ગુણ

નાની ઉંમરમાં વધારે વજન અને વાળ ખરવાની સમસ્યા માંથી છુટકારો મેળવવવા માટે લોકો ખૂબ જ ખર્ચા કરે છે. ક્યાંકને ક્યાંક આમ થવા પાછળ આપણી ખરાબ લાઇફસ્ટાઇલ જ જવાબદાર હોય છે. આ પ્રકારની સમસ્યાઓને નિયંત્રણમાં લાવવા માટે જે ફોર્મ્યુલા છે તે આપના કિચનમાં જ છુપાયેલા છે. કેટલાક હેલ્થ એક્સપર્ટ્સ મુજબ મીઠા લીમડાના કેટલાક એવા ફાયદાઓ વિશે જણાવે છે જે આપને આવી જ તકલીફોમાં રાહત અપાવી શકે છે.

image source

હેલ્થ એક્સપર્ટસનું કહેવું છે કે રોજ સવારે લગભગ ૩૦ મિનિટ સુધી મીઠા લીમડાના પાનને ચાવવા જોઈએ. આમ કરવાથી આપના શરીરના ઘણા ખરા રોગો દૂર થઈ શકે છે. હવે જાણીશું કે આ રીતે ૩૦ મિનિટ સુધી મીઠા લીમડાના પાન ચાવવાથી આપના શરીરને ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે.

વાળ ખરતા બંધ થઈ શકે છે.:

image source

મીઠા લીમડાના પાનમાં વિટામીન સી, ફોસ્ફરસ, આયર્ન, કેલ્શિયમ અને નિકોટીન એસિડ હોય છે. રોજ સવારે તાજા મીઠા લીમડાના પાન ચાવવાથી વાળના મૂળ મજબૂત થાય છે અને જલ્દી જ આપના વાળ ખરતા બંધ થઈ શકે છે.

આ સિવાય આપના વાળ થી જોડાયેલ ફંગલ ઇન્ફેક્શન અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓ પણ કોસો દૂર થઈ જાય છે.

ઝડપથી વજન ઘટે છે.:

image source

જો આપ નિયમિત રીતે મીઠા લીમડાના તાજા એક પાનને લગભગ ૩૦ મિનિટ સુધી ચાવીને ખાવામાં આવશે તો આપનું વજન પણ જલ્દી જ કંટ્રોલમાં આવી જશે. આ ના ફક્ત આપની પાચનશક્તિ સુધારે છે, ઉપરાંત ડિટોક્સિફિકેશન અને સારા કોલેસ્ટ્રોલ માટે પણ સારું છે.

સવારના સમયે તાજી હવાનો આનંદ લેતા આપ મીઠા લીમડાના પાનને રોજ લગભગ ૩૦ મિનિટ સુધી ચાવવા. ખરેખર માનીએ તો જોતજોતાંમાં જ આપનુ વજન ઝડપથી ઘટવા લાગશે.

ડાઈજેસ્ટિવ હેલ્થ:

image source

મીઠા લીમડાના પાન સવારે ખાલી પેટે ખાવાથી મેટાબોલિઝમ સિસ્ટમ પણ તંદુરસ્ત થાય છે. સવારના સમયે મીઠા લીમડાના પાન ખાવાથી ડાઈજેસ્ટિવ એન્ઝાઈમ ખતમ થાય છે જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

આ રોગ પણ થાય છે દૂર:

મીઠા લીમડાના પાન સવારે ખાવાથી સવારના સમયે મહેસુસ થતી નબળાઈ, જીવ મચલવો,ઊલટી જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે. મીઠા લીમડાના પાન આપની ડાઈજેસ્ટિવ સિસ્ટમને પણ બુસ્ટ કરે છે.

image source

આના સિવાય મીઠા લીમડાના પાન શરીરમાં આયર્ન અને ફોલિક એસિડની ઉણપને પણ પૂરી કરે છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં લગભગ ૭૧% મહિલાઓ એનીમિયાનો શિકાર છે.

image source

બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે પણ મીઠા લીમડાના પાન ખૂબ લાભકારક માનવામાં આવે છે. મીઠા લીમડાના પાનમાં રહેલ રહેલ ફાઈબર ઇન્સ્યુલિનપર સકારાત્મક પ્રભાવ નાખે છે જેનાથી બ્લડ-સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

image source

મીઠા લીમડાના પાનમાં કોલેસ્ટ્રોલ લેવલને પણ નિયંત્રણ કરવામાં મદદગાર માનવામાં આવે છે. મીઠા લીમડાના પાનને ખાવાથી હ્રદય રોગથી જોડાયેલ સમસ્યાઓ શરીરથી ખૂબ જ દૂર રહે છે.

image source

મીઠા લીમડાના પાનમાં એંટીઓક્સિડન્ટ, એંટીબેક્ટેરિયલ અને એંટીફંગલ ગુણ મળી આવે છે. મીઠા લીમડાના પાનના સેવનથી ત્વચા સંબંધિત કેટલીક સમસ્યાઓને પણ દૂર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ