આજથી અંદાજે 27 વર્ષ પહેલા ક્રિકેટના મેદાન પર એક બોલર દ્વારા એવો અદભુત બોલ ફેંકવામાં આવ્યો હતો જેને બોલ ઓફ ધ સેન્ચુરી નું સન્માન આપવામાં આવ્યું હતું.

સ્પિન બોલિંગના જાદુગર કહેવાતા અને એ સમયના ટોચના સ્પિનર એવા ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન દ્વારા માઈક ગેટિંગ નામના બેટ્સમેન સામે આ જાદુઈ બોલ ફેંકવામાં આવ્યો હતો જેને આજે પણ એક ચમત્કારિક બોલ તરીકે યાદ કરવામાં આવે છે.

એ સમયે શેન વોર્નના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પર્દાપણ કર્યાને લગભગ દોઢ વર્ષ જેવો સમય વીત્યો હતો અને એ યુવા ખેલાડી તે સમયે પોતાની એક અલગ જ ઓળખ ઉભી કરવા મથી રહ્યો હતો. અને તેના પોતાના કેરિયરમાં સૌથી સારો સમય ત્યારે આવ્યો જયારે મે 1993 માં ઓસ્ટ્રેલિયાની એશિઝ શ્રેણી રમવા ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી.

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ એશિઝ શ્રેણીમાં કુલ છ ટેસ્ટ રમાઈ હતી. અને માંચેસ્ટરમાં આ સીરીઝનો પ્રથમ ટેસ્ટ રમાઈ રહ્યો હતો ત્યારે તેના બીજા દિવસે શેન વોર્નએ પોતાના પ્રથમ સ્પેલની પહેલી જ બોલ એવી જાદુઈ રીતે નાખી કે તે ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ ગઈ.

આ એક એવી બોલ હતી જેમાં આઉટ થનાર બેટ્સમેન આઉટ થયા બાદ પર ક્રિઝ પર જ ઉભો રહ્યો હતો અને તેને આશા હતી કે અમ્પાયર તેને નોટઆઉટ જાહેર કરશે. પરંતુ આ બોલથી અમ્પાયર પોતે પણ હતભ્રત થઇ ગયા હતા અને તેણે બેટ્સમેનને આઉટ જાહેર કરવો પડ્યો અને આ રીતે બેટ્સમેનને પેવેલિયનમાં પરત ફરવું પડ્યું. આ બેટ્સમેન એટલે ઇંગ્લેન્ડના નામી બેટ્સમેન માઈક ગેટિંગ.

શેન વોર્નના આ જાદુઈ બોલે માઈક ગેટિંગને બોલ્ડ કરી દીધા હતા. ગેટિંગ એ સમયે ચાર રન પર રમી રહ્યા હતા અને શેન વોર્નના આગળ બોલનો સામનો કરવા તૈયાર હતા.

પરંતુ જમણા હાથે લેગ સ્પિન બોલિંગ કરવા માટે પ્રખ્યાત શેન વોર્નએ જમણેરી બેટ્સમેન માઈક ગેટિંગને એવો બોલ ફેંક્યો જે લેફ્ટ લેગ ફોરવર્ડ દિશામાં બહાર જઈ રહ્યો હતો અને બેટ્સમેને તેને ખાલી જવા દેવો જ ઠીક સમજ્યું.
On this day in 1993 @ShaneWarne bowled “Ball of the century”
He finished his career with 195 wickets in Ashes Tests – the most by any bowler vs an opponent.
Of the 195, 129 came in England – the most by a bowler in a country outside his home nation.#Cricket#BallOfTheCentury pic.twitter.com/4J40xhOwGS
— Partho Das (@Partho_das007) June 4, 2020
કારણ કે બોલ જે દિશાએથી આવી રહી હતી ત્યાંથી એ સ્ટમ્પ સાથે ટકરાય તેવી કોઈ શક્યતા નહોતી અને માઈક ગેટિંગથી પણ આ જ ભૂલ થઇ. બેટ્સમેનના પગથી ઘણી દૂર ટપ્પો ખાયેલી આ બોલે અચાનક જ ગજ્જબ ટર્ન લીધો અને ઓફ સ્ટેમ્પની બાજુએ આવી સ્ટમ્પના બહારના છેડાના ભાગને અડકી અને સ્ટમ્પ પરની બેલ્સ પણ નીચે પડી ગઈ. તેમ છતાં હતભ્રત થયેલા માઈક ગેટિંગને ઘડીક તો માનવામાં જ નહોતું આવતું કે તે બોલ્ડ થઇ ચુક્યા છે. આ બોલને ક્રિકેટના ઇતિહાસમાં બોલ ઓફ ધ સેન્ચુરી તરીકે નોંધવામાં આવી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ