19 વર્ષમાં 2700 ડાયાલિસિસ છતાં રોજ કરે છે કપાલભાતિના 900 સ્ટ્રોક, સલામ છે ઉમેશભાઈના કઠણ કાળજાને

19 વર્ષમાં 2700 ડાયાલિસિસ છતાં રોજ કરે છે કપાલભાતિના 900 સ્ટ્રોક – સલામ છે ઉમેશભાઈના કઠણ કાળજાને

જ્યારે તમે કોઈના મોઢે એવું સાંભળો કે ફલાણા વ્યક્તિની કીડની ફેલ થઈ ગઈ છે ત્યારે તમારા મનમાં તે વ્યક્તિ માટે દુઃખ ઉપજે અને અનાયાસે જ તમે તેના માટે પ્રાર્થના કરવા લાગો છો અને જ્યારે તમને એવું સાંભળવા મળે કે બન્ને કીડની ફેઈલ થઈ ગઈ છે ત્યારે તમારું કાળજું કાંપી ઉઠે છે. પણ જ્યારે વ્યક્તિ કોઈપણ સ્થિતોમાં લડી લેવાની હિંમત દાખવતી હોય ત્યારે તેને કોઈ જ હરાવી શકતું નથી પછી સમસ્યા કિડની ફેલ્યોર જેવી મોટી કેમ ન હોય.

image source

અને આ કઠણ કાળજું 47 વર્ષિય ઉમેશ દેસાઈ ધરાવે છે. તેઓ ડાકોરમાં રહે છે અને લોકો તેમને ગલાભાઈથી ઓળખે છે. તમને જણાવી દઈએ કે ઉમેશભાઈની બન્ને કીડની ફેઈલ થઈ ગઈ છે અને તેના કારણે તેમને છેલ્લા 19 વર્ષથી અત્યાર સુધીમાં 2700 વાર ડાયાલીસીસ કરાવ્યું છે.

image source

અને સાથે સાતે તેઓ યોગ-પ્રાણાયામ તેમજ સંયમિત જીવશૈલી અપનાવીને પોતાનું જીવન ટકાવી રાખવા સક્ષમ બન્યા છે. અને આ રીતે તેઓ કીડનીના બીજા દર્દીઓ માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.

ઉમેશભાઈ કપરાં સંજોગોમાં પણ ટકી રહેવાનો શ્રેય પોતાની પત્ની અને ભગવાનને આપે છે. કિડની ફેલ્યોર બાદ ઉમેશભાઈ બેવાર જીવલેણ રોગનો ભોગ બની ચૂક્યા છે. પણ તેઓ બન્ને વખતે પોતાનું જીવન બચાવવામાં સફળ રહ્યા છે અને તેનો શ્રેય તેઓ અમદાવાદ સ્થિત કિડની હોસ્પિટલના સ્ટાફ અને સ્વ ડો. એચ.એલ. ત્રિવેદીને આપે છે. સાથે સાથે તેઓ નડિયાદની સિવિલ હોસ્પિટલના ડાયાલિસિસના સ્ટાફને પણ તેમના સાથ સહકાર માટે નમન કરે છે.

image source

2001ના ડિસેમ્બરમાં ઉમેશભાઈના શ્વેતાબેન સાથે લવ મેરેજ થયા હતાં. પણ આ લગ્નજીવન હજું તો શરૂ થાય તે પહેલાં તો 7મી જાન્યુઆરી 2002ના રોજ ઉમેશભાઈની બન્ને કીડની ફેઈલ હોવા રીપોર્ટ મળે છે.

આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ પર આભ તૂટ્યા જેવી જ અસર થાય તે સ્વાભાવિક છે. ઉમેશભાઈ પણ ઉંડી નિરાશામાં ગરકાવ થઈ ગયા હતા. માનસિક, શાહીરિક અને આર્થિક રીતે. જો કે તેમના સાસરીયાઓએ તેમને પૂરો સાથ આપ્યો હતો જો કે તેમના પોતાના પરિવારે તેમનાથી કીનારો કરી લીધો હતો.

તેમના સાસુ ઇન્દીરાબેને તો પોતાની કીડની પણ આપી દેવાની પણ તૈયારી બતાવી હતી. પણ તેમના અને જમાઈ ઉમેશભાઈના LCM મેચ ન થયાં ટ્રાન્સપ્લાન્ટ ન થઈ શક્યું અને તેના કારણે તેમણે અઠવાડિયામાં ત્રણ-ત્રણ વાર ડાયાલિસિસ કરવું પડતું.

image source

ડેન્ગ્યુ અને સ્વાઇનફ્લુની ગંભીર બીમારીમાં પટકાયા

આ દરેક સ્થિતિમાં ઉમેશભાઈની પત્ની શ્વેતાએ તેમનો પૂર્ણ સાથ આપ્યો અને તે પોતાના આ કૃત્યને માત્રને માત્ર પોતાનું કર્તવ્ય જ ગણે છે પણ બીજી બાજુ ઉમેશભાઈ પત્નીના પરોપકારને તપસ્યા ગણે છે. કીડની ફેલ્યોરના બે વર્ષ બાદ તેમને ડેગ્યુની જીવલેણ બીમારી થઈ અને ત્યારે તેમના પ્લેટલેટ 8000થી નીચે આવી ગયા હતા.

image source

ડોક્ટરોએ પણ આશા છોડી દીધી હતી અને તેના કારણે તેમના પત્ની પણ ભાંગી પડ્યા હતા. પણ પત્નીએ હાર ન માની અને તેમનું ડાયાલીસીસ કરીને તે પ્લેટલેટ ઉમેશભાઈને આપતાં તેમનું જીવન બચી ગયું. તેના દસ વર્ષ બાદ 2014માં ઉમેશભાઈ ફરી પાછા ગંભીર બીમારીમાં પટકાયા આ વખતે તેઓ સ્વાઇન ફ્લૂનો શિકાર બન્યા હતા. અને આ વખતે પણ તેમને મૃત્યુને હરાવી દીધું હતું.

શરીરને ટકાવી રાખવા ઉમેશભાઈ રોજ કરે છે કપાલભાતિના 900 રાઉન્ડ

image source

જ્યારે કીડની ફેલ્યોરની સ્થિતિ હોય ત્યારે તમે શરીરને કોઈ પણ રીતે જોખમમાં મુકવાની સ્થિતિમાં નથી હોતા. તમારે દરેકે દરેક પ્રકારની ચરીઓનું ચુસ્તપણે પાલન કરવું પડે છે અને વ્યાયામ પણ કરવું પડે છે. ઉમેશભાઈ સવારે 5 વાગે ઉઠીને એક કલાક યોગ તેમજ પ્રાણાયામ કરે છે. તેઓ કપાલભાતિ પ્રાણાયામના 900 રાઉન્ડ કરે છે.

image source

ડાકોરમાં રહેતાં હોવાથી રણછોડરાયની મંગળા આરતી થયા બાદ અરધો કપ ચા અને સાથે એક ખાખરાનો હળવો નાશ્તો કરે છે. આખા દિવસમાં માત્ર એક જ વાર જમે છે અને શરીરને સ્વસ્થ રાખવા તેઓ 700 મિલી જેટલું જ લિકવિડ લે છે. તેઓ પોતાનું વજન 67 કીલોથી વધારે ન વધે તેનું ખાસ ધ્યાન રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ