પૈસાથી જોડાયેલી આ વાતો તમે પણ કરો તમારા પરિવાર સાથે, થશે એટલા લાભ કે ના પૂછો વાત

મોટાભાગના લોકો પોતાના પૈસા-રૂપિયાથી જોડાયેલી વાત પર ચર્ચા કરવાથી બચે છે.

image source

લોકો પોતાનું લક્ષ્યને પૂરું કરવા માટે એક બજેટ તો બનાવીને ચાલે છે પણ ખૂબ ઓછા લોકો પોતાના પરિવારને તેની યોગ્ય જાણકારી આપે છે.

પૈસા દરેક વ્યક્તિની જિંદગીનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે. એટલા માટે પોતાના પરિવાર સાથે આ વિષયમાં જરૂર વાતચીત કરો. હવે જાણીશું કે એક સારી ફાયનાન્શિયલ લાઈફ જીવવા માટે આપે શું કરવું જોઈએ. જે ઘણીવાર ખૂબ જરૂરી હોય છે.

પાર્ટનરને બજેટની જાણકારી આપો.:

image source

મહિનામાં આપને કેટલો ખર્ચ કરવાનો છે અને કેટલી બચત કરવાની છે તેના વિષે પૂરી જાણકારી આપ આપના પાર્ટનરની સાથે શેર કરો. આપના આમ કરવાથી આપના પાર્ટનરને પણ પોતાની જવાબદારીનો એહસાસ થશે અને આપની પર માનસિક દબાવમાં ઘટાડો થઈ શકે છે.

બચત કરવા પર ચર્ચા:

image source

બજેટ તૈયાર કર્યા પછી તેની પર કેવી રીતે અમલ કરવાનો છે અને કયા ખર્ચામાં ઘટાડો કરવાનો છે, આની પર પણ વાતચીત પોતાના ઘરના સભ્યો સાથે ચર્ચા કરો. પાર્ટનર અને બાળકોની સાથે બચત વધારવાના નવા ઉપાયો વિષે વાત કરો અને આમ કરવા માટે તેઓને પ્રોત્સાહિત કરો.

નિવેશની જાણકારી આપો.:

image source

આપના દ્વારા કરાયેલ નિવેશની પૂરી જાણકારી જેવી કે કયા નિવેશ કર્યું અને કેટલું નિવેશ કર્યું ઉપરાંત કેવા પ્રકારનું નિવેશ કર્યું તેની પૂરી જાણકારી આપના માતા-પિતા અને પાર્ટનરને આપો. જેથી કરીને ખરાબ પરિસ્થિતિ આવવા પર કે અચાનક કોઈ ઘટના ઘટે તો તે સમયે આપે કરેલ નિવેશનો ફાયદો ઉઠાવી શકે, એટલા માટે જરૂરી છે કે પરિવારના સભ્યો સાથે આપ આ વિષે ચર્ચા કરો.

ઈમરજન્સી ફંડ બનાવો.:

image source

આપાતકાલીન પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે આપે કેટલાક પૈસા અલગથી રાખવા જોઈએ. અચાનક નોકરી છૂટી જાય, બીમાર પડી જાવ કે કોઈ ઓપરેશન કરાવાની પરિસ્થિતિ આવી જાય, આવી આકસ્મિક પરિસ્થિતિમાં આપ ઈમરજન્સી ફંડનો ઉપયોગ કરી શકો છો. ઈમરજન્સી ફંડ માટે અલગથી પૈસા બચાવી રાખવા વિષે આપે પાર્ટનર સાથે પણ ચર્ચા કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ