જીવનમાં હતાશા, નિરાશા અને નિષ્ફળતા ને પચાવી હસતાં રહેવાની ચાવી, તમે તો અપનાવો અને તમે જેને હસતાં જોવા માંગો છો તેને પણ શેર કરો…

બોલીવુડનાં કાકા કહેવાતા એવા સ્વ. રાજેશ ખન્ના સાહેબે તેમની આનંદ ફિલ્મમાં જીવનને લગતી મહત્વની વાતો સુંદરતાથી દર્શાવી હતી. તેમની એ ફિલ્મનો આ ડાયલૉગ ‘બાબુમોશાય… જિંદગી બડી હોની ચાહિયે લંબી નહીં’ ખૂબ જ ફેમસ થયો હતો. જેનો ભાવર્થ ફક્ત એટલો જ છે કે તમે જીવન કેટલું લાંબુ જીવ્યા એ મહત્વનું નથી, પણ જીવનમાં એવું તો શું કર્યું જેનાથી તમને એવું લાગે કે જીવન ઉદારતાથી જીવ્યાં . આમ તો જીવનની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી, તેથી લાઈફમાં જ્યારે જે કરવાનો મોકો મળે ત્યારે તે કામ કરી લેવું. પછી એવું ન થાય કે ઘરડાં થઈએ ત્યારે પસ્તાવો થાય કે યાર કાશ મેં આ શીખી લીધું હોત કે મન ગમતું કંઈક કરી લીધું હોત તો કેટલું સારું હોત . સમય બહુ બળવાન છે કોઈને ખબર નથી હોતી કે ક્યારે શું થવાનું છે, ત્યારે જીવનની છેલ્લી ઘડીએ રિગ્રેટ થાય એના કરતાં તો થોડુક સમઝીને લાઈફ ખુશીથી ઇન્જૉઇ કરી લેવી.લાઈફમાં આમ તો ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જે કરવાની રહી જાય છે. પણ જો આપણે તેને કરવામાં નિષ્ફળ રહીએ છીએ ત્યારે દુખી થઈને આગળ વધવાનો પ્રયત્ન કરતાં રહીએ છીએ. નો ડાઉટ જીવનમા સુખ, દુખ, અપ્સ એન્ડ ડાઉન મૉમન્ટ, ઘરેલું કે ઓફિસની પ્રૉબ્લેમ કે પછી અન્ય કોઈ ટેન્શન અથવા જીવનમાં બધી જ મુશ્કેલીઓને બાજુમાં મુકીને  આગળ વધવું એ જ જીવન છે. લાઈફમાં એવા શોખ કે પછી એવી પ્રવૃતિઓ જેમને પૂરા કરવાનાં રહી ગયા છે તે અંગે તમને જણાવવાં ઈચ્છીએ છીએ, જો સમય મળે તો આટલી વસ્તુઓ જીવનમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરજો નહીં તો છેલ્લે રીગ્રેટ કર્યા સિવાય કંઈ જ નહીં રહે.

ચાન્સ હતો પણ ક્યાંય ફરવા ન ગયા

લાઈફમાં જન્મથી વૃદ્ધાવસ્થા અને મૃત્યુ સુધીનાં દરેક સ્ટેજ ઇમ્પૉર્ટન્ટ હોય છે. પણ જો લગ્ન પહેલાં તમને ક્યાંય ટ્રિપ પર જવા માટે ચાન્સ મળે તો તરત જ જતા રહે જો, કારણ કે લગ્ન પછી કે પહેલા ફેમિલી સાથે ફરવા જવાનો મોકો મળશે પણ ત્યારે તમારે તેટલી મજા નહીં આવે જેટલી એકલા ફરવાની આવશે. બીજું મેઈન રીઝન એ છે કે જીવનમાં એક સમય એવો આવશે કે ટ્રિપમાં ફરવા જવા માટે ઉંમર સાથ નહીં આપે. તેથી સમય મળે તો એકલા ટ્રિપ પર જવાનું અચૂકથી રાખજો.

માતૃ ભાષા સિવાય અન્ય લૅંગ્વિજ શીખવી

જીવનમાં એકથી વધારે જો ભાષા આવડતી હશે તો તે મારા નૉલિજમાં વધારો જ કરે છે. નાનપણમાં જ્યારે સ્કૂલમાં માતૃ ભાષા સિવાય જે એકસ્ટ્રા ભાષા શીખવવામાં આવતી હોય છે, તેનું પૂરે પૂરુ જ્ઞાન મેળવી લેવું જોઈએ. તે એક લૅંગ્વિજ તમને સંપૂર્ણાતાથી આવડતી હશે તો તમારા માટે જ સારું રહેશે, કારણ કે જીવનમાં કંઈ પણ શીખેલું ક્યારેય વ્યર્થ નથી જતું.

– આપણાં બધાનાં કોઈને કોઈ ફેવરિટ મ્યૂજ઼િશન તો હશે જ જેમનાં ગીતોને ખૂબ પસંદ કરતાં હોઈએ છીએ. જો તક મળે અને તમારા ફેવરિટ મ્યૂજ઼િશનને ફેસ ટુ ફેસ મળવાનો કે પછી તેમને સાંભળવાનો મોકો મળે તો આ ચાન્સને હાથથી જવા દેતા નહીં. શું ખબર આવો મોકો ફરી મળે કે ન મળે.

– જો કોઈ વસ્તુ ટ્રાય કરવાનો ડર લાગતો હોય તો ડરને ભૂલીને તે કામ કર જો. તે સમયે ભયનાં કારણે તમે મનને ગમતી વસ્તુને જવા દેશો તો પાછળથી એક જ વિચાર આવશે કે પેલુ કરી લીધું હોત તો કેટલી મજા આવત અને તેમાં ડરવા જેવું કંઈ ખાસ હતું પણ નહીં.પછી તે કોઈ અડ્વેન્ચર સ્પોર્ટ હોય કે પહાડ ચઢવાનો અથવા તો અન્ય કોઈ વસ્તુ જે તમને ટ્રાય કરવું હોય પણ ડરનાં લીધે નથી કરી શક્તા. યાદ રાખ જો ડર થોડાંક જ સમયનો મહેમાન હોય છે અને તેને ભૂલીને કરેલાં કામ લાઈફ ટાઈમ માટે એક બ્યૂટિફૂલ એક્સપિરિયન્સ બની જાય છે.

શરીરને પ્રાથમિક અગ્રતા આપવી

જ્યારે વૃદ્ધાવસ્થામાં પ્રવેશશો તો ત્યારે પોતાનું વધેલું વજન નૂકશાન પહોંચાડશે, તો તેવા સમયે એક જ વિચાર આવશે કે જુવાનીમાં કસરત કે પછી જિમમાં પરસેવો વહાવીને વજનને મેન્ટેન રાખ્યું હોત તો આજે આટલી બધી તકલીફ ન પડત. બસ એટલી જ વાત છે કે બિઝિ લાઈફ માંથી થોડો સમય કાઢીને હેલ્થી લાઈફ જીવો.

– ઘણાં બધા લોકો પોતાનાં કામને કોઈ કારણોસર પસંદ નથી કરતાં. મનમાં એવું પણ થતું હોય છે કે જેતે નોકરી કે  ઘંઘાને છોડી દેવું છે પણ પાછળથી ખર્ચાની મોટી લિસ્ટ આંખોની સામે આવી જતી હોય છે. જેને કારણે મન મારીને તે કામને આખી લાઈફ કરતાં રહીએ છીએ. આખી જીંદગી મન મારીને કામ કરવા કરતા એકવાર પોતાનાં મનની વાત સાંભળીને  અને પોતાનાં પર વિશ્વાસ રાખીને કામ કરીને જુઓ. આમ કરવાથી થોડો ટાઈમ તકલીફ પડશે ખરી પણ એક દિવસ સફળતા જરુરથી મળશે.

– પરિક્ષામાં મળેલાં માર્કસ જીવનમાં ખૂબ જ ઈફેક્ટ કરે છે. ભણવામાં રસ ન હોવાનાં કારણે હંમેશા ઓછા નંબર આવતાં હશે તો જીવનમાં અમૂક લોકોને તેનું ખરાબ પરિણામ ભોગવવું પડતું હોય છે. આમ તો જે લોકો એક્ઝામમાં વધારે માર્કસ ન લાવી શક્યા હોય તેવા લોકો જીવનમાં ખૂબ તરક્કીતો કરી લેતા હોય છે પણ તેમને પણ મનમાં થતું જ હશે કે નાનપણમાં સરખી રીતે ભણી લીધું હોત તો વધારે સારું હોત.

– ભગવાને બધાને એક જેવા નથી બનાવ્યાં એટલે કોઈ સુંદર કે અટ્રૅક્ટિવ દેખાતું હોય તો તેનાથી ઈર્ષા રાખવાથી કંઈ નથી મળવાનું. તમે જેવા દેખાવ છો એવા જ રુપમાં પોતાને પસંદ કરો. તેનાથી તમારો કૉન્ફિડન્સ વધશે અને જીવનમાં જે પણ કાર્ય કરી રહ્યાં હશો તેનામાં ફાયદો પણ થશે અન સૌથી અગત્યનું તમે ખુશ રહશો.

–  જીવનમાં એવો પણ સમય આવશે કે જયારે કોઈ તમારી સાથે નહીં ઉભું હોય ત્યારે તમે એકલા જ પોતાને સાથ આપનાર હશો. દુનિયામાં સૌથી પહેલાં તમારે જ તમારો સાથ આપવાનો રહેશે. 

ક્યારેય પણ અન્યાય સહન ન કરો. જો ક્યાય પણ કોઈની પણ સાથે અન્યાય થતો જોવા મળે તો તેને અટકવો અથવા તેમની હેલ્પ કરો. ભલે તમે એક સમયે પાર્ટીમાં ઓછું જ જો પણ જ્યાં તમને લાગે કે કોઈને તમારી જરૂર છે ત્યાં અચૂક પહોંચજો.

– જેને પ્રેમ કરો છો તેમને I LOVE YOU કહેવામાં સંકોચાશો નહીં. જે વ્યક્તિને પ્રેમ કરો છો તેને પોતનાં મનની વાત કહી દેવી સારી હોય છે. અમૂક વખતે રાઈટ ટાઈમે વાત ન કહેવાનાં કારણે તે વ્યક્તિ આપણાથી દુર જતી રહે છે અને  પછી પ્રેમ ક્યારેય પાછો નથી આવતો. પછી આખી  જિંદગી મનમાં આ વાતનો મલાલ રહી જતો હોય છે. લાઈફ ટાઈમ મન ઉપર આ બોઝો રાખીને પસ્તાઈએ તેનાં કરતાં પોતાનાં મનની વાતને ગમતી વ્યક્તિને કહિ દેવી જોઈએ.

– આપણે ઘણાં બધા લોકો સલાહ લેવાનું પસંદ નથી કરતાં, તેમાં પણ ખાસ કરીને માતા-પિતાની, પરંતુ હકિકત એ છે કે આપણને સૌથી સારી અને બેસ્ટ અડ્વાઇસ એ આપણાં માતા-પિતા જ આપતા હોય છે. તેઓ આપણાંથી મોટા તો છે જ અને આપણા કરતાં વધારે દુનિયા જોયેલી છે. આપણાં માતા-પિતા આપણને આપણાં કરતાં વધારે ઓળખતા હોય છે એટલે પછીથી પસ્તાવો થાય તેનાં કરતાં જ્યારે જે સલાહ સૂચન પૅરેન્ટસ દ્વારા આપવામાં આવે છે ત્યારે તેને માની લેવામાં જ આપણું હિત હોય છે.

– તમે ક્યારેય ધ્યાન આપ્યુ છે કે તમારી જ ઉંમરના બીજા લોકો લાઈફમાં અભ્યાસની સાથે સાથે બીજું શું કરી રહ્યા છે. જ્યારે તમે આ બધુ ઑબ્ઝર્વ કરશો ત્યારે તમને પોતાને લઈને નવાઈ લાગશે કે બધા કરતા હું કેટલો પાછળ છું ઓર એલ્સ લાઈફમાં ખાલી ટાઈમ પાસ જ કરી રહ્યો છું. એકવાર જરુરથી ટ્રાય કરજો નોટિસ કરવાનું કે તમે લાઈફમાં કેટલા પાછળ છો અથવા આગળ છો.

– તમે એટલા તો મેચ્યોર છો જ કે  લોકો તમારા માટે શું વિચારી રહ્યા છે તેને ઇગ્નોઅર કરીએ. તમે જે લાઈફમાં પોતાનાં પર ભરોસો રખીને કામ કરી રહ્યાં છો તેને આગળ વધારવા પર ધ્યાન આપો અને કોણ શું વિચારે છે તમારા માટે તેનાં ઉપર ધ્યાન ન આપવો જોઈએ.

– દુનિયામાં પોતાની આજુબાજુ લોકોની હેલ્ય કરતાં રહેવું જોઈએ, જે ખૂબ જ સારી વાત છે. અન્યનાં સપનાને સ્પૉર્ટ કરવું કે તેના માટે મદદ રુપ હોવું એ એકહદ સુધી સારું છે, પરંતુ આ વાત ત્યારે જ સારી લાગે છે જ્યારે તમે પહેલાં પોતાને મદદરુપ હોવ. તો બીજાને મદદ કરો પણ જ્યારે પોતાની વાત આવે ત્યારે પહેલાં સ્વયંને હેલ્પ કરો. થોડા સેલ્ફિશ થવામાં કઈ ખોટું નથી.

– જીવનમાં તકલીફો આવવાની જ  છે અને આપણી વ્યક્તિઓ સાથે મનમોટાવ થવાનાં જ છે. કોઈ પણ કારણસર આપણી અંગત વ્યક્તિ સાથે ઝઘડો થાય છે ત્યારે તે પ્રૉબ્લેમને જલદીથી સૉલ્વ કરવાનું  રાખો અને સામી વ્યક્તિની વાતોને મન પર લગાવીને ન રાખો. તમે જો લેટ ગો કરીને આગળ નથી વધતા તો તમારો જ નૂકશાન છે એટલે ખુલ્લા દિલથી અને પ્રેમથી જીવનને એન્જોય કરવાનું રાખો.

– ક્યારેય તમે પોતાનાં દાદા-દાદી કે નાના-નાની સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો છે? નથી કર્યો તો જરુરથી આખો એક દિવસ તેમની સાથે પસાર કરજો અને તેમની પાસેથી જીવન અંગેની ઘણી બધી ટિપ્સ શીખજો. તેઓ પણ તમારી સાથે જીવનનાં અસંખ્ય અનુભવો શેર કરશે જે તમને પણ ક્યાંકને ક્યાંક કામ લાગશે. તેમનાં મનની ઈચ્છાઓ પણ પૂરી કરવાનો પ્રયાસ કરજો, આમ કરવાથી તમને સારું તો લાગશે જ પણ તમારા કરતા તમારા ગ્રૅન્ડપેરન્ટ ખુશ થશે.

– જ્યારે માણસનાં જીવનની છેલ્લી ઘડી ચાલી રહી હોય છે ત્યારે તેને એક જ વસ્તુનો વિચાર આવતો હોય છે કે પરિવાર સાથે જો વધારે સમય પસાર કર્યો હોત તો સારું, પણ હવે શું કરી શકાય. આવાં ઇગ્ઝામ્પલથી તમે શીખજો કે જીવનમાં કામ થતું જ રહેશે પણ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવું વધારે જરુરી છે.

– જો તમને સમય મળે તો કિચનમાં જઈને મમ્મી પાસેથી કોઈ એક સારી ડિશ બનાવવાની અચૂકથી શીખજો. અમૂક વખતે કોઈ સ્પેશિયલ ડિશ બનાવીને બધાને શોક કરી દેજો અને પછી બધાની પાસેથી પોતાનાં વખાણ સાંભળીને તમે ખુશ થઇ જશો.

– લાઈફમાં હજારો નહીં પણ લાખો ટેન્શન હોય છે બધાને, પણ ચિંતા કરવાથી કોઈનું પણ ભલું નથી થયું. ચિંતા કરવાથી કોઈ કામ થતું નથી પણ ઉપરથી તે કામ બગડી જાય છે. ચિંતા છોડો અને શાંતિથી કામ કરવાનું રાખો.

–  જીવનમાં ક્યારેય સૉરી કે થૅંક યૂ કહેતા અચકાતા નહીં. કોઈ એ સારું કામ કર્યું હોય તો તેને અપ્રીશિએટ જરૂર કરજો.

શરુઆતમાં તમને કદાચ આ વસ્તુઓ કરવામાં તકલીફ પડશે પણ અંતે તો આ જીવન આપણને ભેટ સ્વરૂપ મળ્યું છે, તેને જેટલું નીખારશો તે એટલી જ સુંદર લાગશે. જો વાતો મનને ગમી હોય તો બીજા સાથે જરૂરથી શેર કરજો.

સંકલન – જલ્સા કરોને જેંતીલાલ ટીમ