જાણો એવા 5 દેશના નામ જેમની પાસે નથી એક પણ પોતાનો અણુ બોમ્બ

શું તમે જાણો છો કે વિશ્વભરમાં અંદાજે 13 હજારથી પણ વધુ અણુ બૉમ્બ છે.

image source

આ અણુ બૉમ્બ દુનિયાના દરેક દેશો પાસે હોય એવું પણ નથી પરંતુ અમુક ખાસ દેશો પાસે જ અણુ બૉમ્બ છે જેમાં ભારત દેશનો પણ સમાવેશ થાય છે. આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને વિશ્વના 5 એવા દેશો વિષે માહિતી આપવાના છીએ જેની પાસે આજની તારીખે પણ અણુ બૉમ્બ નથી.

image source

જો કે તેમની પાસે અણુ બૉમ્બ ન હોવાનું કારણ ગરીબી નથી પરંતુ તેઓ અણુ બૉમ્બ બનાવવા પાછળ રૂપિયા ખર્ચવા કરતા દેશના વિકાસ પાછળ રૂપિયા ખર્ચવાને અગ્રતા આપે છે એટલા માટે તેઓ પાસે અણુ બૉમ્બ નથી. તો ચાલો જાણીએ એવા દેશો વિષે.

જર્મની

image source

જર્મનીને આમ તો હિટલરના ક્રૂર શાશન વિષે વધુ ઓળખવામાં આવે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે આર્થિક રીતે સંપન્ન આ દેશ પાસે એક પણ અણુ બૉમ્બ નથી. જો કે જર્મની પાસે પરમાણુ ઉર્જા સંયંત્ર છે. જર્મની પ્રખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો દેશ પણ કહેવાય છે કારણ કે તેઓ અહીંના જ વતની હતી પરંતુ પછીથી અમેરિકા જતા રહેલા.

જાપાન

image source

બે વખત પરમાણુ બૉમ્બની તબાહી સહન કરી ચૂકેલા જાપાન પાસે પણ પોતાનો કોઈ અણુ બૉમ્બ નથી. ઉલ્લેખનીય છે દ્રિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી પર અણુ બૉમ્બ વડે હુમલો કર્યો હતો અને તેમાં લખો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને વર્ષો સુધી જાપાનની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ ગઈ હતી. જો કે વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ આજે જાપાન દુનિયાના વિકસિત રાષ્ટ્ર પૈકી એક ગણાય છે.

ઈરાન

image source

પ્રચીન સમયમાં ફારસના નામથી ઓળખાતા ઈરાન દેશ પાસે પણ પોતાનો કોઈ અણુ બૉમ્બ નથી. જો કે એવી અફવાઓ ઘણી વાર ઉડી કે ઈરાન પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે જો કે બાદમાં ત્યાંના રાષ્ટ્રપતિએ ખુલાસો કર્યો હતો કે ઈરાન પરમાણુ હથિયારો નથી બનાવી રહ્યું.

સ્વીત્ઝર્લેન્ડ

image source

ધરતી પરના સૌથી આકર્ષક અને કુદરતી વાતાવરણ ધરાવતા દેશોમાં ગણના પામતા સ્વીત્ઝર્લેન્ડ દેશ પાસે પણ અણુ બૉમ્બ નથી. અહીંના લોકોનું જીવન સ્તર વિશ્વના સૌથી સુખી લોકોના જીવન સ્તર જેવું છે. સ્વીત્ઝર્લેન્ડ ખાસ કરીને પ્રયત્ન, ઘડિયાળો અને ચોકલેટના કારણે પણ દુનિયામાં વધુ પ્રખ્યાત છે.

દક્ષિણ કોરિયા

image source

દુનિયાના સૌથી અલગ પ્રકારના દેશો તરીકે પંકાયેલા ઉત્તર કોરિયાના પાડોશી દેશ દક્ષિણ કોરિયા પાસે પણ એકેય અણુ બૉમ્બ નથી. જયારે ઉત્તર કોરિયા પાસે પરમાણુ હથિયારો છે. દક્ષિણ કોરિયાને ” શાંત સવારની ધરતી ” પણ કહેવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ