આ અઢળક લાભનો લાભ લેવા રોજ ખાઓ પિસ્તા, જાણો શું છે તેમાં છુપાયેલુ

પિસ્તામાં સમાયેલું છે કંપ્લીટ પ્રોટીન સોર્સ – વેજીટેરીયન માટે ખુશખબર

image source

પિસ્તા લગભગ દરેક વ્યક્તિનું પ્રિય ડ્રાઈફ્રુટ છે, અને નવા અભ્યાસો દર્શાવે છે કે તે સંપૂર્ણ પ્રોટીનનો સ્રોત છે. અન જે લોકો પ્રાણીજન્ય પ્રોટીનથી દૂર રહેવા માગતા હોય તેમના માટે આ સમાચાર ઘણા લાભપ્રદ છે. વેજીટેરીયન લોકો માટે હંમેશા સંપુર્ણ પ્રોટીન મેળવવું એ એક સમસ્યા રહી છે પણ પીસ્તા પર થયેલું આ સંશોધન વેજીટેરીયનની સંપૂર્ણ પ્રોટીનની માંગને પુરી કરનાર સાબીત થયું છે.

જો આપણે વનસ્પતિજન્ય પ્રોટીન સોર્સની વાત કરીએ તો તેમાં ક્વીનોઆ, દેશી ચણા અને સોયાબીનનો મુખ્યત્વે સમાવેશ થાય છે અને વેજીટેરિયન્સમાં આ ફૂડ ઘણું લોકપ્રિય છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસ દ્વારા સાબિત કરવામાં આવ્યું છે કે પિસ્તાનો ઉપયોગ પણ કંપ્લીટ પ્રોટીનના સ્રોત તરીકે કરી શકાય છે અને આ માન્યતા તેને FDA (Food and Drug Administration (USA) દ્વારા મળી છે. આ ઉપરાંત પિસ્તામાં બધા જ પ્રકારના જરૂરી એમિનો એસિડની માત્રા પણ પુરતા પ્રમાણમાં જોવા મળી છે.

image source

પ્રોટિન ડાઇજેસ્ટીબીલીટી કરેક્ટેડ એમીનો એસિડ સ્કોર પ્રમાણે શેકેલા પિસ્તામાં નવે નવ જરૂરી એમિનો એસિડ્સનું યોગ્ય પ્રમાણ હોય છે. શેકેલા પિસ્તા 81 ટકા અને 80 ટકા કેસીન નામનું પ્રોટિન હોય છે જે દૂધમાં જોવા મળે છે.

આપણે બધા એ તો સારી રીતે જાણીએ છે કે સુકામેવામાં પ્રોટીન હોય છે હવે આપણને એ પણ ખબર છે કે શેકેલા પિસલ્તામાં નવે નવ પ્રકારના એમિનો એસિડનો સમાવેશ થાય છે જે તેને કંપ્લીટ પ્રોટીન સોર્સ બનાવે છે.

image source

આ સમાચાર ખાસ કરીને એક્ટીવ એડલ્ટ્સ તેમજ એથલીટ માટે ખૂબ જ સારા છે કારણ કે તેમને ડગલેને પગલે કંપ્લીટ પ્રોટીન સોર્સની જરૂર પડતી હોય છે. કારણ કે શેકેલા પિસ્તાને નથી તો રાંધવાની જરૂર પડતી કે નથી તો તે વધારે જગ્યા રોકતું માટે તમે તેને હરદમ સાથે રાખી શકો છો. આ પ્રકારના શેકેલા પિસ્તા બેલેન્સ્ડ ડાયેટ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ કે જે સારા સ્વાસ્થ્યના માટે અત્યંત જરૂરી છે તેમાં મહત્ત્વનો ફાળો આપે છે.

યુરોપમાં પીસ્તાનો ઉપયોગ પ્રોટીનના સ્રોત તરીકે થાય છે, લગભગ બધા જ કંપ્લીટ પ્રોટીન સોર્સ માંસ, માછલી, ઇંડા અને ડેરી પ્રોડક્ટ્સમાંથી મળતા હોય છે. આ ઉપરાંત સોયાબીનમાં પણ કંપ્લીટ પ્રોટીન મળે છે જે એક માત્ર પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીન છે.

image source

એમિનો એસિડ એ પ્રોટીનમાં 20 બિલ્ડિંગ બ્લોક્સ છે પણ તેમાંના 9 અત્યંત જરૂરી એમિનો એસિડ માનવ શરીર ઉત્પન્ન નથી કરી શકતું, માટે તે તમારે તમારા ખોરાકમાંથી મેળવવા જોઈએ. પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીન સામાન્ય રીતે સંપૂર્ણ પ્રોટીન નથી હોતા. પણ બે કંપ્લીટ પ્રોટીન સોર્સને દિવસ દરમિયાન એકવાર લેવામા આવે તો શરીરને જરૂરી કંપ્લીટ પ્રોટીન મળી રહે છે. શેકેલા નટ્સને હવે તમે કંપ્લીટ પ્રોટીન સોર્સ તરીકે ઉપયોગમાં લઈ શકો છો ખાસ કરીને પાંચ વર્ષથી ઉપરના બાળકો માટે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ