હનીમૂન પર જાવો ત્યારે ખાસ રાખો આ વસ્તુઓ સાથે, ફરવાની મજામાં થઇ જશે ડબલ વધારો

હનીમૂન ટીપ્સ: હનીમૂન પર જતા હોય ત્યારે આ વસ્તુઓ સાથે રાખો, હંમેશા કામ આવશે..…

image source

હનીમૂન … આ શબ્દ સાંભળતાની સાથે જ તમારા મનમાં રહેલી બધી ઈચ્છાઓ આપમેળે બહાર આવી જાય છે. આવી સ્થિતિમાં,જો તમે પણ હનીમૂન પર જવાની ત્યારી કરી રહ્યા છો,તો અમે તમને તે વસ્તુઓ વિશે જણાવીશું જે તમારી બેગમાં હોવી જ જોઇએ.

પ્રેમમાં ડૂબતો પ્રેમી અથવા પતિ હંમેશા તેની પ્રેમિકા અથવા પત્ની માટે કંઈક ને કંઈક નવું કરવાનો પ્રયત્ન કરે છે.આવી સ્થિતિમાં,તેમના નવા લગ્નની મજા માણતા દરેક દંપતી પણ આ ક્ષણોને ખૂબ નજીકથી પસાર કરે છે.આ સમય દરમિયાન,આ સમય દરમિયાન તેઓની માત્ર એક જ ઈચ્છા હોય છે કે તેઓ દુનિયાની ભીડથી દૂર જઈ ક્યાંક એકાંતમાં તેઓના પ્રેમની પળો વિતાવે.ઠીક છે,તેમાં કંઈપણ ખોટું નથી.

image source

લગ્ન પછી,ઘણીવાર પતિ-પત્ની એકબીજાને ઓળખવા માટે હનીમૂન પર જતા હોય છે. જ્યાં દિવસ હોય કે રાત બંને એકબીજાને જોવાનું પસંદ કરે છે.આવી સ્થિતિમાં, જો તમે પણ હનીમૂન પર જવાની તૈયારી કરી રહ્યા છો અથવા તમે જલ્દી જ લગ્ન કરવા જઇ રહ્યા છો, તો અમે તમને એવી બાબતોની સૂચિ જણાવી રહ્યાં છીએ જે તમારે તમારા હનીમૂન પર જરૂર સાથે લઈ જવી જોઈએ.

લાઉન્જર

image source

હનીમૂન દરમિયાન પતિ-પત્ની વચ્ચે આવી ઘણી ક્ષણો આવે છે જયારે તેઓ દુનિયાની ભાન ભૂલીને એકબીજાના પ્રેમમાં ખોવાય જાય છે. આવી સ્થિતિમાં,મહિલાઓ હંમેશાં પતિને પજવવા માટે ફેન્સી લાઉન્જરો પહેરે છે. જો તમે એવું ઇચ્છતા હોય કે તમારા પતિની નજર હનીમૂન દરમિયાન બસ તમારા પર જ રહે તો આ માટે,પહેલાં તમારી બેગમાં એક સુંદર લાઉંજર રાખો.પરંતુ ધ્યાનમાં રાખો કે આ લાઉન્જર તમારી પસંદગી અને આરામ અનુસાર હોવું જોઈએ. તે જ સમયે લાઉન્જરને અગાઉથી ખરીદવું યોગ્ય રહેશે કારણ કે હનીમૂન દરમિયાન તે તમારા ખર્ચ પર થોડું ભારે થઈ શકે છે.

બીકીની

image source

હનીમૂન જગ્યાની પસન્દગી કરવી એ આજના સમયમાં ઘણું અઘરું કામ છે. પરંતુ જો તમે હનીમૂન માટે દરિયા કિનારાવાળી જગ્યા પર જઈ રહ્યા છો,તો તમે સૌથી પેહલા તમારા સામાનમાં એક ખુબસુરત બિકીની રાખવાનું ના ભૂલશો,કારણ કે નવી વિવાહિત સ્ત્રીઓ માટે બિકીની સૌથી મહત્વપૂર્ણ છે.સમુદ્રના ઊંડાણોમાં તમે જયારે તમારા હમસફરની સાથે હશો તો બિકીની તમારા રોમાન્સમાં નોંધપાત્ર વધારો કરે છે.

ખાસ ડ્રેસ

image source

હનીમૂનની સુંદર ક્ષણોની વચ્ચે એક ક્ષણ હોય છે જ્યારે પતિ તેની પત્ની માટે કંઈક રોમેન્ટિક કરવાનું વિચારે છે. અથવા એમ કહો કે મોટાભાગના લોકોના હનીમૂનનો પ્રથમ દિવસ રોમેન્ટિક ડિનર ડેટથી શરૂ થાય છે.આવી સ્થિતિમાં,આ પ્રસંગને વધુ વિશિષ્ટ બનાવવા માટે,તમારે કપડામાંથી તમારી પસંદગીનો શ્રેષ્ઠ ડ્રેસ રાખવો જ જોઇએ,જ્યારે તમે તેને પહેરીને તમારા પતિની સામે આવશો,તો તે તમારી દરેક અંદાજ પર ફિદા થઇ જશે..

ગર્ભનિરોધક દવાઓ

image source

હનીમૂન દરમિયાન ઘણી વખત એવો સમય આવે છે,જેમાં કોઈનું નથી ચાલતું.આવામાં તમે તમારી બેગમાં ગર્ભનિરોધક દવાઓ જરૂર રાખી લો.હકીકતમાં ઘણા દેશોમાં ગર્ભનિરોધક દવાઓ માટે અલગ અલગ નિયમો બનાવ્યા હોય છે,એક રીતે કહીયે તો આનો ઉપયોગ કરવા પહેલા ઘણી બધી સલાહો અને સૂચનો લેવા જરૂરી છે.ભારતમાં ઘણી જગ્યોએ આવી દવાઓનું વેચાણ થતું નથી, જેથી કોઈ વિલંબ કરતા વધુ સારું એ છે કે તમે સમય પર જ આનો ઉપયોગ કરી તણાવમુક્ત રહી શકો.

બેગપેક

image source

પ્રેમની સાથે સાથે હનીમૂન દરમિયાન સાહસની પણ એક અલગ જ મજા હોય છે.સાહસના કેટલાક પ્રેમીઓને હનીમૂન પર ટ્રેકિંગનો પણ ખૂબ શોખ હોય છે,તેથી તમે તમારી સાથે હેવી બેગ લઈ નહીં શકો.તેથી તમારે તમારા સામાનમાં એક નાનો બેગ રાખવો જ જોઇએ જેથી જો જરૂરી હોય તો તે તમારા માટે વાપરી શકાય.

સ્લીપવેર

image source

કોઈએ સાચું કહ્યું છે કે લગ્ન પછી, છોકરીઓની રીતો સંપૂર્ણપણે બદલાઈ જાય છે, જેનું સૌથી મોટું ઉદાહરણ છે તેમના સ્લીપવેર. હા, જો તમે પણ રાત્રે સુવા માટે ટીશર્ટ અને લોઅર્સનો ઉપયોગ કરો છો, તો લગ્ન કર્યા પછી તરત જ આ આદત બદલો,કારણ કે આ સમયે તમે તમારા પતિ સાથે પથારી વહેંચવા જઇ રહ્યા છો,તો આ દરમિયાન પ્રયાસ કરો તમારે તમારા પતિની પસંદગી મુજબ સ્લીપવેર પહેરવું જોઈએ. આમાં સાટિન પાયજામા-શોર્ટ્સ અને સાટિન ટોપ શામેલ છે.

image source

તો આ હતી હનીમૂન સમય પર કામ આવવાવાળી જરૂરો વસ્તુઓ,આનો ઉપયોગ કરવાથી તમે તમારા સુંદર પળોને હંમેશા માટે યાદગાર બનાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ