વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના વૈભવી બંગલાની તસવીરો જોઇ લો તમે પણ, જેમાં અનેક જોરદાર ફેસિલિટી

હાલના સમયમાં આખા વિશ્વમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી ચાલી રહી છે ત્યારે વિશ્વના મોટાભાગના દેશોમાં લોકડાઉન લાગુ કરવામાં આવી દીધું છે. ત્યારે દરેક વ્યક્તિ પોતાના જ ઘરમાં રહેવા માટે મજબુર બની ગયા છે. ત્યારે એ પછી વિશ્વની કોઈપણ મોટી વ્યક્તિ હોય. આવામાં વિશ્વના ક્રિકેટર્સ પણ બાકાત રહ્યા નથી.

image source

ત્યારે મોટાભાગના ક્રિકેટર્સ સામાન્ય દિવસોમાં કોઈને કોઈ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વ્યસ્ત રહેતા હોય છે ત્યારે મોટાભાગના ક્રિકેટર્સ આ લોકડાઉનના સમયનો સદુપયોગ કરતા પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે.

image source

હવે આજે અમે આપને વેસ્ટ ઇન્ડીઝના ઓપનીંગ બેટ્સમેન ક્રિસ ગેલ જે મેદાનમાં પોતાની ધુંઆધાર બેટિંગ કરવા માટે જાણીતા છે તે ક્રિસ ગેલ અત્યારે નવરાશની પળોમાં કેવી રીતે પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે તેના કેટલાક ફોટોસ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. ચાલો જાણીએ ક્રિસ ગેલની નવરાશની પળો વિષે…

image source

વિશ્વમાં યુનિવર્સ બોસના નામથી જાણીતા વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ મોટાભાગે મસ્તીના મૂડમાં જ જોવા મળે છે. ત્યારે હવે દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણના કારણે ચાલી લોકડાઉનના સમયમાં ક્રિસ ગેલને મળેલ આ નવરાશના સમયમાં ક્રિસ ગેલ પોતાના પરિવાર સાથે કેવી રીતે મસ્તી કર્યા વિના રહી શકે છે. ક્રિસ ગેલની પત્ની નતાશા કોઈ મોડલ કરતા સહેજ પણ ઓછી ઉતરતી નથી.

image source

ક્રિસ ગેલએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોસમાં આપ ક્રિસ ગેલને પોતાના બંગલામાં મસ્તી કરતા જોઈ શકાય છે. ક્રિસ ગેલના શાનદાર બંગલાના નઝારા જોઇને ક્રિસ ગેલના ફેંસ જોતા જ રહી ગયા છે. ક્રિસ ગેલના બંગલાની ફોટોસ છે જ એટલી શાનદાર કે કોઇને પણ નવાઈ લાગ્યા વિના રહે નહી.

image source

વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેનએ પોતાના ફોટોસ શેર કરતા કેપ્શનમાં લખે છે કે, જો અન્ય કોઈ વ્યક્તિ માટે કઈક સંભવ છે, તો તે આપના માટે પણ સંભવ છે.’

વેસ્ટ ઇન્ડીઝના આ ધમાકેદાર બેટ્સમેન ક્રિસ ગેલ પોતાની વૈભવશાળી લાઈફ સ્ટાઈલ માટે જાણીતા છે. ક્રિસ ગેલનો બંગલો જમૈકાના પર્વતોની વચ્ચે આવેલ છે. જ્યાં ક્રિસ ગેલએ પોતાના બંગલોમાં હાઉસ પાર્ટી માટે પણ અલાયદુ સ્થાન બનાવવામાં આવ્યું છે.

image source

ક્રિસ ગેલનો આ બંગલો ત્રણ માળનો છે જેમાં પુલ પાર્ટી માટે ખાસ સ્વિમિંગ પુલની સાથે જ ડાંસ ફ્લોરની વ્યવસ્થા કરવામાં આવી છે.

ક્રિસ ગેલ અવારનવાર ચર્ચામાં બન્યા રહે છે. હાલમાં જ ક્રિસ ગેલએ પોતાના જ વતનમાં રહેતા સાથી પૂર્વ ક્રિકેટર રામનરેશ સરવનની ખુબ જ ટીકા કરવામાં આવી હતી. ક્રિસ ગેલએ રામનરેશ સરવનને કહ્યા ઉપરાંત રામનરેશ સરવનની સરખામણી કોરોના વાયરસ સાથે કરતા તેમને કોરોના વાયરસ કરતા પણ ઉતરતા ગણાવ્યા હતા.

image source

ક્રિસ ગેલના જણાવ્યા મુજબ રામનરેશ સરવનએ જ ક્રિસ ગેલ અને કેરીબીયન પ્રીમિયર લીગની ટીમ જમૈકા તલ્લાવાહ ફ્રેન્ચાઇઝીની મધ્યે અંતર ઉભું કરીને રામનરેશ સરવનને ટીમમાંથી બરતરફ કરાવ્યા હતા. પરંતુ ત્યાર પછી ક્રિસ ગેલએ પોતાના આ વર્તન માટે માફી માંગી હતી. ક્રિસ ગેલ ક્રિકેટની પીચ પર પોતાની વિસ્ફોટક બેટિંગ માટે ખુબ પ્રસિદ્ધ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ