ખાવા પીવામાં કરો આ વસ્તુઓને સામેલ અને આટલી વસ્તુઓ ખાતા પહેલા વિચારો, જુઓ પછી ચમત્કાર….નહી જવું પડે ક્યારેય ડોક્ટર પાસે …

આપણે બધા જ શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે યથાર્થ પ્રયત્નો કરતા હોઈએ છીએ. જીમ, યોગા, વૉકિંગ કે પછી જોગિંગ વગેરે કસરત કરતા હોઈએ છીએ અને સાથે સાથે એક સંતુલિત ડાયટ પણ લેતા હોઈએ છીએ. પણ શું તમને કોઈ એ જણાવ્યું છે કે આપણે દિવસ દરમિયાન જે કાંઈ પણ ખાતા હોઈએ છીએ તેને અમુક નક્કી કરેલા સમયે ખાઓ તો શરીર માટે લાભદાયી છે. હા, પણ જો અનિશ્ચિત સમયે અમુક ખાદ્ય સામગ્રીનું સેવન કરવામાં આવે તો શરીરને નુકસાન પહોંચતું હોય છે.

આપણા માટે આવશ્યક છે કે કયા ખાદ્ય પદાર્થ ખોટા સમયે ખાવાથી શરીરને હાની પહોંચે છે તેના વિશે જાણવું. જો તમને ન ખબર હોય તો ચિંતા ન કરો, આજે અમે તમને એવા ખોરાક વિશે માહિતી આપી રહ્યા છીએ જેથી તમે આ માહિતીને ધ્યાનમાં રાખીને સ્વસ્થ અને મસ્ત રહી શકો. તો વાંચતા રહો આગળ…

ભાત

ભાતમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે, જે કારણે રાતનાં સમયે ભાત ખાવાથી પેટમાં ભાર લાગતો હોય છે અને ઊંઘવામાં પણ તકલીફ પડતી હોય છે. આથી ડૉક્ટર અને ડાયટિશન રાતનાં સમયે ભાત, ખીચડી, પુલાવ એટલે કે ચોખાની બનેલ વાનગીઓ ખાવાની ના પાડતા હોય છે. હંમેશા ભાત બપોરનાં સમયે જ ખાવા, કારણ કે તે પચવામાં વધારે સમય લે છે અને બપોરનાં સમયે આપણી મેટૅબલિઝમ પણ ઝડપથી કામ કરે છે, જેથી ભાત સરળતાથી પચી જતો હોય છે.

દૂધ
શરીર માટે સૌથી શેષ્ઠ અને આરોગ્યવાળું પીળું એટલે દૂધ, કારણ કે દૂધમાં પ્રૉટિન અને અન્ય પૌષટિક તત્વો રહેલા હોય છે. સામાન્ય રીતે આપણે સવારે કે બપોરે દૂધ પીતા હોઈએ છીએ, સાચું ને? પણ તમને જાણીને અજીબ લાગશે કે સવારે કે બપોરે દૂધ પીવાની મનાઈ છે કારણ કે તેનાથી તમને આખો દિવસ સુસ્તી લાગતી હોય છે. રાત્રે સૂતા પહેલા દૂધ પીને સુઈ જવાથી એક તો સરસ ઊંઘ આવતી હોય છે અને શરીરને પણ આરામ મળે છે. ડૉક્ટર અને ડાયટિશનનું કહેવું છે કે દૂધ હંમેશા રાત્રે જ પીવું જોઈએ.

દહીં
જો તમે રાત્રે દહીં ખાતા હોવ તો આજથી જ બંધ કરી દેજો, કારણ કે રાતનાં સમયે દહીંનું સેવન કરવાથી શરીરમાં ગરમાશ ઉત્પન્ન થાય છે અને શક્ય છે કે તમને એસીડીટી અને અન્ય પાચન ક્રિયાને લગતી સમસ્યા થાય. આ સાથે શરદી, કફ અને મળને લગતી સમસ્યા પણ થઈ શકે છે. બપોરનાં સમયે એક વાટકી દહીં શરીર માટે ગુણકારી છે, કારણ કે તે પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે અને આંતરડાને પણ મજબૂત કરવામાં મદદરુપ થાય છે.

ગ્રીન ટી

અમુક જ લોકોને ખરેખર ગ્રીન ટી પીવી ગમે છે. જો તમને ગ્રીન ટી પીવી ન ગમતી હોય તો ધીમે-ધીમે તેનું સેવન શરુ કરો, કારણ કે તેનાથી આપણું મેટૅબલિઝમ સુધરે છે અને વજન ઉતારવામાં પણ મદદ મળે છે. પણ જો વહેલી સવારે તમે ગ્રીન ટી પીતા હોવ તો હવે એવું ન કરતા, તેનાથી તમને એસીડીટી અને ડિહાયડ્રેશન જેવી તકલીફ થઈ શકે છે. તમે દિવસ દરમિયાન ગમે તે સમયે ગ્રીન ટી પી શકો છો, ફક્ત વહેલી સવારે તેનાં સેવનને ટાળો.

સફરજન

કહેવાય છે કે દરરોજ જો તમે એક સફરન ખાઓ છો તો તમે ડૉક્ટર અને બીમારીઓથી દૂર રહો છો. સફરજનમાં મૂળ રુપે એસિડનું પ્રમાણ સારું હોય છે, જે રાતના સમયે ખાવાથી એસીડિટીની સમસ્યામાં વધારો કરે છે. તેથી સવારે કે બપોરે એક સફરજન તમારા શરીર માટે ઉત્તમ છે. બસ, સાંજ પછી સફરજનનાં સેવનને ટાળો.

કેળા

કેળા રાત્રે ખાવાથી શરદી, કફ અને મળની તકલીફ થતી હોય છે. તેમાં પણ જો ખાસ ખાલી પેટે કેળાનું સેવન કરવામાં આવે છે તો તેનાથી પેટને લગતી સમસ્યાઓ પણ ઉદ્ભવી શકે છે. કેળામાં ફાઈબર અને કેલશિયમનું પ્રમાણ વધારે હોય છે, જે પાચન શક્તિને સુધારે છે અને હાડકાને પણ મજબૂત બનાવે છે. કેળા રાતનાં સમયે ખાવા કરતા જો બપોરનાં સમયે ખાવામાં આવે તો દિવસ દરમિયાન શરીરમાં સ્ફૂર્તિ બની રહે છે.

વધુ મસાલાદાર

વધુ મસાલાદાર ખાવાનું કે મરચા વાળું ખાવું પણ રાતના સમયે શરીરમાં પિત્ત વધારવાનું કામ કરે છે. જયારે મરચા ને બીજી વસ્તુ સાથે મેળવીને ખાઈએ તો તે ખુબ જ ટેસ્ટી અને ફાયદાકારક હોય છે, પરંતુ વધારે પ્રમાણમાં મરચું મસાલા વાળું ભોજન ખુબ જ હાનીકારક હોય છે. પિત્ત સિવાય આતરડા અને મળને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે. રાત્રે શક્ય હોય એટલું ઓછા મસાલા વાળો ખોરાક લેવાની ટેવ પાળો.

મીઠાઈ

મોડી રાત્રે મીઠાઈ ખાવી પણ આરોગ્ય માટે સારું નથી ગણવામાં આવતું. મીઠાઈ ખાઈને સુઈ જવાથી દાત ખરાબ થઇ શકે છે અને ખાસ તો મોટાપો પણ વધે છે. મીઠાઈ કે પછી અન્ય ગળ્યા પદાર્થ સુતા સમયે લેવાનું ટાળું, કારણકે ગળ્યા પદાર્થ ખાંડથી બનેલા હોય છે, જે પચવામાં સમય લે છે અને શરીર ઉપર ખરાબ અસર કરે છે તે અલગ. એટલે જો રાત્રે જમ્યા બાદ જો ગળ્યું ખાવાનું મન થાય તો નાનો ગોળનો ટુકડો અથવા એક ચમચી મધ ખાઈ શકો છો.

ફાઈબર વાળા શાકભાજી

વધુ ફાઈબર યુક્ત ખાદ્ય પદાર્થ કે શાકભાજી  જેવા કે બ્રોકોલી, ડુંગળી, કોબી વગેરે નું સેવન રાતના સુતા પહેલા ન કરવું જોઈએ. આમ તો તેમાં જલ્દી ન પચવા વાળા ફાઈબર એટલે કે રેશા નું પ્રમાણ વધારે હોય છે, તેથી તમારું પેટ વધારે સમય સુધી ભરેલ હોય તેવું લાગશે. રાત્રે તે ખાવાથી પાચનતંત્ર માં ફાઈબર ની ગતી ખુબ ઓછી થાય છે અને તેના કારણે પેટ ફૂલવાની, ગેસ, અપચો થવા જેવી તકલીફ થઈ શકે છે.

ચોકલેટ

અમુક લોકોને રાતે સુતા પહેલા ડાર્ક ચોકલેટ ખાવાની આદત હોય છે, જે ખરેખર તો એક ખોટી જ ટેવ છે. ડાર્ક ચોકલેટમાં કેફીન અને અન્ય ઘણા એવા પદાર્થો હોય છે, જે હ્રદયની કામ કરવાની ક્ષમતામાં વધારો કરે છે. જેના લીધે પૂરતી ઊંઘ પણ નથી આવતી અને મગજમાં પણ શાંતી નથી રહી શકતી.

લેખ. સંકલન – જલ્સા કારોને જેંતિલાલ ટીમ