ગીતા ફોગાટે બેબી બંપ સાથે ફોટો શયેર કરી જાહેર કરી પ્રેગનન્સી ! સાથે પોતાની લાગણી દર્શાવતું ભાવુક કેપ્શન પણ લખ્યું

ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતાડનારી સ્ટાર પહેલવાન ગીતા ફોગાટ માતા બનવા જઈ રહી છે. તેણીએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પોતાના બેબી બંપ સાથે ફોટોઝ શેયર કરીને પોતાના ફેન્સને પોતાના પ્રેગનન્ટ હોવાની જાણકારી આપી હતી. તમને જણાવી દઈએ કે ગીતાએ 2016માં ભારતીય પહેલવાન પવન કુમાર સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

તેણીએ શેયર કરેલી તસ્વીરની સાથે સાથે એક સુંદર મજાનું લાગણીભીનું કેપ્શન પણ લખ્યું છે. “એક માતાનો આનંદ ત્યારે શરૂ થાય છે જ્યારે તેનામાં એક નવો જ જીવ સળવળે છે… જ્યારે નાનકડા ધબકારાને પ્રથમવાર સાંભળવામાં આવે છે, અને એક રમતિયાળ લાત યાદ અપાવે છે તે ક્યારેય એકલું નથી.” તમે જીવનને ત્યાં સુધી નથી સમજી શકતાં જ્યાં સુધી તે તમારી અંદર ન ઉછરતું હોય.

છેલ્લા ઘણા સમયથી ગીતા ફોગાટ કુશ્તિથી દૂર છે પણ તેણીએ માત્ર એક કોમનવેલ્થમાં જ નહીં પણ 2009 અને 20011ની કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેણીની આ સફળતાઓ પાછળ તેણીના પિતાનો મોટો ફાળો છે.

ગીતા ફોગાટ હરિયાણાના પ્રખ્યાત પહેલવાન કુટુંબમાંથી આવે છે. તેણીને ત્રણ બહેનો અને બે પિતરાઈઓ છે, આ બધા જ પહેલવાન છે. તેણીની બહેન બબીતા કુમારી અને કઝીન વિનેશ ફોગાટે પણ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. માત્ર તેટલું જ નહીં તેણીની નાની બહેન રુતુ ફોગાટે પણ 2016ની કોમનવેલ્થ રેસ્લીંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અને તેણીની સૌથી નાની બહેન સંગીતા ફોગાટ પણ એક આંતરરાષ્ટ્રીય પહેલવાન છે. તેના પિતા મહાવીર સિંઘ ફોગાટ પણ એક ભૂતપૂર્વ પહેલવાન હતા. અને તેઓ તેમની દીકરીના કોચ પણ રહ્યા છે. અને તેમને દ્રૌણાચાર્ય અવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.

તેણીએ દીલ્હી ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પ્રથમવાર વુમન્સ રેસ્લીંગમાં ગોલ્ડ મેડલ જીતાવ્યો હતો. તેણીએ તેમાં ગોલ્ડ મેડલની પ્રખર દાવેદાર એવી ઓસ્ટ્રેલિયાની એમિલિ બેન્સ્ટેડને 1-0, 7-0થી હરાવી હતી.

તેની આ સફળતાઓથી અભિભૂત થઈને જ તેના જીવન પરથી ફિલ્મ દંગલ બનાવવામાં આવી હતી. જેમાં આમીરખાને તેણીના પિતાનું પાત્ર ભજવ્યું હતું. ભારતમાં તો આ ફિલ્મે સેંકડો કોરોડનો બિઝનેસ કર્યો જ પણ ચીનમાં પણ આ ફિલ્મ સુપરડુપર હીટ રહી હતી અને ત્યાં પણ કરોડો રૂપિયાની કમાણી કરી હતી.

સોશિયલ મિડિયા અકાઉન્ટ પર તેણીએ પોતાની પ્રેગનન્સી જાહેર કરતાં જ તેના પર શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો. તેમાં સેલિબ્રિટિઝ પણ પાછળ નહોતા રહ્યાં તેણીને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝની સેલિબ્રીટીઝ એવા કરનવીર બોહરા, શાંતનું મહેશ્વરી, મનવીર ગુર્જર, નીયા શર્મા, હીના ખાન વિગેરેએ હુંફથી ભરેલી શુભેચ્છાઓ પાઠવી હતી.

ગયા વર્ષની ખતરો કે ખીલાડીની 8મી સિઝનમાં તેણીએ ભાગ લીધો હતો જેમાં તેણી લોપા મુદ્રા, હીના ખાન સાથે જોવા મળી હતી. અને આ શો પર તેણીનું તેના કો સ્ટાર્સ સાથે સારું એવું બોન્ડીંગ થઈ ગયું હતું. આ ઉપરાંત પણ તેણીને ટેલીવિઝના ઘણા બધા રિયાલીટી શોઝ તરફથી ઓફરો આવી ચુકી છે જે તેણીએ નકારી હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ