જાણો ચીનમાં આવેલા આ ગામ વિશે, જ્યાં 10 વર્ષના નાના બાળકો પણ બની ગયા છે કુંગ-ફુ માસ્ટર

સેલ્ફ ડિફેન્સ એટલે કે સ્વરક્ષાની તાલીમ સૌ કોઈને આવડવી જ જોઈએ. જેથી વિષમ પરિસ્થિતિમાં દુશ્મનનો સામનો કરી શકાય.

image source

આવી જ સેલ્ફ ડિફેન્સની એક કળા છે કુંગ-ફુ ના નામથી ઓળખાય છે. આ કળાનો જાણતલ પોતાની સાથે સાથે અન્યની પણ રક્ષા કરી શકે છે. આ કળાનું ઉદગમસ્થાન ચીન છે. અહીંનું એક આખું ગામ કુંગ-ફુ માસ્ટર તરીકે ઓળખાય છે.

નવાઈની વાત તો એ છે કે આ ગામનો નાનકડો બાળક પણ કુંગ-ફુ માસ્ટર હોય છે જે ભલભલા દુશ્મનને ભોંય ભેગો કરી દે છે.

image source

મધ્ય ચીનમાં આવેલા તિયાંજહુના એક ગામ ગેંક્સી ડોંગમાં સ્થાનિક લોકો દરરોજ માર્શલ આર્ટનો અભ્યાસ કરે છે. ગામના દરેક વ્યક્તિ પછી ભલે તે નોકરિયાત હોય કે રેંકડી ધારક બધા કુંગ-ફુની કળામાં માસ્ટર છે. લોકો કુંગ-ફુ અને માર્શલ આર્ટના વિવિધ કરતબો શીખતાં રહે છે અને આ કળામાં નિપુણ બનવા તેઓ એક બીજા સાથે અભ્યાસ પણ કરે છે. ગામલોકોની કુંગ-ફુ કળાને આ રીતે જીવંત કરવાની વૃત્તિને કારણે ગામને એક અલગ જ ઓળખ મળી છે.

image source

ગેંક્સી ડોંગ નામક આ ગામમાં મુખ્યત્વે ડોંગ જાતિના લોકો રહે છે અને તેની વસ્તી લગભગ 8000 ની આસપાસ છે. ઉલ્લેખનીય છે કે ડોંગ જાતી ચીનમાં 150 લઘુમતી જાતો પૈકી એક છે. અંદાજે 150 વર્ષ પહેલાં તાંગ શાઓલિન નામક એક ભિક્ષુકના અહીં આવ્યા બાદ આ ગામમાં કુંગ-ફુ અને માર્શલ આર્ટની કળા પ્રચલિત બની જે અત્યારે એટલી બધી લોકપ્રિય થઈ ગઈ છે કે આ ગામને કુંગ-ફુ ગામ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યું છે.

image source

ભિક્ષુક શાઓલિન અંગે સ્થાનિકોમાં પ્રચલિત વાયકા મુજબ 150 વર્ષ પહેલાં જ્યારે તાંગ શાઓલિનના આવ્યા બાદ ગામલોકો કુંગ-ફુ શીખવા લાગ્યા હતા ત્યારે રાજાના સૈનિકોથી બચવા તાંગને શાઓલિન મંદિરમાં આશ્રય લેવો પડ્યો હતો. ગેંક્સી ગામનાં એક 88 વર્ષીય વૃદ્ધ ઝોંગ મોલિનના અનુસાર ગામલોકોએ પહેલા તાંગ શાઓલિનને ઘણા હેરાન કર્યા હતા. પરંતુ માર્શલ આર્ટના કારણે તેઓએ ગામલોકોને હરાવ્યા.

image source

એક વેળા તો તાંગ શાઓલિને ગામના સૌથી કુશળ કુંગ-ફુ માસ્ટરને પણ વગર હથિયારે મ્હાત આપી હતી જે મોટી લાકડી લઈને લડવા માટે આવ્યો હતો.

તાંગ શાઓલિનની આ કાબેલિયતથી પ્રભાવીત થઈ ગામલોકોએ તેના સાથે લડવાનું પડતું મૂકી તેની પાસે માર્શલ આર્ટ શીખવાનું નક્કી કર્યું અને આ પરંપરા હજુ સુધી ચાલી આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ