જાણો એવુ તો શું કારણ છે કે 1000 રૂમો ધરાવતી આ વિશાળકાય હોટલમાં નથી રોકાતુ કોઇ…

આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એક એવી અજબ ગજબ હોટલ વિશે જણાવવા જઇ રહ્યા છીએ કે જેની વિશાળતા એટલી છે કે તેની અંદર હજારો રૂમ આવેલા છે છતાં છેલ્લા કેટલાય વર્ષથી એ હોટેલ સાવ વેરાન પડી છે.

image source

તો આવડી મોટી હોટલ ક્યાં આવેલી છે અને શા માટે વેરાન પડી છે ? આવો જરા વિસ્તારથી જાણીએ.

જર્મનીના બાલટીક સમુદ્ર પાસેના રુગેન ટાપુ પર આ જબરદસ્ત હોટલ આવેલી છે જે છેલ્લાં લગભગ 80 વર્ષથી સાવ વેરાન હાલતમાં પડી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ હોટલમાં 20 – 25 કે 100 – 200 નહીં પણ 10000 રૂમો આવેલા છે. એથીય વધુ આશ્ચર્યજનક વાત તો એ કે આ હોટલમાં આજદિન સુધી કોઈ મહેમાન રોકાયું નથી.

image source

આ હોટલનું નામ ” દા પ્રોરા – (પ્રોરા હોટલ) ” છે. હોટલને આ નામ એટલા માટે આપવામાં આવ્યું હતું કે તે દેખાવમાં એક સ્મારક જેવી લાગતી હતી. વળી સ્થાનિક ભાષામાં પ્રોરા શબ્દનો અર્થ બંજર ભૂમિ થાય છે અને આ હોટલ પણ એવી જ જગ્યાએ એટલે કે રેતાળ સમુદ્ર કિનારાથી લગભગ 150 મીટરના અંતરે બનેલી છે.

image source

દા પ્રોરા હોટલનું નિર્માણ કાર્ય વર્ષ 1936 થી 1939 દરમિયાન કરવામાં આવ્યું હતું. તે સમયે જર્મનીમાં હિટલર અને તેના નાજી સેનાની સત્તા હતી. નાજીઓએ આ હોટલ તેના એક પ્રોગ્રામ ” સ્ટ્રેન્થ થ્રુ જવૉય ” ના ભાગરૂપે બનાવી હતી જેની પાછળ લગભગ 9000 જેટલા મજૂરોની મહેનત હતી.

image source

આ હોટલ કોઈ નાની – સુની હોટલ નહીં પણ આઠ વિભાગોમાં વહેંચાયેલી હતી અને તેનું કુલ ક્ષેત્રફળ 4.5 કિલોમીટર જેટલું હતું. એ સિવાય હોટલમાં સીનેમાઘર સહિત ફેસ્ટિવલ હોલ અને સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવ્યા હતા. એ સિવાય તેની વિશાળતાની ખાસિયત એ પણ હતી કે એક આખેઆખું ક્રુઝ જહાજ પણ હોટલમાં સમાઈ શકે તેમ હતું.

image source

એ સમયે જ્યારે આ હોટલનું કાર્ય પૂરું પણ નહોતું થયું ત્યાં જ વર્ષ 1939 માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું અને ત્યારથી તેનું નિર્માણ કાર્ય પણ બંધ થઈ ગયું સાથે જ જે મજૂરો તેના નિર્માણ કાર્યમાં લાગેલા હતા તેને હિટલરના યુદ્ધ કારખાનામાં મોકલી દેવામાં આવ્યા. ત્યારબાદ વર્ષ 1945 માં વિશ્વયુદ્ધ તો પૂરું થઈ ગયું પરંતુ પછી કોઈએ આ હોટલ તરફ ધ્યાન ન આપ્યું.

image source

હવે આ હોટલ સાવ ભેંકાર અને વેરાન પડી છે. આ હોટલ વિશે એવું પણ કહેવાતું હતું કે જો જે તે સમયે આ હોટલનું નિર્માણ કાર્ય પૂરું કરી દેવામાં આવ્યું હોત તો તેની ગણના દુનિયાના શ્રેષ્ઠ હોટલમાં કરવામાં આવત.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ