જાણો જ્યારે માતા હાલરડું ગાય ત્યારે બાળકને થતા આ અઢળક ફાયદાઓ વિશે..

શું તમે જાણો છો કે બાળક માટે માતાનુ હાલરડું કેટલુ ફાયદાકારક છે?

image source

જયારે માતા તેના ખોળામાં બાળકને લઈને હાલરડું ગાય છે.ત્યારે એ ફક્ત સુવડાવા માટે નથી હોતું.પણ બાળકને હાલરડું સાંભળવા પાછળ ઘણા કારણો હોય છે.જો તમને આ જાદુઈ હાલરડાંના ફાયદા વિશે ખબર નથી,તો અહીં વાંચો.

ચંદા હૈ તું મેરા સુરજ હૈ તું,ચંદા મામા દૂર કે,લલ્લા લલ્લા લોરી દૂધ કી કટોરી,નિંદીયા આ જ રી,ગુડિયા રાની બીટીયા રાની……જેવા ઘણા હાલરડાં તમે બાળપણ માં તમારા માતા,દાદી અથવા નાની પાસે સાંભળ્યા જ હશે. જયારે દીકરી માં બને છે ત્યારે એના બાળકોને આ જ હાલરડાં સંભળાવે છે.જયારે બાળક નાનું હોય છે,ત્યારે માતા એને પ્રેમાળ નિંદ્રા માટે સદીઓથી હાલરડાં સંભળાવતી આવે છે.પરંતુ,તમે જાણો છો કે માતા બાળકને એમ જ હાલરડું નથી સંભળાવતી પણ તેની પાછળ ઘણા ફાયદાકારક કારણો પણ છે.બાળકને હાલરડાં સાંભળવાના ઘણા ફાયદાઓ વિશે અહીં જાણો.

 

image source

1. માતા અને બાળક વચ્ચે નું જોડાણ ઘણું મજબૂત હોય છે.

માતાના હાલરડાંનો અવાજ સાંભળીને બાળક ક્યારે સુઈ જાય એ ખબર જ નથી પડતી.માતાનુ હાલરડું સાંભળીને, સ્વપ્નાની દુનિયામાં ખોવાયેલી સુખદ અનુભૂતિ મોટા થયા પછી પણ તમારી યાદોમાં રહે છે. હાલરડું માતા અને બાળક વચ્ચેના જોડાણ તરીકે કામ કરે છે અને બંનેને નજીક લાવે છે.માતાના હાલરડાંના અવાજમાં એક અલગ જ કશિષ હોય છે જે બાળક પર જાદુની જેમ કામ કરે છે.નિષ્ણાતો પણ એમ કહે છે,કે હાલરડાંના રૂપમાં જે અવાજ બાળક સતત સાંભળ્યા કરે છે,તે અવાજ તેને ધીમે ધીમે પોતાની જાત સાથે જોડાયેલો લાગે છે.

image source

2. બાળકના મગજના વિકાસ માટે હાલરડું જરૂરી છે.

માતાનુ હાલરડું બાળકને સુખદ ભાવના આપે છે અને હાલરડું સાંભળીને બાળકના મગજનો વિકાસ પણ થાય છે. હકીકતમાં, માતાનુ હાલરડું બાળકના મગજના ઘણા ભાગોને વારાફરતી ઉત્તેજીત કરે છે,જે બાળકના મગજને વિકાસ તરફ દોરી જાય છે.તેને મેડિકલ ની ભાષામાં ‘મ્યુઝિકલ લર્નિંગ’ પણ કહેવામાં આવે છે.હાલરડું સાંભળીને, બાળક જુદા જુદા અવાજો વચ્ચેનો તફાવત પણ શીખે છે.

image source

3. હાલરડું સાંભળીને બાળકનો ડર સમાપ્ત થાય છે.

નિષ્ણાતોના મતે,માતા પાસેથી હાલરડું સાંભળવાથી બાળકની અંદર રહેલા ભય સામે રક્ષણ અને પ્રતિકારની ભાવના વિકસે છે.આનાથી બાળકના બૌદ્ધિક અને ભાવનાત્મક વિકાસ પણ થાય છે.હાલરડું સાંભળતા બાળકને માતા સાથે હોવાનો અહેસાસ થાય છે અને આ અહેસાસ તેને નિર્ભય બનાવે છે અને ધીમે-ધીમે તે તકલીફોની સામે લડવાનું શીખી જાય છે.આ રીતે,હાલરડું બાળકને પોતાના પર વિશ્વાસ રાખવાનું શીખવે છે.

 

image source

4. હાલરડાં થી બાળક સારી નિંદ્રા કરી લે છે.

માતા હાલરડું ગાઈ છે,એટલા માટે જ બાળક લાંબી અને સારી નિંદ્રા કરી શકે.જો બાળક સારી રીતે સુઈના શકે તો તે થાકની અને ચિડિયાપણાની લાગણી શરુ કરશે.આવામાં હાલરડું બાળકો પર જાદુની જેમ કામ કરે છે અને બાળકને ઊંડી નિંદ્રા માં મોકલે છે.

5. હાલરડું બાળકની ભાષાને વધુ મજબૂત બનાવે છે.

image source

હાલરડું સાંભળવાથી બાળકની ભાષા શીખવાની ક્ષમતા વધી જાય છે.હકીકતમાં જયારે માં રોજ એક જ હાલરડું બાળકને સૂતી વખતે સંભળાવે તો તે હાલરડાંમાં ઉપયોગ કરેલા શબ્દો ધીરે-ધીરે બાળકને યાદ રહેવા લાગે છે અને પછી એ શબ્દોનો ઉપયોગ કરતા પણ શીખી જાય છે.હકીકતમાં હાલરડું કોઈ નાનકડા કાવ્ય જેવું હોય છે જેનો ઉપયોગ કરવાથી બાળકોને ભાષા સીખવામાં મદદ થાય છે.

6. હાલરડું માતા માટે પણ ફાયદાકારક છે.

image source

અમેરિકાના મિયામીમાં ફ્રોસ્ટ સ્કૂલ ઓફ મ્યુઝિકના સંશોધકોએ કરેલા એક અભ્યાસ મુજબ,હાલરડું સાંભળવાથી માત્ર બાળક જ નહીં પરંતુ માતા પણ તંદુરસ્ત રહે છે. પ્રસુતિ પછી માતા ને જે પ્રકાર નો તણાવ,પોસ્ટપાર્ટમ ડિપ્રેસન અને નકારાત્મક વાતો થી લડી રહી હોય છે. હાલરડું આ બધા માંથી ધ્યાન હટાડવામાં મદદ કરે છે.માતાનુ હાલરડું સાંભળી બાળક જયારે સ્મિત રેલાવે છે ત્યારે માતાની અંદર પોઝિટિવ ઉર્જા નો સંચાર થાય છે.

7. હાલરડું ફક્ત બાળકો માટે જ નહીં, પરંતુ વૃદ્ધો માટે પણ ફાયદાકારક હોય છે.

image source

નાના બાળકો માટે સંગીત અથવા હાલરડું કેવી રીતે ફાયદાકારક છે તે વિશે ઘણું સંશોધન થયું છે.પરંતુ હવે વૈજ્ઞાનિકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે કે કેવી રીતે હાલરડું અને સંગીત વૃદ્ધો માટે ફાયદાકારક હોઈ શકે છે. ખરેખર,મોટી સંખ્યામાં વૃદ્ધો નિંદ્રાના અભાવની સમસ્યાથી પરેશાન છે.આવી સ્થિતિમાં,ચેન્નાઇમાં કરવામાં આવેલા એક સંશોધન માં બહાર આવ્યું છે કે હાલરડું અથવા અન્ય કોઈ આરામદાયક સંગીત સાંભળવાથી તણાવ હોર્મોન્સ ઘટે છે, જેના દ્વારા ઊંઘ સારી આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ