પોતાની આ બિમારીના કારણે ટેલિવિઝનની આ લોકપ્રિય અભિનેત્રી પોતાનો ચહેરો પણ નહોતી ઓળખી શકતી

કુમકુમ સીરીયલની અભિનેત્રી જૂહી પરમાર 14 ડિસેમ્બરે પોતાનો બર્થડે ઉજવી રહી છે. 14મી ડિસેમ્બર 1980ના રોજ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં તેણીનો જન્મ થયો હતો. તેમનો ઉછેર મોટે ભાગે જયપુરમાં થયો છે. વર્ષ 1999માં તેણીએ સુશ્રી રાજસ્થાનની ઉપાધિ મેળવી હતી. આ અવસર પર જાણો બિગ બૉસ સીઝન 5ની વિનર રહી ચુકેલી જૂહી પરમાર સાથે જોડાયેલી ખાસ વાતો વિષે.

image source

જૂહી પરમારે પોતાની કેરિયરની શરૂઆત ઝીટીવીના હોરર શો વોથી કરી હતી. જો કે તેણીને ખરી ઓળખ સિરિયલ કુમકુમથી મળી હતી. આ સિરિયલમા તેણીની સામે અભિનેતા હુસૈન હતા. જૂહી પરમારે 2009માં ટેલીવીઝન એક્ટર સચિન શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. થોડા વર્ષો બાદ જ આ કપલ વચ્ચેનો સંબંધ બગડવા લાગ્યો હતો.

image soucre

2011માં જૂહી-સચિન વચ્ચેના બગડેલા સંબંધની વાતો મિડિયા સામે આવવા લાગી હતી. દીકરીના જન્મની સાથે જ કપલનું જીવન નોર્મલ થવા લાગ્યુ હતું પણ પછીથી ફરી સ્થિતિ પહેલા જેવી જ થઈ ગઈ, છેવટે 2018માં કપલે એકબીજા સાથે સહમતીથી ડીવોર્સ માટેની અરજી આપી હતી અને ત્યાર બાદ બન્ને અલગ થઈ ગયા જૂહીને દીકરીની કસ્ટડી મળી જો કે સચિન તેને મળવા આવતા રહે છે.

થાઇરોયડનો શિકાર બની હતી જૂહી

image source

જૂહી પરમાર થાઇરોયડ જેવી બીમારીનો શિકાર બની હતી. જૂહીએ પોતાના એક વિડિયો બ્લોગમાં જણાવ્યું હતું કે તેણી જ્યાં સુધીમાં આ બિમારી વિષે સમજી શકે ત્યાં સુધીમાં તો તેના લક્ષણ ખૂબ વધી ગયા હતા. જૂહીના કહેવા પ્રમાણે, તેનું વજન એકધારુ વધી રહ્યુ હતું. બેથી ત્રણ મહિનામાં 15થી 17 કિલો વજન વધી ગયું હતું. ચહેરા પર એટલો સોજો આવી ગયો હતો કે તે પોતાનો ચહેરો જ નહોતો ઓળખી શકતી.

image source

જૂહીના કહેવા પ્રમાણે – ‘મને મૂડ સ્વિંગ થતા રહેતા હતા. મારો અવાજ થોડો કર્કશ બની ગયો હતો. મેં મારી મમ્મીની સલાહ બાદ મારો થાઇરોયડ ટેસ્ટ કરાવ્યો જે પોઝિટીવ આવ્યો હતો. મેં મારી જાતને સમજાવી કે આ મારી કંડિશન છે અને મારે જ તેનાથી લડવાનું છે.’

image source

જૂહીએ ઘણી બધી ટેલિવિઝન સિરિઝમાં એક્ટિંગ કરી છે તેમજ કેટલાક રિયાલીટી ટીવી શોઝ પણ કર્યા છે. આ ઉપરાંત તેણી ઘણીબધી ફિલ્મોમાં પણ જેવા મળી છે. તેણી ગુજરાતી ફિલ્મ રંગાઈ જાને રંગમાં, હિન્દિ ફિલ્મ મધુર મિલન, પહચાન, એક થા ટાઇગરમાં પણ જોવા મળી હતી. સલમાન ખાનની ફિલ્મ એક થા ટાઇગરમાં તેણીએ એક ન્યૂઝ રિપોર્ટરનો રોલ કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ