સૂર્ય નમસ્કાર કરવાની આ રીત છે સાચી, ક્લિક કરીને જાણી લો તમે પણ

સૂર્યનમસ્કારની સાચી પદ્ધતિ.

યોગનું જીવનમાં ઘણું મહત્વ છે.યોગ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખે છે.યોગ શરીરમાં ઊર્જાનું વહન કરે છે.શરીરના વિવિધ અવયવો માટે વિવિધ પ્રકારના યોગાસન ઉપલબ્ધ છે.પરંતુ ઘણી વખત આ તમામ યોગાસન કરવાનો સમય અને શક્તિ બંનેની નથી હોતા ત્યારે સૂર્ય નમસ્કાર એકમાત્ર ઉપાય છે જેમાં બાર પ્રકારના શક્તિશાળી આસનો નો સમાવેશ થાય છે.સૂર્યનમસ્કારનો સરળ અર્થ સૂર્યનમસ્કાર કરવાનો છે.સૂર્ય એકમાત્ર એવા દેવ છે જેના પ્રત્યક્ષ દર્શન કરી શકાય છે.સૂર્ય ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે.સૂર્ય નમસ્કાર કરવાથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક ઉપલબ્ધિઓ મેળવી શકાય છે. સૂર્યનમસ્કાર ઉત્તમ કાર્ડિયોવૅસ્ક્યુલર વ્યાયામ છે.

image source

સૂર્યનમસ્કાર સવારના સમયે ખાલી પેટે કરવા વધુ હિતાવહ છે.શારીરિક માનસિક અને અધ્યાત્મિક સ્વચ્છતા માટે સૂર્ય નમસ્કારના સરળ અને પ્રભાવશાળી આસનો જોઈએ.

પ્રત્યેક સૂર્યનમસ્કાર માં બાર આસનો નો સમાવેશ થાય છે.ક્રમાનુસાર આસન કરવાથી એક સૂર્યનમસ્કાર સિદ્ધ થયો કહેવાય છે.સૂર્યનમસ્કાર બે ક્રમમાં હોય છે.સૂર્ય નમસ્કારના બંને ચરણ પૂર્ણ કરવાથી એક સૂર્ય નમસ્કાર પૂર્ણ થાય છે.પ્રથમ વખત સૂર્યનમસ્કારમાં જમણા પગનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે બીજી વખત ડાબા પગનો ઉપયોગ કરવામાં આવે છે .આ બંને સૂર્યનમસ્કાર ભેગા મળીને એક સૂર્યનમસ્કાર થયો ગણાય છે.

image source

નિયમિત પણે સૂર્ય નમસ્કાર કરવાથી ઉત્તમ પરિણામ મેળવી શકાય છે.સૂર્યનમસ્કાર દ્વારા સૂર્ય પાસેથી પ્રાપ્ત થતી ઉર્જા બદલ તેમનો આભાર પણ વ્યક્ત કરી શકાય છે.તો આજથી જ સુખાકારી અને તંદુરસ્તી મેળવવા માટે સૂર્ય નમસ્કાર નો પ્રારંભ કરો અને આગલા દસ દિવસ સુધી મનમાં સૂર્ય પાસેથી પ્રાપ્ત થતી ઉર્જા બદલ આભાર વ્યક્ત કરવા અને કૃપા પ્રાપ્ત કરતા રહેવા સૂર્ય નમસ્કાર શરૂ કરો. સૂર્યનમસ્કાર ઉપરાંત અન્ય આસનો કર્યા બાદ યોગ નિદ્રામાં આરામ કરવો પણ જરૂરી છે. સૂર્યનમસ્કાર એક સંપૂર્ણ યૌગિક વ્યાયામ ગણાય છે.

સૂર્ય નમસ્કાર કરવાની પદ્ધતિ આસન અનુસાર શીખીએ.

પ્રણામ આસન

image source

પાથરેલા આસનોની કિનારી ઉપર બંને પગ એક સાથે જોડેલા રાખીને સંપૂર્ણ શરીરના વજન અને સમતોલ રાખીને ઊભા રહેવું.ત્યારબાદ ખભા પાસે થી બંને હાથ ધીરે ધીરે શ્વાસ લેતાં લેતાં છાતી પાસે લાવવા અને શ્વાસ છોડતા બંને હથેળીઓને ભેગી કરી પ્રણામની મુદ્રામાં આવવું.

હસ્ત ઉત્તાનાસન

image source

હાથ જોડેલી મુદ્રામાં થી શ્વાસ લેતા-લેતા બંને હાથોને ધીમે-ધીમે ઉપરની બાજુ લઈ જવા અને સાવચેતી પૂર્વક પાછળ તરફ ધકેલવાં. હાથ જોડેલી મુદ્રામાં જ પાછળ રાખવા .માથું બંને હાથની વચ્ચે સ્થિર રાખવું.શરીરને ટટ્ટાર ખેંચીને રાખો. કમરમાંથી પાછળની તરફ ઝૂકવાનું નથી એ ધ્યાનમાં રાખો.

હસ્તપાદાસન

image source

હસ્તઉત્થાનઆસનની મુદ્રા માંથી હસ્તપાદાસન તરફ આવવું.શ્વાસ છોડતાં છોડતાં ઉપર લઈ ગયેલા બંને હાથ ધીરે ધીરે નીચે લઈ આવવા અને સંપૂર્ણપણે બંને પગ ની બાજુમાં હથેળીઓ જમીનને અડાડવી.કમરમાથી વાંકા વળી માથું ઢીચને અડાડવાનો પ્રયત્ન કરવો.

અશ્વસંચાલન આસન (અશ્વારોહણ આસન)

image source

શ્વાસ અંદર લેતાં લેતાં, શક્ય હોય એટલો તમારો જમણો પગ પાછળની તરફ ખેંચો. જમણા ઘૂંટણને જમીન પર ટેકવો અને ઉપરની તરફ જોવું.. ડાબો પગ બંને હથેળીઓની વચ્ચે બરાબર છે તેની ખાતરી કરવી

દંડાસન

image source

શ્વાસ અંદર ની તરફ લેતાં લેતાં તમારો ડાબો પગ પાછળ લેવો અને આખું શરીર એક રેખામાં કરવું. તમારા હાથ જમીન સાથે કાટખૂણે રાખો..

અસ્ટાંગાસન

image source

શ્વાસ હળવેથી બહાર કાઢતાં તમારા ઘૂંટણ જમીન તરફ લાવવા. કૂલા ઊંચા લાવી આગળની તરફ સરકવું. તમારી છાતી અને માથું જમીન પર ટેકવવા. તમારું શરીર પેટના ભાગથી થોડુ ઊંચક્વુ. બે હાથ, બે પગ, બે ઘૂંટણ, છાતી અને માથું (શરીરના આઠ ભાગોનો ભૂમીને સ્પર્શ થશે).

ભુજંગાસન

image source

ભૂમી ઉપર આગળ સરકી છાતી ઉપર કરીને સર્પની જેમ શરીરની સ્થિતી કરો. એ સ્થિતિમાં તમે કોણી વાળી શકો છો, ખભા કાન થી દૂર રાખીને ઉપર જોવું.જો શક્ય હોય, તો એડીઓને જમીન ઉપર સ્થિર રાખી પીઠના હાડકાને હળવેથી ઉપર ઉઠાવવાનો હળવો પ્રયાસ કરો

પર્વતાસન

image source

શ્વાસ બહાર કાઢતાં કાઢતાં નિતંબ અને પીઠના હાડકાને ત્રિકોણ બને તે રીતે ઉપર ઉઠાવી, છાતી નીચે તરફ એક પર્વતની, (/ \) મુદ્રામાં શરીર રાખવું. જમણો પગ બરાબર બે હાથની વચ્ચે મુકવો અને જમણી પીંડી કાટખુણે જમીન ઉપર રાખવી. આ સ્થિતીમાં, નિતંબને જમીન તરફ ધકેલવાનો નો હળવો પ્રયાસ કરવો.

અશ્વસંચાલાનાસન

image source

શ્વાસ અંદર લેતાં લેતાં, જમણો પગ બે હાથની વચ્ચે લેવો, ડાબો ઘૂંટણ જમીન ઉપર રહેશે, નિતંબનો ભાગ નીચે દબાવવો અને ઉપર તરફ જોવું. જમણોપગ બરાબર બે હાથની વચ્ચે મુકવો અને જમણી પીંડી કાટખુણે જમીન ઉપર રાખવી. આ સ્થિતીમાં, નિતંબને જમીન તરફ ધકેલવાનો નો હળવો પ્રયાસ કરવો.

હસ્તપાદાસન

image source

શ્વાસ અંદર લેતાં લેતાં, ડાબો પગ આગળ લેવો. હથેલીઓ ભૂમી ઉપર રાખવી. જરૂર પડે તો તમે ઘુંટણ વાળી શકો છો. ધીમેધીમે ઘૂંટણ સીધા કરવા અને ઘૂંટણ ને તમારા નાકથી સ્પર્શ કરવાનો પ્રયાસ કરો . શ્વાસ લેવાનું ચાલુ રાખો

હસ્તઉત્તાનાસન

image source

શ્વાસ અંદર લેતાં લેતાં કરોડરજ્જુ ને સમેટીને, બંને હાથ ઉપર કરીને પાછળની તરફ થોડા વળવું.. તમારા બંને હાથની બાજુઓ- બાવડા- તમારા કાનની બાજુમાં અડકેલાં છે તેની ખાતરી કરવી. આ આસનનું મહત્વ શરીરને પાછળ ખેંચવાની બદલે ઉપર ખેંચવામાં છે.

તાડાસન

image source

શ્વાસ બહાર કાઢતાં કાઢતાં, શરીરને સીધું કરવું અને પછી બંને હાથ નીચે લાવવા. આ સ્થિતિમા આરામ કરવો. પોતાના. સંવેદનાનું અવલોકન કરવું. સૂર્યનમષ્કાર બાદશરીરને આરામ આપવા સવાસન કરવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ