જાપાની વૈજ્ઞાનિકોએ 50 વર્ષ પહેલા જંગલમાં કર્યો હતો એક પ્રયોગ, તમે પણ જોઈ લો તેનું પરિણામ

જંગલની દુનિયા જ અલગ હોય છે.

image source

ચારેબાજુ લીલાછમ અને ઊંચાઈ તથા ફેલાઈ ગયેલા વૃક્ષો, જાતભાતના જીવજંતુઓ, પક્ષીઓ અને અનેક પ્રકારના એવા એવા ફૂલ, પાંદડાંઓના છોડ અને વેલો જેને આપણે આપણી આસપાસ ક્યારેય જોયા પણ ના હોય. પણ આ જંગલ જેવું દેખાવમાં શાંત અને ખુબસુરત દેખાતું હોય છે તેટલું જ ઘનઘોર અને ખતરનાક પણ હોય છે.

જો તમે ડિસ્કવરી ચેનલના મેન વર્સીસ વાઈલ્ડ પ્રોગ્રામ નિયમિત રીતે જોતા હોવ તો તમને ખબર જ હશે કે જંગલમાં જીવવું અને કમનસીબે જો જંગલની ભુલભુલામણીમાં ફસાઈ ગયા તો બહાર નીકળવું કેટલું મુશ્કેલ અને જીવલેણ કામ છે.

image source

અમે અહીં જંગલની વાત એટલા માટે શરુ કરી કે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલનો વિષય પણ જંગલ જ છે અને અમે તમને દુનિયાના એક એવા જંગલ વિષે જણાવવામાં છીએ જે જંગલમાં જવા ભલભલા બહાદુરો પણ રાજી નથી થતા. અને આ જંગલમાં એક એવી ખાસ વિશેષતા છે જેને કારણે તે દુનિયાના અન્ય જંગલો કરતા અલગ જ પડે છે.

તો ક્યાં આવેલું છે એ જંગલ અને શું છે તેની વિશેષતા આવો જાણીએ..

image source

આ અનોખું જંગલ અસલમાં જાપાનના મિયાઝાકી પ્રીફેક્ચરમાં આવેલા નીચીનન શહેરની નજીકમાં જ આવેલું છે. આ જંગલની ખાસ વિશેષતા એ છે કે તેને એક નિશ્ચિત ઊંચાઈ એટલે કે હેલીકૉપટર અથવા વિમાનમાંથી કે કોઈ હાઇમાસ્ટ ટાવર પરથી જોવામાં આવે તો એવું વિશાળ ગોળાઈ ધરાવતું ચિત્ર દેખાય છે જાણે આ જંગલ પર બીજા ગ્રહથી કોઈ યુએફઓ (એલિયાનોનું યાન) ઉતર્યું ન હોય.

image source

જંગલનું આવું ગોળાકાર દ્રશ્યો દેખાવવાનું કારણ અસલમાં જંગલમાં ઉગેલા મોટા વૃક્ષો છે જે ઉપરોક્ત આભાસ ઉભો કરે છે.

આ વૃક્ષો પણ પ્રાકૃતિક કે કુદરતી રીતે ઉગેલા નથી પરંતુ વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ સ્વરૂપે ઉગાડેલા છે. એથીય નવીન વાત એ કે વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ હમણાં એક બે વર્ષ પહેલા નહિ પરંતુ લગભગ 50 વર્ષ પહેલા કરેલો હતો.

image source

આ પ્રયોગ વૈજ્ઞાનિકોની એક ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો અને તેને ” એક્સપેરિમેન્ટલ ફોરેસ્ટ્રી ” નામ આપવામાં આવ્યું હતું. આ પ્રયોગનો હેતુ વૃક્ષોને એક નિશ્ચિત અંતરે ઉગાડી તેના વિકાસ અંગે અધ્યયન કરવાનો હતો અને આ હેતુ માટે 50 વર્ષ અગાઉ વૈજ્ઞાનિકોએ 10 ગોળાકાર વર્તુળોમાં સમાન અંતરે સનોબર (Cedar) ના વૃક્ષો રોપ્યા હતા અને 50 વર્ષ બાદ તેનું પરિણામ આપણી સામે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ