ગુજરાતના ફેમસ વાટી દાળ ના ખમણ – હવે બનશે તમારા રસોડે, જાણો કેવીરીતે બનાવશો પરફેક્ટ…

હાય ફ્રેન્ડસ આજે હાજર છુ.ગુજરાતના ફેમસ વાટી દાળ ના ખમણની રેસીપી લઈ ને.તો ચાલો થઈ જાવ તૈયાર શીખવા માટે.આને બનાવવા માટે જોઈશે.

સામગ્રી—–


એક કપ ચણાની દાળ

એક કપ છોતરા વિના ની મગની દાળ

અડધો કપ અડદની દાળ

અડધો કપ વાલ ની દાળ

એક કપ ખાટું દહી

એક ટી સ્પૂન આદુ મરચા ની પેસ્ટ

અડધી ટી સ્પૂન હળદર

અડધુ લીંબુ

એક પેકેટ સાદુ ઈનો ફ્રુટ સોલ્ટ

એક ટી સ્પૂન ખાંડ

એક ચપટી હીંગ

ત્રણ થી ચાર ચમચી તેલ.

નમક સ્વાદ મુજબ

વઘાર માટે—-

બે ટી સ્પૂન તેલ

એક ટી સ્પૂન રાઈ

એક ટી સ્પૂન જીરુ

એક ટી સ્પૂન તલ

પાંચ- છ કડીપત્તા

ગાર્નિશ કરવા—

કોથમીર બે ચમચી બારીક સમારેલી

તાજા નાળિયેર નુ ખમણ બે ચમચી.(ઓપ્શનલ)

વિધિ—


1) સૌ પ્રથમ બધી દાળોને ધોઈને પાણીમાં લગભગ સાત થી આઠ કલાક પલાળી દો.ત્યાર બાદ મિક્સરમાં કરકરુ વાટી લો.

2) એક કપ ખાટું દહી ઉમેરી મિક્સ કરી એક કલાક માટે રાખી દો.


3) હવે તેમા આદુ મરચા ની પેસ્ટ ,હળદર,ખાંડ,હીંગ, તેલ અને સ્વાદાનુસાર નમક મેળવી હલાવી લો.


4) કુકરમાં પાણી નાખી ગરમ કરવા મૂકો.એક થાળી ઊંચા કાંઠાની લઈ તેમા તેલ લગાવી કુકરમાં ગરમ થવા મૂકી દો.ઢાંકણું ઢાંકી દો.


5) તૈયાર ઢોકળા ના બેટરમા એક પેકેટ ઈનો ફ્રુટ સોલ્ટ નાખી ઉપર અડધુ લીંબુ નીચોવી ને હળવા હાથે ખીરુ એકદમ ફૂલી જાય એટલુ ફીણી લો.


6) આ ખીરું ગરમ કરવા મૂકેલી થાળી મા રેડીને ઢાંકણું ઢાંકીને પંદર થી વીસ મિનિટ સુધી બફાવા દો.ત્યાર બાદ ચેક કરવા એક ચાકુ કે ટુથપીક ભરાવી જુઓ જો એકદમ સાફ બહાર નીકળે એટલે તૈયાર છે સમજવું.નહિતર બે પાંચ મિનિટ વધારે રાખવુ.


7) હવે થાળીને ઠંડી કરવા મૂકી. સાઈડમાં વઘાર તૈયાર કરી લઈએ.એ માટે પાન મા બે ચમચી તેલ નાખી. ગરમ થાય એટલે રાઈ જીરુ તલ અને કડીપત્ત્તા નાખી એ વઘાર થાળી પર બરાબર પથરાઈ એ રીતે રેડી દો.


8) ઉપર કોથમીર અને નાળિયેર નુ ખમણ સ્પ્રેડ કરીને સજાવો.લીલી અને ગળી ચટણી જોડે સર્વ કરો.


તો તૈયાર છે ગુજરાતની સુપ્રસિદ્ધ વાનગી વાટી દાળ ના ખમણ.તમે પણ જરુર બનાવજો અને હા ફીડબેક આપવાનુ ભૂલતા નહી.ફરી મળીશ એક સ્વાદિષ્ટ વાનગી સાથે.ત્યા સુધી બાય…….

રસોઈની રાણી : અલ્કા જોષી