વિશ્વનો ખ્યાતનામ ટેનિસ પ્લેયર આન્દ્રે અગાસી એક વખત રમતો હતો અન્ડરવેર પહેર્યા વગર – કારકીર્દીમાં 8 વખત ગ્રાન્ડસ્લેમ જીતી ચુક્યો છે
આન્દ્રે અગાસે વિતેલા સમયના ટેનિસની રમતના મહાન ખેલાડી છે. તે ઘણીવાર સિંગલ્સમાં નંબર વન પણ બની ચૂક્યા છે. તેમના નામે 8 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે જે એક મહત્ત્વનો રેકોર્ડ છે. તેણે 1996માં એલમ્પિક્સની રમતમાં ટેનિસમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેમણે 8 ગ્રાન્ડસ્લેમ પોતાના નામે તો કરી જ લીધા હતા પણ બીજી 7 ગ્રાન્ડસ્લેમમાં તે ફર્સ્ટ રનરઅપ રહ્યો હતો.

તે એક માત્ર એવા ખેલાડી બની ગયા હતા જેમણે ચાર વાર ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતી હતી. જો કે ત્યાર બાદ વિશ્વના બેસ્ટ ટેનિસ પ્લેયર નોવાક યોકોવિચે તેનો તે રેકોર્ડ તોડ્યો હતો. આન્દ્રેએ આ શીખર પર પહોંચવા માટે આકરી મહેનત કરી હતી. લોકોને તેમની ચોટલીવાળી હેરસ્ટાઇલ ખૂબ ગમતી હતી. જો કે ઘણા બધા ખેલાડીઓની જેમ આન્દ્રે પણ થોડો-ઘણો અંધવિશ્વાસમાં માનતા હતા. અને પોતે સફળ થાય તે માટે જાત-ભાતના પેંતરા કરતા રહેતા હતા. અને તેમની આ અંધશ્રદ્ધા એટલી વિચિત્ર રહેતી કે તમે જાણશો તો તમે પણ વિચારમાં પડી જશો.

તેમણે એક વખતે કબૂલ્યું હતું તેમણે પોતાની કેરિયર દરમિયાન કેટલીક ટુર્નામેન્ટ અન્ડરવેર પહેર્યા વગર જ રમી હતી અને તે જીતી પણ ગયો હતો. તેમનો એવો વહેમ હતો કે અન્ડરવેર પહેર્યા વગર ગેમ રમવાથી તે જીતી જતા હતા, તેઓ તે બાબતને પોતાના માટે લકી માનતા હતા.
ફ્રેન્ચ ઓપન તેમણે અન્ડરવેર પહેર્યા વગર જ રમી હતી
ફ્રેન્ચ ઓપનમાં તેઓ પ્રથમવાર અન્ડવેર પહેર્યા વગર રમ્યા હતા. આ એક મુશ્કેલ રમત હતી કારણ કે તેમની સામે પણ દુનિયાનો ઉત્તમ ખેલાડી રમી રહ્યો હતો અને છેલ્લા ઘણા સમયથી તે સારું પ્રદર્શન કરી રહ્યો હતો. વાસ્તવમાં અન્ડરવેર નહીં પહેરવાની શરૂઆત અકસ્માતે થઈ હતી. ફ્રેન્ચ ઓપન વખતે જ્યારે તેઓ પોતાના લોકર રૂમમાં ગયા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેઓ અન્ડરવેર લાવવાનું ભૂલી ગયા છે, તેને તેના કોચે અન્ડરવેર આપવાની ઓફર કરી હતી પણ તેમણે ના પાડી દીધી અને ત્યારથી ચાલુ થયો અન્ડરવેર પહેર્યા વગર ગેમ રમવાનો સીલસીલો. અને તે આખી ટુર્નામેન્ટ તેમણે અન્ડરવેર પહેર્યા વગર જ રમી.
અને તે ટૂર્નામેન્ટ તેઓ જીતી ગયા

આખી ફ્રેન્ચ ઓપન ટૂર્નામેન્ટ તેમણે અન્ડર પેન્ટ પહેર્યા વગર રમી અને તે દરમિયાન તેઓ ખૂબ સરળતાથી એક પછી એક ગેમ જીતી રહ્યા હતા અને તેમને તેમ તેઓ આખી ટુર્નામેન્ટ જીતી ગયા અને તેમના મનમાં વહેમ ઘુસી ગયો કે તેઓ અન્ડરવેર પહેર્યા વગર ગેમ્સ રમ્યા માટે જ જીત્યા.

તેમનો બીજો વહેમ કહો કે ટૂચકો કહો તે એ હતો કે તેઓ ક્યારે ટેનિસ કોર્ટની લાઈનને નહોતા આડતા. તેઓ પોતાની આ ટેવને પોતાની શિશ્ત માને છે. અને તેમનું માનવું છે કે તેમની આ શિસ્તે જ તેમને જીત અપાવી છે. તેમની બીજી પણ એક આદત હતી અને તે એ હતી કે તેઓ સર્વિસ કરતી વખતે એક સાથે 3 બોલ હાથમાં લેતા જેમાંથી એક બોલ બોલબૉયને આપી દેતા.
વિશ્વ પ્રસિદ્ધ વુમન ટેનિસ ચેમ્પિયન સાથે કર્યા છે લગ્ન

આન્દ્રે અગાસીના અમેરિકાની ઘણીબધી જાણીતી મહિલા હસ્તિઓ સાથે અફેર્સ રહી ચુક્યા છે. તેણે હોલીવૂડ અભિનેત્રી બ્રુક શીલ્ડ સાથે લગ્ન પણ કર્યા હતા જે માત્ર બે જ વર્ષમાં ટૂટી ગયા હતા. ત્યાર બાદ 2001માં તેમણે વિશ્વની પ્રસિદ્ધ જર્મન ટેનિસ પ્લેયર સ્ટેફિ ગ્રાફ સાથે લગ્ન કર્યા. સ્ટેફિ ગ્રાફે પોતાના પતિ કરતાં પણ વધારે ગ્રાન્ડ સ્લેમ સિંગ્સ જીત્યા છે. એક સમય એવો હતો જ્યારે સ્ટેફિ ગ્રાફ મેચ હારે તો સમાચાર કહેવાતા જીતે તો નહીં ! તેણીએ પોતાની કેરિયરમાં 22 ગ્રેન્ડ સ્લેમ્સ જીત્યા છે. તેમના લગ્ન માત્ર બે જ જણની હાજરીમાં થયા હતા અને તે બે જણ હતા તેમની માતાઓ. આજે તેમને એક દીકરો અને એક દીકરી છે. તેઓ વિશ્વ પ્રસિદ્ધ ખેલાડી હોવા છતાં પણ પોતાના સંતાનોને તે રમત રમવા માટે કે તેમાં કારકીર્દી બનાવવા માટે જરા પણ આગ્રહ નથી કરતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ