મેઢાગિરી – વર્ષોથી થાય છે ચંદન અને કેસરનો વરસાદ…

ભોપાલ,બૈતૂલ સૌંદર્ય અને ધાર્મિક સ્થળ મુક્તાગિરી એવુ સ્થળ છે જ્યાં માનવમાઆવે છે કે કેસર અને ચંદનનો આજ પણ વરસાદ થાય છે.આ પવિત્ર સ્થળ પર દિગંબર જૈન સંપ્રદાયનાં ૫૨ મંદિર છે.એ કથી વધીને એ ક શિલ્પકલાનો નમૂનો અહીની મૂર્તિઓમાં જોવા મળે છે.મનને સુખ અને શાંતિ આપનાર આ સ્થળ પર ઘણા શ્રધ્ધાળુઓ અને પર્યટકો આવે છે.આ સ્થાન એમપીનાં બૈતુલ જિલ્લાનાં ભેંસદહોમાં મુક્તાગિરી.થપોડા ગામમાં સ્થિત આ પવિત્ર ધાર્મિક પ્રભાવનાં કારણે લોકોને પોતાની તરફ ખેંચે છે.આજ કારણ છે કે દેશનાં ખૂણે-ખૂણેથી જૈન ધર્માવલંબી અહી આવે છે ,સાથે જ બીજા ધર્મને માનવાવાળા લોકો પણ આ મનોહર દ્રશ્યને જોઈને ભાવવિભોર થઈ જાય છે.

સતપુડા પર્વત શ્રૃંખલાની વચ્ચે લીલાછમ જંગલોમાં વસેલું છે આ સ્થળ.જણાવવામાં આવી રહ્યુ છે કે અહી સાડાત્રણ કરોડ મુનિરાજ મોક્ષ પ્રાપ્‍ત કરી ચૂક્યા છે.એટલે કહેવામાં આવ્યુ છે કે…

“અચલાપૂરની દિશા ઈશાન તહા મેંઢાગિરી નામ પ્રધાન,.સાડાત્રણ કોટી મુનિરાય તિનકે ચરણ નમુ ચિતલાય.”

શાસ્ત્રોમાં તેનો અર્થ જણાવાયો છે કે સાડાત્રણ કરોડ સંતોને નમન કરો,જેને પવિત્ર નગરી અચલપુરનાં ઉત્તરપૂર્વ મેઢાગિરીનાં શિખર પર નિર્વાણ પ્રાપ્‍ત કર્યુ હોય.

અહી અવારનવાર થાય છે કેસરનો વરસાદ મુક્તાગિરીના મેઢાગિરી નામ પાછળ કિંવદંતિ છે કે અહી અવારનવાર કેસરનો વરસાદ થાય છે.લગભગ એક હજાર વર્ષ પહેલા આકાશમાંથી એક દેડકો ધ્યાનમગ્ન મુનિરાજ સામે આવીને પડ્યો હતો.ધ્યાન બાદ મુનિરાજે જ્યારે તે મરણાસન્ન દેડકાના કાનમાં નમોકાર મંત્ર વાંચ્યો,તો તે દેડકો મૃત્યુ બાદ દેવ બની ગયો.પોતાના મોક્ષ બાદ દેવ બનેલા દેડકાને મોક્ષદાતા મુનિરાજનું ધ્યાન આવ્યુ.

ત્યારથી નિર્વાણ સ્થળ પર દર વર્ષે કાર્તિક પૂર્ણિમાની રાત્રે દેવ પ્રતિમાઓ પર કેસરનાં છાંટાનાં દર્શન થાય છે.આ કુદરતી હોવાના કારણે તે આજપણ આશ્ચર્યમો વિષય બનેલો છે.કેસરનો આ વરસાદ ૫૨ મંદિરોમાંથી ૧૦મા મંદિરમાં સાફ જોઈ શકાય છે.

મુક્તાગિરીનું બીજું નામ મેઢાગિરી

મુક્તાગિરીનું બીજું નામ મેઢાગિરી છે. નિર્વાણ કાંડમાં તેનો ઉલ્લેખ પણ છે.કહેવામાં આવે છે કે આ ક્ષેત્રનાં ૧૦માં તિર્થકર ભગવાન શીતલનાથના સમવશરણ આવ્યા હતા.એ વા મોતિઓ ના વરસાદ માનવામાથી તેને મુક્તાગિરી કહેવામાં આવવા લાગ્યુ.જણાવવામાં આવી રહ્યુ છે કે ભગવાન પાર્શ્વનાથનાં દર્શન કરવા માટે રોજ અનેક શ્રધ્ધાળુ આવે છે,જે બિમારી,ભૂત-પિશાચ વગેરે સાંસારિક મુશ્કેલીઓ દૂર કરવાની મહત્વકાંક્ષાથી આવે છે.લોકોની મનોકામના પણ આ સ્થાનથી પૂરી થઈ જાય છે.

ઝરણું પણ છે ખાસ

સતપુડા પર્વત પર ૨૫૦ફૂટ ઉંચુ ઝરણુ પણ છે,જે પ્રાકૃતિક સુંદરતાને વધુ વધારી દે છે.અહી દૂરદૂર સુધી ફેલાયેલી હરિયાળી,ઝાડપાન,આખા ક્ષેત્રને વધારે આકર્ષક બનાવી દે છે.અહી આવનાર લોકો એ ક અલગ પ્રકારનાં શાંત વાતાવરણનો અનુભવ કરે છે.૫૨ મંદિરોનાં દર્શન કરવા માટે શ્રધ્ધાળુઓને ૨૫૦ પગથિયા ચડીને ૩૫૦ પગથિયા ઉતરવા પડે છે.માન્યતા છે કે અહી ૬૦૦ પગથિયાં ચડ્યા ઉતરવાથી એ ક મનોકામના પૂરી થઇ જાય છે.

પવિત્રતા બચાવવા ખરીદ્યો હતો પહાડ

અચલપુરનું પહેલું નામ અલિચપુર હતુ.અહી સ્થિત મુક્તાગિરી સિધ્ધક્ષેત્રને દાનવીર નત્થુસા પાસુસા,સ્વ.રાયસાહેબ રુખબસંગઈ અને સ્વ.ગેંદાલાલ હીરાલાલ બડજાત્યએ મળીને ખરીદ્યો હતો.અંગ્રજોનાં કાર્યકાળમાં ખાપર્ડેનાં માલગુજારીમાં ૧૯૨૮માં તેને ખરીદવામાં આવ્યો હતો.જણાવવામાં આવી રહ્યુ છે કે એ દરમિયાન શિકાર માટે પહાડ પર બૂટ ચપ્પલ પહેરીને જતા હતા અને જાનવરોનો શિકાર કરતા હતા.આજ કારણે આ સિધ્ધક્ષેત્રની પવિત્રતા જાળવી રાખવા માટે તેમને આ પહાડ જ ખરીદી લીધો હતો.