સ્લીવલેસ બ્લાઉઝ સાથે એકદમ ટકાટક તૈયાર થઇને આ મહિલા કરાવે છે અનેક વિધી, 2022 સુધી બૂકિંગ થઇ ગયુ છે ફૂલ

ગોરમહારાજ નહીં પણ ગોરાણીના હાથે લગ્ન કરાવવા લોકો કરી રહ્યા છે પડાપડી, આ ગોરાણી પાસે 2022 સુધીના લગ્નના બૂકીંગ થઈ ગયા છે. લોકો લગાવે છે લાઈન

આપણે જ્યારે ક્યારેય પણ લગ્નનો વિચાર કરીએ ત્યારે આપણા મનોચક્ષુ સમક્ષ એક સુંદર મજાની લગ્નની ચોરી, વર વધુ અને મંત્રોનું ઉચ્ચારણ કરતાં ગોર મહારાજ દેખાઈ આવે ક્યારેય આપણને આ ગોરમહારાજની જગ્યાએ ગોરાણી દેખાયા છે ખરા ? તેનો જવાબ ચોક્કસ નામાં જ હશે.

પણ હવે દરેક ક્ષેત્રે સ્ત્રીઓ પુરુષોની સમોવડી થઈ ગઈ છે તો પછી આ ક્ષેત્ર પણ બાકી કેમ રહી જાય. અને આ ક્ષેત્રમાં પણ આ ગોરાણીએ ગોરમહારાજોને ટક્કર મારીને પોતાની બોલબાલા ઉભી કરી છે.

image source

વાત થઈ રહી છે આફ્રિકામાં જન્મેલા અને હાલ લંડમાં સ્થાયી થયેલા ચંદાબેન વ્યાસની. ચંદાબેન વ્યાસ ગોરમહારાજ કરે તે બધી જ વિધી કરે છે. તેઓ જન્મથી લઈને મૃત્યુ સુધીની બધી જ વિધિ પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી કરી આપે છે. તેઓ આ વ્યવસાયમાં છેલ્લા દસ વર્ષથી રોકાયેલા છે અને તેમણે માત્ર લંડન જ નહીં પણ, સમગ્ર યુકે, અમેરિકા, ઇટાલી, ગ્રીસ તેમજ કેનેડા ઉપરાંત અન્ય દેશોમાં પણ અત્યાર સુધીમાં 2 હજાર કરતાં પણ વધારે વિધિ કરાવી છે.

આજે વિદેશમાં તેમના ગોરપદાનો ડંકો છે અને તેમની એટલી બધી ડિમાન્ડ છે કે તેમની પાસે 2022 સુધીના બુકિંગ ફુલ થઈ ગયા છે.

image source

ક્યારે જાગી ગોરાણી બનવાની ઇચ્છા

ચંદાબેનનો જન્મ કેન્યામાં થયેલો હતો. પણ મૂળે તેઓ રાજકોટના બ્રાહ્મણ હતા. તેઓ નાની ઉંમરથી જ પોતાના પિતા કરુણાશંકર સાથે ગોરપદું કરવા જતાં હતા. તેમના પિતા કરુણાશંકર પુરોહિત ગોર મહારાજ તરીકે વિદેશમાં વિવિધ હિન્દુ વિધિઓ કરાવતા હતા અને તેમની દીકરીને તેઓ હંમેશા સાથે જ રાખતા હતા અને ચંદાબેન પણ તેમને તેમાં મદદ કરતાં હતા.

ચંદાબેને પોતે પણ પિતાની જેમ વિધિઓ કરવાની શરૂઆત કરી. જો કે તેમને તેમાં સમાજનો ઘણો બધો વિરોધ સહન કરવો પડ્યો અને તેમને તેમના પિતાને તેના માટે અવારનવાર આજીજી કરવી પડતી. અને છેવટે તેમના પિતાએ સમાજના વિરોધ છતાં પણ તેમને કર્મકાંડની વિધિઓ કરવા માટે રજા આપી અને બસ પછી તો ચંદાબેને ક્યારેય પાછુ વાળીને નથી જોયું અને તે પણ તેમના પિતાની જેમ જન્મથી લઈને મૃત્યુ સુધીની દરેક વિધિ કરાવવા લાગ્યા.

image source

પરિવારની જવાબદારી નિભાવતા નિભાવતા બન્યા પૂજારી

ચંદાબેનને પરિવારમાં ત્રણ દીકરીઓ છે. તેમના ઉછેરની જવાબદારી પણ સંપૂર્ણ પણે તેમના પર જ હતી. અને તેમાંથી સમય કાઢીને તેમણે તેમની ગોરપદાની વિધિઓ કરવાની રહેતી હતી અને તે સમય તેમણે કોઈ પણ રીતે મેનેજ કરી લીધો. જો કે તેમને પરિવારમાં પૈસાની કોઈ જ કમી નહોતી. તેમના પતિ મનોજભાઈ પણ એક સદ્ધર ફાયનાન્શિયલ કન્સ્લ્ટન્ટ છે. સમય જતાં ચંદાબેનને નાની-મોટી વિધિઓની સાથે હવે તેમને હિન્દુ વિધિથી લગ્ન કરાવવાની પણ ઇચ્છા જાગી અને છેવટે તેમણે પૂજારી બનવાનું નક્કી કરી લીધું. અને ધીમે ધીમે તેમણે લંડનમાં રહેતા ગુજરાતી તેમજ અન્ય હિન્દુ પરિવારોમાં લગ્ન કરાવવાનુ શરૂ કર્યું. તેમણે કેટલાક સમલૈંગિક લગ્નો પણ હિન્દુવિધિ કરાવ્યા છે. આ ઉપરાંત તેઓ અન્ય વિધિઓ જેમ કે ભૂમિ પૂજન, સત્યનારાયણની કથા, યજ્ઞુપવીત પણ કરાવે છે.

image source

પોતાની દીકરીઓના લગ્નની વિધિ પણ તેમણે જ કરી

જ્યારે ઘરમાં જ પૂજારી હોય તો વળી લગ્ન બીજા પાસે શેના કરાવવાના હોય ! ચંદાબેને પણ પોતાની બે દિકરીઓના લગ્ન પોતાના હાથે જ કરાવ્યા હતા. ચંદાબેન બિનહિન્દુ યુગલના લગ્ન પણ હિન્દુવિધિથી કરાવી આપે છે આવe સમયે તેઓ સંસ્કૃતમાંથી ઇંગ્લીશમાં શ્લોકોનો અનુવાદ કરી તેમને સમજાવે છે.

image source

ચંદાબેનનો વારસો દીકરીઓ આગળ ધપાવશે

ચંદાબેને એક રૂઢી તોડી હવે તેનો લાભ તેમની દીકરીઓને મળશે. ચંદાબેન બાદ ગોરપદાનો વારસો તેઓ પોતાની દીકરીઓને પણ આપવા માંગે છે. તેમની મોટી દીકરીની દીકરી જાનકી નાનીનો આ વારસો સંભાળવા માગે છે. 67 વર્ષિય ચંદાબેન હવે તેમની પૌત્રીને દરેક હિન્દૂ ધાર્મિક વિધિની તાલિમ આપવા માગ છે અને સાથે સાથે અન્ય ઇચ્છુક મહિલાઓને પણ તેઓ તાલિમ આપવા માગે છે.

image source

ચંદાબેનનો આ ઇરાદો જોતાં હવે એવું લાગે છે કે હીન્દુ પુરુષ પૂજારીઓનો ઇજારો હવે ખતમ થવા જઈ રહ્યો છે અને આ વણખેડ્યો માર્ગ પણ હવે મહિલાઓ ખેડી લેશે. આ પહેલ બદલ ધન્ય છે ચંદાબહેન વ્યાસને.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ