આ દેશમાં દારૂ પીને સાઇકલ ચલાવનારને પણ જવું પડે છે જેલ, વળી બંધુક ખરીદવી છે લોઢાનાં ચણા ચાવવા બરાબર

જાપાનના વિકાસમાં કેમેરા અને આધુનિકતાનો બહુમૂલ્ય ફાળો છે પરંતુ અહીંની સ્થાનિક પ્રજાની સુરક્ષા માટે આધુનિકતા જ સર્વસ્વ નથી પરંતુ તેના માટે અહીંની સરકારે બનાવેલા કડક કાયદાઓ પણ છે.

image source

અહીંના કડક કાયદાઓના કારણે જ વર્ષ 2018 માં ગ્લોબલ પીસ એટલે કે દુનિયાના સૌથી શાંત દેશોમાં જાપાનને નવમું સ્થાન મળ્યું હતું. આ લિસ્ટમાં આઇસલેન્ડ પ્રથમ સ્થાને રહ્યું હતું.

ડ્રગ્સ અને ગુન્હાખોરીને લગતી સંયુક્ત રાષ્ટ્રની એક રિપોર્ટ અનુસાર વર્ષ 2018 માં જાપાનમાં મર્ડરની ટકાવારી એક લાખે માત્ર 0.28 રહી હતી. આ માટે જાપાનની પોલીસના આધુનિક હથિયારો અને ઝીરો ટોલરેંસ પોલિસી જવાબદાર છે જેના કાયદાઓ લગભગ 200 વર્ષ પહેલાના છે. સ્થાનિક ભાષામાં તેને કોબેન કહેવામાં આવે છે.

image source

પોલિસી અનુસાર એક કોબેનમાં બે થી ત્રણ પોલીસકર્મીઓ હોય છે જેનું કામ લોકોને સુરક્ષિત રહેવાની માહિતી આપવાનું હોય છે. જો કોઈ નાગરિકની વસ્તુ ગમ થઇ જાય તો પણ તે પોતાની ફરિયાદ કોબેનમાં કરી શકે છે. જાપાનમાં આવા 6600 જેટલા કોબેન છે.

image source

જાપાનમાં ગુન્હાખોરી ઓછી હોવાનું એક અન્ય કારણ એ છે કે અહીં બંદૂકોનો ઉપયોગ સૌથી ઓછો કરવામાં આવે છે. વર્ષ 2017 માં જાપાનમાં બંધુક વડે કરવામાં આવેલા ગુન્હાઓની સંખ્યા માત્ર 22 હતી જેમાં ત્રણ બનાવમાં મૃત્યુ થયા હતા. આ જ સમયગાળા દરમિયાન અમેરિકામાં બંદૂકના ઉપયોગ વડે થયેલી ગુન્હાખોરીમાં 15612 મૃત્યુ થયા હતા. બંદૂકનો ઓછો ઉપયોગ ગુન્હાખોરી કેટલી ઘટાડી શકે તેનો આ ઉત્તમ દાખલો છે.

image source

એટલું જ નહિ અહીં દારૂ પી ને સાઇકલ ચલાવવી પણ કાયદાનો ભંગ ગણાય છે અને તેના માટે દંડ તથા જેલની સજા પણ થઇ શકે છે. ઉપરાંત હેડફોન સાથે સાઇકલ ચલાવવી, સાઇકલ ચલાવતા ફોનનો ઉપયોગ કરવો અને સાઇકલ ચલાવતી વખતે છત્રીનો ઉપયોગ પણ અહીં પ્રતિબંધિત છે. જાપાનના નાગરિકો પણ દેશના આ કાયદાઓનું ચુસ્તપણે પાલન કરે છે.

image source

અહીં કેટલાય ઘરો અને દુકાનોમાં ” કોડોમો 110 બૈન ઈન દ લે ” લખેલા સ્ટીકર જોવા મળે છે જેનો અર્થ એ કે જે બાળકોને કોઈ ભય હોય તેઓ આ જગ્યાને શેલ્ટર હોમ તરીકે ઉપયોગ કરી શકે છે. એ ઉપરાંત પ્રથામિક શિક્ષા પ્રાપ્ત કરતા જાપાની બાળકોને એક એલાર્મ પણ આપવામાં આવે છે જે તેઓ જયારે ભય લાગે ત્યારે વગાડી શકે છે.

1970 માં જયારે જાપાનમાં કારોની સંખ્યા વધવા લાગી ત્યારે અહીંની સરકારે રોડ સેફ્ટિનેં લઈને કડક કાયદાઓ અમલમાં મુક્યા અને અકસ્માત સર્જનાર વાહનચાલકોને મોટા દંડની જોગવાઈ કરી અને દારૂ પીને ગાડી ચલાવવા પર પણ જેલની સજાની જોગવાઈ કરવામાં આવી.

image source

જાપાનમાં જો કોઈને બંદૂક ખરીદવી હોય તો લાંબો સમય રાહ જોવી પડે છે. કારણ કે અહીં બંદૂક ખરીદનારને પહેલા એક દિવસનો ખાસ કોર્સ શીખવો પડે છે અને પરીક્ષા આપવી પડે છે ત્યારબાદ નિશાન લગાવવા માટેની ટ્રેનિંગ અપાય છે જેમાં 95 ટકા સચોટતા મેળવ્યા બાદ જ તે ઈતીર્ણ માનવામાં આવે છે.

image source

એટલું જ નહિ બંદૂક લેનારે માનસિક તાપસ અને એન્ટી ડોપિંગ ટેસ્ટ પણ આપવાનો રહે છે. અને છેલ્લે પોલીસ બંધુક ખરીદનારનો રેકોર્ડ તપાસે છે અને તેની પોલીસની અનુમતિ બાદ જ તેને બંદૂક આપવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ