એ ગુમનામ હીરો, જેણે પોતાના કે પોતાના પરિવારના જીવની ચિંતા કર્યા વગર સેંકડો લોકોના જીવ બચાવ્યા હતા…

ઇતિહાસ આપણને આપણા અસ્તિત્વથી અવગત કરાવે છે આ વાત ૧૦૦℅ સાચીછે. કોઈ વાત આપણને ગૌરવશાળી હોવાનો એહસાસ કરાવે છે તો ભારતીય ઇતિહાસની દુઃખ દઘટનાઓ આજે પણ આપણને રડાવી જાય છે.

ઇતિહાસમાં આપણે શું ગુમાવ્યું છે અને સાથે જ એ વાતનો એહસાસ કરાવે છે કે આવનાર ભવિષ્યમાં આપણે એ ભૂલો ફરી ના કરીએ. આપણા દેશના ઇતિહાસમાં એવો જ એક કાળો દિવસ જોયો હતો. ૩ ડિસેમ્બર ૧૯૮૪ના દિવસે ભોપાલમાં આવેલી યુનિયન કારબાઇડ નામની કંપનીના કારખાનામાંથી મિથાઇલ આઈસોસાઈનાટ નામના ઝેરીલા ગેસનું ગળતર થયું હતું. આ દુર્ઘટનામાં હજારો લોકોના મોત થયા હતા. હજારો લોકો શારીરિક અપંગતા અને આંધળાપણાંનો શિકાર થયા હતા. ભારતીય ઇતિહાસમાં આવો દર્દનાક દૃશ્ય જોયું ન હતું. લોકો આ ઘટનાને ભોપાલ ગેસ ટ્રેજડીના નામથી જાણે છે. આ ભયાનક કાંડમાં એક વ્યક્તિ એવી પણ હતી જેણે પોતાની કે પોતાના પરિવારના જીવની ચિંતા કર્યા વગર હજારો લોકોના જીવ બચાવ્યા હતા. જેમને ભોપાલ ગેસ ટ્રેજડીનો હીરો પણ કહેવાય તો ઓછું નથી.

તેમનું નામ ગુલામ દોસ્તાગીર છે. ગુલામ તે સમયે ભોપાલના ડેપ્યુટી સ્ટેશન સુપ્રીટેનડેટ હતા. જેમણે ભોપાલ ગેસ ટ્રેજડીની એ ભયાનક રાતે લાખોની જિંદગી બચાવી હતી. તેમણે પોતાના એક નિર્ણયથી ઘણા બધાના જીવ બચાવ્યા હતા પરંતુ ન બચાવી શક્યો એ પોતાના ત્રણ પુત્ર અને પત્નીને. ભોપાલ ગેસ કાંડને ૩૪ વર્ષ પુરા થયા ગયા છે, ૩ ડિસેમ્બર, ૧૯૮૪ ની એ રાતની યાદો આજે પણ લોકો જીવંત છે. જ્યારે ભોપાલમાં હજારો લોકો સૂતા તો હતા પરંતુ આગલી સવારે તેઓ ઊઠ્યા જ નહીં. એ કાળી રાતની આજ સુધી સવાર નથી થઈ. આજે પણ એ ઘટનાથી લોકોના દિલમાં દર્દ ઊભું કરી દે છે. યુનિયન કાર્બાઈડમાંથી ઝેરીલી ગેસ નીકળવાના કારણે તેની સૌથી વધુ અસર રેલવે પર થઈ હતી. આ ૧૦૦૦૦ કર્મચારીઓની આબાદીમાં ૧૩૦ની મોત રેકોર્ડ થઈ હતી. ૧ કલાકમાં ૨૧ મોત અને ૩૦૦ વ્યક્તિઓ બેહોશ થયા.

તે રાતે ડેપ્યુટી સ્ટેશન અધિક્ષક ગુલામ દોસ્તાગીરી થોડી લાંબી કાગજી કામ પૂરું કરવા માટે પોતાના કાર્યાલયમાં બેઠા હતા. એ કામે એમને રાતના ૧ વાગ્યા સુધી બેસાડી રાખ્યા હતા. એટલામાંજ ગોરખપુર મુંબઇ એક્સપ્રેસનો આવવાનો સમય થયો જેવા એ બહાર નીકળ્યા તેમની આંખો બળવા લાગી અને તેમના ગળામાં પણ ખંજવાળ થતી હોય એવું લાગ્યું. તેમને ખબર ન હતી કે યુનિયન કાર્બાઈડના કિટનાશક કારખાનાની ઝેરીલી ગેસ રેલવે સ્ટેશન ઉપર પણ ફેલાઈ ગઈ છે. અત્યાર સુધીમાં સ્ટેશન અધિક્ષક હરીશ ધૂર્વેની સાથે તેમના ત્રણ સહયોગીઓનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તે પૂરી રીતે સમજી ન શક્યા કે શું થઈ રહ્યું છે. ત્યારબાદ તેમણે તરત કામ કરવાનો નિર્ણય કર્યો. જ્યારે સ્ટેશન માસ્ટરની કોઈ પ્રતિક્રિયા ન મળી. તેમણે ભોપાલની બધી ટ્રેન યાતાયાતને નિલંબિત કરવા માટે વિદિશા અને ઇટારસી જેવા નજીકના સ્ટેશનના વરિષ્ઠ કર્મચારીઓને સતર્ક કરી દીધા.

પ્રવાસીઓથી ભરેલી ગોરખપુર-કાનપુર એક્સપ્રેસ પહેલેથીજ એક પ્લેટફોર્મ પર ઊભી હતી અને તેના જવાના સમયમાં ૨૦ મિનિટની વાર હતી. પણ તેમણે પોતાના મનની વાતને અનુસરતા ગુલામ દોસ્તાગીરે કર્મચારીઓને બોલાવ્યા અને ટ્રેનને તરત રવાના કરવા કહ્યું. જ્યારે બધા એ પૂછ્યું કે શું તમારે ત્યાં સુધી રાહ જોવી જોઈએ જ્યાં સુધી પ્રધાન કાર્યાલયથી આદેશ ન આવે, તો ગુલામ દોસ્તાગીરે જવાબ આપ્યો કે તે ટ્રેનના શરૂઆતી પ્રસ્થાનની પૂરી જવાબદારી લેશે. બધા નિયમો તોડીને અને કોઈની પરવાનગી લીધા વગર તેમણે અને તેમનાં બહાદુર કર્મચારીઓએ વ્યક્તિગત રૂપથી ટ્રેનને આગળ જવાનો સંકેત કર્યો. એ તેમનું જ દિમાગ હતું જેણે કેટલાય લોકોના જીવન બચાવ્યા હતા.

પીડિતોની ભીડથી ઘેરાયેલું સ્ટેશન જલ્દી જ એક મોટી હોસ્પિટલ જેવું દેખાવા લાગ્યું. દોસ્તાગીર સ્ટેશન પર રહ્યા, દ્રઢતાથી પોતાનું કર્તવ્ય પૂરું કર્યું. તેમણે એ વાતની પણ ચિંતા ન કરી કે તેમનો પરિવાર પણ શહેરની વચ્ચે રહે છે. ગુલામ દોસ્તાગીરના આ કામથી ઘણા લોકોના જીવન બચાવી શક્યા. પરંતુ આ વિપતિનો શિકાર તેમના ઘરના સભ્યો પણ બન્યા. ટ્રેજડી ની એ રાતે એમના ત્રણ દીકરા માંથી એક દીકરાનું મૃત્યુ થયું હતું અને બીજા દીકરાને આજીવન સ્કિન ઇન્ફેકશન થઇ ગયું. ખુદ ગુલામ દોસ્તાગીર ૧૯ વર્ષ હોસ્પિટલમાં વિતાવ્યા. ઝેરી ધુમાડાના લાંબા સમય સંપર્ક માં રહેવાના કારણે તેમને ગળાનું ઇન્ફેકશન થઇ ગયું. વર્ષ ૨૦૦૩માં જ્યારે પોતાની લાંબી બીમારી સામે હારી ગયા અને દમ તોડી દીધો. તેમના મૃત્યુ પ્રમાણ પત્રથી એ વાતનો ખુલાસો થયો કે તે MIC(મેથિલઇસ્સાઈનેટ) ગેસ જ તેમની બીમારી અને મૃત્યુનું કારણ છે. ખરેખર તે કોઈ હીરોથી ઓછા નહોતા જેમણે પોતાના પરિવાર અને પોતાનું જીવન ગુમાવીને પણ સેંકડો લોકોના જીવ બચાવ્યા.