માત્ર 271 દીકરીઓના લગ્ન જ નહિં, જમાઇનો પણ ઉતાર્યો અધધધ..લાખનો વીમો, જાણો બીજી કેવી રીતે કરી મદદ…

વર્ષોની પરંપરા ચાલુ રાખતાં પી.પી સવાણી તેમજ લખાણી પરિવારે આ વર્ષે પણ 271 દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવ્યા

image source

આ વર્ષની લગ્ન સિઝનમાં એક અત્યંત શુભ કામ સુરતના બે માલેતુજાર પરિવારો, પીપી સવાણી પરિવાર અને કીરણ જેમ્સના લખાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આ બન્ને કુટુંબોએ 136 પિતાવિહોણી દીકરીઓને પિતાની ફરજ બજાવતા હોય તેમ ધામધૂમથી લગ્ન કરીને વળાવી છે. આ કુટુંબોનું કંઈ આ પહેલીવારનું સતકાર્ય નથી પણ છેલ્લા નવ-નવ વર્ષથી તેઓ આ લગ્નસમારંભનું આયોજન કરતા આવ્યા છે અને સેંકડો દીકરીઓનો સંસાર વસાવી આપ્યો છે.

image source

આ વર્ષે પીપી.સવાણી અને લખાણી પરિવાર દ્વારા બે દિવસ લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 271 દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવીને તેમને વળાવવામાં આવી હતી. આ સમાજકલ્યાણી પહેલ સૌ પ્રથમ પીપી. સવાણી ગૃપના આગેવાન મહેશ સવાણીએ કરી હતી. તેમણે કોઈ પણ જાતના નાત-જાત કે પછી પ્રદેશના ભેદભાવ રાખ્યા વગર જ માત્ર બે જ દિવસમાં દેશના 11 રાજ્યની તેમજ પાડોશી દેશ એવા નેપાળની કન્યાઓ અને કૂલ 35 જેટલી જ્ઞાતિઓની દીકરીઓના લગ્ન કરાવીને અઢળક પૂણ્ય કમાવ્યું છે.

image source

આપણા સમાજમાં જો કે આપણા સમાજમાં જ નહીં પણ વિશ્વના દરેક સમાજમાં લગ્ન સંસ્થાનું એક આગવું મહત્ત્વ છે અને લગ્ન એ જીવનનો એક મહત્ત્વનો પડાવ પણ છે. જેનું દરેક સ્ત્રી કે પુરુષ એક ખાસ સપનું સેવીને બેઠા હોય છે. કેટલાકનું આ સ્વપ્ન પૂરું થાય છે તો કેટલાકની ઇચ્છાઓ અધૂરી રહી જાય છે. અને આ ઇચ્છા અધૂરી રહી જવા પાછળ મોટે ભાગે આર્થિક તંગી જવાબદાર હોય છે.

સવાણી પરિવારના વડીલ મહેશભાઈને પિતા વિનાની દીકરીઓ અને આર્થિક નબળાઈ ધરાવતા પરિવારોની દીકરીઓને જોઈ આ ભલું કામ કરવાની પ્રેરણા મળી હતી. તેમણે પોતાના આ કામને વ્યવસ્થિત રીતે પાર પાડવા માટે પિતા વિનાની દીકરીઓનું એક સંગઠન પણ બનાવ્યું છે અને તે હેઠળ નોંધાયેલી દીકરીઓના તેઓ પિતાની ફરજ બજાવતા હોય તે રીતે ધામધૂમથી લગ્ન કરાવતા આવ્યા છે.

image source

સતત નવ-નવ વર્ષથી આ પૂણ્ય કાર્ય મહેશભાઈ અને લખાણી પરિવાર કરતો આવ્યો છે અને આવતા વર્ષે પણ તેમનો આ જ ધામધૂમથી દીકરીઓના લગ્ન કરાવવાનું પ્રણ છે. તેમણે તેની આ વર્ષે જ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આવતા વર્ષે પણ આ જ રીતે લગ્ન કરાવીશું જેનું નામ હશે ‘ચુંદડી મહિયરની’.

રાજકારણીઓ દ્વારા પણ સવાણી-લખાણી પરિવારના આ કૃત્યને બિરદાવવામાં આવ્યું

image source

રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આ બન્ને કુટુંબને ખૂબ બિરદાવવામાં આવ્યા છે અને આ પ્રસંગે તેમણે નવા સાસુ-સસરા બનનારને અરજ કરી છે કે તેઓ તેમની વહુઓને દીકરીની જેમ જ પ્રેમ આપે. આ ઉપરાંત સુરતના પોલીસ કમિશ્નર આર.બી ભ્રહ્મભટ્ટે ખાસ હાજરી આપી હતી અને દીકરીઓનું કન્યાદાન કરીને જમાઈઓને હેલ્મેટ ભેટ સ્વરૂપે આપ્યા હતાં.

સવાણી-લખાણી કુટુંબ તરફથી દીકરીઓને કરિયાવર

image source

બે દિવસમાં 271 લગ્ન કરાવી દીકરીઓને આ બન્ને કુટુંબ દ્વારા કોઈ માતાપિતાની જેમ જ કરિયાવર આપવામાં આવ્યું છે અને તેની સાથે સાથે દીકરી અને જમાઈનો 2-2 લાખ રૂપિયાનો અકસ્માત વિમો પણ ઉતરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી મળતી સહાય એવી ‘કુંવરબાઈનું મામેરુ’ અને ‘સાતફેરા સમૂહલગ્ન’ની સરકારી યોજનાનો પણ લાભ અપાવ્યો છે.

બન્ને પરિવાર દ્વારા મહેમાનોની પૂર્ણ આગતા-સ્વાગતા કરવામાં આવી

image source

સવાણી-લખાણી બન્ને કુટુંબના સભ્યોએ આ લગ્ન સમારોહમાં પૂર્ણ જૂસ્સાથી ભાગ લીધો હતો. મહેશ ભાઈના દીકરા મિતુલ સવાણીએ મહેમાનોનું પુરા મનથી સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત કુટુંબના બીજા સભ્યોએ પણ લગ્નમાં હાજર મહેમાનો તેમજ મહાનુભાવોનું સ્વાગત તેમજ સમ્માન કર્યુ હતું.

આ લગ્ન સમારંભમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્યો હર્ષ સંઘવી તેમજ પ્રતાપ દૂધાત, આ ઉપરાંત સમાજના અગ્રણી એવા નિલેશભાઈ ધુલેશીયા, બટુકભાઈ મોવલિયા, કાનજીભાઈ ભાલાળા, અરવિંદભાઈ ધડુક અનુભાઈ તેજાણી, સુરેશભાઈ લખાણી, ચંદ્રવદનભાઈ પીઠાવાલા અને સુરત શહેરના કમિશ્નર તેમજ અન્ય પોલિસ અધિકારીઓએ પણ હાજરી આપી આ પ્રસંગના મહત્ત્વ તેમજ ગંભીરતાને વધારી દીધાં હતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ