ગુસ્સામાં માણસ કરી પણ કરી શકે એનું મોટુ ઉદાહરણ છે ઇટલીના એક ભાઈસાહેબ, પત્ની સાથે ઝઘડ્યા પછી કર્યું કંઇક એવું કે…

મિત્રો, સમગ્ર વિશ્વમા રોજબરોજ એવી અનેકવિધ ઘટનાઓ બનતી રહેતી હોય છે કે, જેને સાંભળીને આપણે ઊંડી વિચારસરણીમા સારી પડતા હોઈએ છીએ. આજે આ લેખમા જે મુદા ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, તે પણ કઈક આવુ જ છે. ચાલો પહેલા તો તમે બધા મારા એક પ્રશ્ન નો જવાબ આપો. તમે જ્યારે ગુસ્સામા હોવ ત્યારે શુ કરો છો?

image source

ત્યારે બધાના પોતપોતાના સ્વભાવ પ્રમાણે જુદા-જુદા જવાબ આપશે. કોઈ એમ કહેશે કે, મને ગુસ્સો આવે ત્યારે હુ એક શાંત જગ્યાએ ચાલ્યો જાવ છુ, કોઈ એમ કહેશે કે મને ગુસ્સો આવે ત્યારે હુ કાનમા ઈયરફોન લગાવીને ગીતો સાંભળુ છુ, તો કોઈ એમ કહેશે કે મને ગુસ્સો આવે એ સમયે હુ ઊંડા શ્વાસ લેવા લાગુ છુ. આમ, દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ મુજબ ગુસ્સા ને શાંત કરવાનો પ્રયાસ કરતા હોય છે.

image source

પરંતુ, આજે આ લેખમા અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેણે ગુસ્સામા ને ગુસ્સામા એક નહિ , બે નહિ , દસ નહિ , સો નહિ પરંતુ, ૪૧૮ કિલોમીટર ચાલતા-ચાલતા કાપી નાખ્યા. હા, મને ખબર છે આ વાત સાંભળીને તમને થોડા સમય માટે શોક જરૂર લાગ્યો હશે અને આ વાત પર વિશ્વાસ નહિ આવી રહ્યો હોય પરંતુ, આ એક વાસ્તવિક ઘટના છે, તો ચાલો આ વિશે વધુ માહિતી મેળવીએ.

image source

ઇટલી ના ઉત્તર તરફના મિલાન શહેર પાસે કોમો નામનુ એક નાનુ એવુ શહેર આવેલુ છે. આ શહેરમાં એક દંપતી વચ્ચે અવારનવાર ઝઘડો થયા રાખતો હતો. એકવાર ઝઘડો થયા પછી પતિ ગુસ્સામા ને ગુસ્સામા ઘરની બહાર નીકળી ગયો હતો. જો કે આ બાબત કઈ નવી નથી. સામાન્ય રીતે કોઈપણ ઘરના પરિવાર ના બે સભ્યો વચ્ચે વાદ-વિવાદ થાય એટલે વ્યક્તિ એકાદ-બે કલાક ઘરથી થોડે દૂર ચાલ્યુ જાય છે જેથી, મગજ શાંત થઇ જાય પરંતુ, આ કિસ્સામા તો કઈક વિચિત્ર ઘટના જ બની.

image source

ઝઘડાના કારણે પતિ ના ગુસ્સાનુ પ્રમાણ એટલી હદ સુધી વધી ગયુ હતુ કે, તે ચાલતો રહ્યો , ચાલતો રહ્યો અને એક અઠવાડિયા સુધી ચાલતો જ રહ્યો. આ દરમિયાન એડ્રિયાસ્ટિક કોસ્ટ ક્ષેત્રના ગિમારા શહેરમા પોલીસ પૅટ્રોલ કારે એક ફુલસ્ટૉપ આવ્યુ. અહી સુધી ૪૧૮ કિલોમીટર પૂરા થઈ ગયા હતા. આ સમય દરમિયાન ઇટલીમાં કરફ્યુ જાહેર કરવામાં આવ્યો હોવાથી પોલીસ ની નાઇટ પૅટ્રોલિંગ માટે ફરતી કારે સૂમસામ શાંત રસ્તા પર એકલા માણસ ને ચાલતો જોયો. પોલીસે તેને ઉભો રાખ્યો અને તેણી પૂછપરછ કરી કે ભાઈ, કરફ્યુમા તમે ક્યા જાવ છો? એ પણ મધરાતના બે વાગ્યે.

image source

આ વ્યક્તિને વધુ પુછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામા આવી. અહી સૌથી પહેલા તેમની ઓળખની પુષ્ટિ કરવામા આવી અને તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, આ ભાઈની ગુમશુદા થવાની ફરિયાદ તેમની પત્નીએ કોમો શહેરના પોલીસ સ્ટેશનમા નોંધાવી છે. આ માણસ કોઈપણ વાહનમા બેસ્યા વગર દરરોજના ૬૦ કિલોમીટર અંતર કાપીને આટલે દૂર સુધી પહોંચ્યો હતો એ વાત પોલીસ અધિકારીઓ માટે આશ્ચર્યજનક હતી.

image source

આ વ્યક્તિ એ કરફ્યુ તોડવા બદલ ૪૦૦ યુરોનો દંડ વસૂલ્યો અને તેની પત્ની ને તેમની વર્તમાન લોકેશન અંગે જાણ કરી દીધી. ત્યારબાદ ભાઈને હોટેલમા રૂમ બુક કરાવીને ત્યા એક રાત ગાળવા માટે કહ્યુ હતુ. બીજા દિવસે પત્ની આ હોટેલમાં પહોંચી ત્યારે આ વ્યક્તિને તેમની પત્નીને સોંપી દેવામા આવ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ