તે એક સમયે ઘરે ઘરે જઈને ન્યૂઝ પેપરની ડિલિવરી કરતા હતા, આજે બોલીવુડના દિગગજ સિતારાઓ તેમના ઈશારે નાચે છે…

અસફળતાએ બીજું કંઈ નહીં પણ ફરીથી કોઈ કામને શરૂ કરવાનો અવસર હોય છે; અને તે પણ પેહલા કરતા વધારે અનુભવ અને વધારે વિવેકથી જીવનમાં ઘણીવાર તક સખત પરિશ્રમની જરૂરિયાતના છુપા વેશમાં આવે છે, પણ લોકો તેને ઓળખી નથી શકતા. લોક માન્યતાથી વિરુદ્ધ જીવન કાંટાથી ભરેલી પથારી નથી પણ સંજોગો અને તકોથી ભરેલી સેજ હોય છે. રોજબરોજ અવસર આપણા દરવાજે દસ્તક આપી જાય છે, એ તો આપણે જ છીએ જે તકને જોઈ નથી શકતા અથવા તો તેને પકડી નથી શકતા.

લોકોની સફળતામાં તે કોણ છે, અને કઈ કલા કે હુન્નર ધરાવે છે એ એટલું મહત્વપૂર્ણ નથી હોતું. મહત્વપૂર્ણ બાબત એ હોય છે કે તેણે જીવનમાં શું બનવાનું પસંદ કર્યું છે. આજે અમે આપને ઇમરાન સઈદ નામના એક વ્યક્તિ વિશે જણાવવાના છીએ, જેણે શૂન્યથી શરૂઆત કરીને પોતાના દમ પર પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું. તેમણે બોલીવુડમાં એક કોરિયોગ્રાફર તરીકે મોટા સિતારાઓ સાથે કામ કરતા પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે.
મુંબઈના બાહ્ય વિસ્તાર ડોમ્બિવલીમાં ઇમરાન મોટા થયા હતા. તેઓનું નાનપણ સામાન્ય નહોતું અને તેમને તે સુવિધાઓ પણ નહોતી મળી. જે દરેક સામાન્ય બાળકને નાનપણમાં મળે છે. તેમના પિતા શિપમાં કામ કરતા હતા, પિતાની નોકરી સ્થાયી ન હોવાના કારણે તેમના પરિવારને આર્થિક તકલીફ પડતી હતી. તેમની માતા એ બાળકોને કુરાન ભણાવવાનું શરૂ કર્યું.

ઇમરાને જણાવ્યું કે “એક સમય એવો આવ્યો કે જ્યારે મારા પિતા પાસે નોકરી ન હતી. મેં અને મારા ભાઈએ મળીને ઘરની આર્થિક જવાબદારી ઉઠાવી. અમારી પેહલી નોકરી એક પેપર ડિલિવરી બોયની હતી. પછી અમે ઘરે ઘરે જઈને દૂધ વેંચતા. તે સમયે અમે સ્કૂલમાં ભણતા હતા.

ઇમરાન દરરોજ સવારે ૪ વાગે ઊઠી જતા, ઘરે ઘરે જઈને દૂધ વેંચીને ઘરે પાછા આવતા અને ફરીથી પેપર વેંચવા જતા રહેતા. ત્યારપછી તે એક ટુર અને ટ્રાવેલ કંપનીમાં રીશેપ્સનિસ્ટની નોકરીમાં લાગી ગયા. તે પોતાની જિંદગીમાં ત્રણ લોકોથી ખાસ પ્રભાવિત થયા છે અનારલ્ડ શ્વાર્ઝેનેગર, માઈકલ જેક્સન, અને બ્રુસ લી.

ઇમરાનને માર્શલ આર્ટ્સમાં પણ ખૂબ રુચિ હતી અને તેઓ એક ફૂટબોલર પણ હતા. કોલેજમાં તેમણે ડાન્સની શરૂઆત કરી. તેઓ કહે છે કે મારા પિતા મારા ડાન્સ કરવાની વિરુદ્ધ હતા. મેં પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે બારીમાંથી ચોરીછુપીથી જતો હતો. મારી માતા તટસ્થ રહ્યા હતા અને તેઓ મારા પ્રતિયોગીતામાં ભાગ લેવા પર કઈ કહ્યું ન હતું.

ઇમરાન ડાન્સમાં જવા ઇચ્છતા હતા. તેમણે ઘણા બધા ઇવેન્ટ અને ફિલ્મો માટે ઓડિશન આપવાનું શરૂ કર્યું. તેઓ કીધા વગર અચાનક જ ઓડિશન માટે જતા હતા. તેમણે ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મ માટે તેમની પસંદગી કરવામાં ન આવી અને આ વાતને તેમણે પડકારરૂપ માનીને થોડાક વર્ષ સુધી સખત મહેનત કરી. ત્યાર પછી તેમને પહેલો બ્રેક ‘મેં હું ના’ ફિલ્મમાં મળ્યો. ત્યારબાદ તેમણે ક્યારેય પાછા ફરીને જોયું નથી.

ધીરે ધીરેબઘી વસ્તુઓ વ્યવસ્થિત થવા લાગી અને જલ્દી જ ઇમરાન સહાયક કોરિયોગ્રાફર બની ગયા. IIFA અને ફીલ્મ ફેર થી બૉલીવુડ મૂવીઝ સુધી ખૂબ ઝડપથી આગળ વધવા લાગ્યા. તેમને મોટા-મોટા સેલિબ્રિટીઝ જેવા કે ઋતિક રોશન, કેટરીના કૈફ, સલમાન ખાન સાથે મંચસ્થ થયા હતા. તેમણે દીપિકા પાદુકોણ અને મહાનાયકઅમિતાભબચ્ચન સાથે એડ ફિલ્મ કરી હતી.

આ તમામ વસ્તુઓ ઇમરાનને આગળ વધવા માટે પ્રેરિત કરે છે. પોતાના ખાલી સમયમાં ઇમરાન ચોપડીઓ વાંચે છે અને જમવાનું બનાવે છે. તેમણે એક કંપની ઇમરાન સઈદ એન્ટરટેઇનમેન્ટની સ્થાપના પણ કરી છે તેમાં તેમની એક પ્રોડક્શન કંપની છે અને એક ડાન્સિંગ રાઈટ નામની એપ પણ છે.
“મેં જિંદગીને બદલાતા જોઈ છે. જે લોકો પહેલાં મારુ અપમાન કરતા હતા, મારી પર ટોણા મારતા હતા અને નીચું દેખાડતા હતા; આજે તેઓ મારી પ્રશંસા કરતા થાકતા નથી.”

ઇમરાન માને છે કે કોઈપણ વ્યક્તિ ડાન્સ કરી શકે છે અને કોઈપણ ખોટો ડાન્સ નથી કરી શકતા. તેઓ ડાન્સના સ્ટેપ્સ ખૂબ સહજતાથી શીખવે છે. તેમણે પ્રયાગ નામથી એક NGOની શરૂઆત કરી છે જેના તે પછાત વર્ગના બાળકોને સારી સુવિધાઓ અને અવસર પ્રાપ્ત કરાવી શકે જે તે બાળકોને મળવી જોઈએ.

ઇમરાન થોડાક રિયાલિટી શોમાં જજ તરીકે પણ જોડાયા છે. હવે તે બેંકિંગ અને ડાન્સિંગ સાથે જોડાયેલા ડીજીટલ પ્લેટફોર્મ આધારિત એક વેબસિરીઝ સાથે જોડાયા છે.

ઇમરાન કહે છે, “જીવન અવસરોથી ભરેલું છે અને જો આજે હું અહીંયા પહોંચી શકું છું તો કોઈપણ પહોંચી શકે છે. મારા જીવનમાં બહુ મોટા બદલાવ આવ્યા છે કારણકે હું એવું ઇચ્છતો હતો. આપણે એ મહેસુસ કરવું પડે કે કોઈ એક મોકો પણ આપણાં સપના સાથે મળાવી શકે છે. ભલે એ સપનું કેટલું પણ મોટું હોય અને અશક્ય લાગતું હોય.” ઇમરાન માને છે કે દરેક વ્યક્તિએ કોઈપણ સ્વાર્થ રાખ્યા વગર લોકોની મદદ કરવી જોઈએ જેટલી તે કરી શકે.

ઇમરાન લાખોમાં એક એવી વ્યક્તિ છે જેમણે બધીજ વિપરીત પરિસ્થિતિઓ પર વિજય મેળવીને અને પોતાના જુનૂનથી પોતાની જિંદગી અને પોતાનું કામ શોધ્યું. ઇમરાન સઈદે દરેક વ્યક્તિ માટે પ્રેરણા સ્ત્રોત છે જે જીવનની રણભૂમિમાં કંઈક પામવા માટે સંઘર્ષ કરે છે.