આ ગ્રામપંચાયત પ્લાસ્ટિકના કચરાને ઉપયોગ કરવાની તે લાખો રૂપિયાની કમાણી કરે છે…

આપણી આસપાસ પોલીથીન, પ્લાસ્ટિકની બોટલ અને અન્ય પ્લાસ્ટિકની વસ્તુઓ જોઈને ચિંતા થવા લાગે છે. પાણી અને જમીનની સાથે પુરા વાતાવરણને પ્રદુષિત કરવામાં બહુ મોટું યોગદાન આ પ્લાસ્ટિક કચરાનું છે. પ્લાસ્ટિકને બાળવું પણ ખૂબ ખતરનાક છે કેમકે તેનાથી કાર્બન મોનોકસાઈડ, નાટ્રોજન ઓક્સાઇડ અને ડાઈ ઓક્સિજન જેવા ઝેરી ગેસનું ઉત્સર્જન કરે છે. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે એક કિલો પ્લાસ્ટિક કચરો સળગાવવાથી ત્રણ કિલો કાર્બન ડાયોક્સાઇડ ગેસ નીકળે છે, ગ્લોબલ વોર્મિંગનું એક મોટું કારણ છે.

શહેર કે ગામમાં કચરો ભેગો કરવાની અને તેનો યોગ્ય નિકાલ કરવાની જવાબદારી નગરપાલિકાઓ અને સ્થાનિક શહેરી સંસ્થાઓની હોય છે. પ્લાસ્ટિક કચરાનો સંપૂર્ણ પ્રબંધ સ્થાનિક સંસ્થાઓનું મહત્વપુર્ણ જવાબદારીઓમાંથી એક છે. કચરો ઉઠાવાય તો છે પણ ફરીથી એ કચરાને બીજી જગ્યાએ ખડકી દેવામાં આવે છે જેના લીધે આ પ્લાસ્ટિક પર્યાવરણમાં હાજર રહે છે. અને આ કચરા પર જનતાના કરોડો રૂપિયા ખર્ચ કરાય છે. પણ આજે એક એવી ગ્રામ પંચાયત વિશે જાણકારી આપીશું જે ગામને પ્લાસ્ટિકના કચરાથી મુક્ત કરે છે એટલુંજ નહિ પણ તેનાથી લાખોની કમાણી પણ કરે છે.

આ ગામ કેરળ રાજ્યના એડુક્કી જિલ્લાની એક ગ્રામ પંચાયત નેદુમગંડમ છે. રાજ્ય સરકારની એક શરૂઆત હેઠળ નેદુમગંડમ ગ્રામપંચાયતને ક્લીન કેરળ કંપનીને ૪૧૩૬.૮૩ કિલો પ્લાસ્ટિક કચરો ૬૨૪૭૨ રૂપિયામાં પુનઃનવીનીકરણ એટલે કે રિસાઈકલિંગ માટે વેંચે છે. પંચાયતની પાસે હજી પણ ૧૦૦૦૦ કિલો પ્લાસ્ટિક કચરો અને ૩૦૦૦ કિલો કાર્બનિક કચરો વેચવા માટે ઉપલબ્ધ છે. આ કાર્યને સફળ બનાવવા રાજ્ય સરકારની કુદુમ્બશ્રી યોજનાના માધ્યમથી કાર્યરત મહિલા કર્મચારીઓ દરેક સ્કૂલ, હોસ્પિટલ, અને ઘરોમાં જઈને પ્લાસ્ટિક કચરો અને અજૈવિક કચરો ભેગો કરે છે. સ્થાનિક પંચાયત આ પ્લાસ્ટિક કચરાને પુનઃનવીનીકરણ માટે ક્લીન કેરળ કંપનીને વેંચી દેવાય છે.

આ કંપની પ્લાસ્ટિક કચરાનું રિસાઈકલિંગ કરીને સાર્વજનિક કાર્ય વિભાગ અને નિજી કંપનીઓને યોગ્ય મૂલ્યમાં વેચી દે છે. હવે બ્લોક પંચાયત આ પ્રક્રિયાને વધારે મજબૂત કરવા માટે પ્રયત્ન કરી રહીં છે. રાજ્ય સરકાર અને ગ્રામ પંચાયત આ કચરાને પ્રસંસ્કરણસ યંત્ર એટલે કે વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ અને બાયોગે સપ્લાન્ટ સ્થાપિત કરવાની અનુમતિ આપી છે. જેનાથી સ્થાનિક લોકોને વીજળી અને જમવાનું બનાવવા માટે ગેસ ઉતપન્ન થઈ શકે. આ બાયોગેસ યંત્ર લગભગ ૩૦૦ કિલો કચરાને ગેસમાં બદલે છે. જેનાથી ૧૫-૨૦ ઘરો માટે જમવાનું બનાવવા માટે ગેસ બનાવી શકાય છે. આ સિવાય આ યંત્રથી આસપાસના ઘરોને વીજળી મળશે. આ કાર્યને સુચારુ રૂપથી ચલાવવા માટે રાજ્ય સરકાર ગ્રામ પંચાયતને ૧૦ લાખની ધનરાશિ પણ આપવાની છે. આ પરિયોજના કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયની ગોવર્ધન પહેલ અને કેરળ સરકારની સૂચિતવા મિશન હેઠળ કાર્ય કરે છે.
જોવા જેવી વાત છે કે આપણા દેશમાં રોજ ૧૫૦૦૦ ટન પ્લાસ્ટિક કચરો નીકળે છે, જેનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે. પ્લાસ્ટિકનો વધતો વપરાશ આ પરથી લગાવી શકાય છે કે પુરા વિશ્વમાં કેટલું પ્લાસ્ટિક ભેગું થઈ ગયું છે કે આ પ્લાસ્ટિક પૃથ્વીને ૫ વાર વીટી શકાય છે. સમુદ્રમાં લગભગ ૮૦ લાખ ટન પ્લાસ્ટિક વહાવી દેવાયું છે જેની મતલબ એ છે કે પ્રતિ મિનિટ એક ટ્રક કચરો સમુદ્રમાં નાંખવામાં આવે છે. આ પરિસ્થિતિ પૃથ્વીના વાતાવરણ માટે ખૂબ હાનિકારક છે કેમકે પ્લાસ્ટિકને અપઘટિત થવા માટે ૪૫૦થી ૧૦૦૦ વર્ષ લાગે છે. આવામાં નેદુંમગંડમ ગ્રામ પંચાયતની આ પહેલ ખરેખરમાં વખાણવા લાયક છે. દરેક રાજ્ય સરકાર અને નગરપાલિકાઓએ આ પ્રકારના કાર્યને અપનાવવાની જરૂર છે.