પાર્લરમાં ગયા વગર આ આર્ટિકલ વાંચીને કુદરતી રીતે તમારા હેરને કરી દો કાળા

વાળને કુદરતી કાળા કરવા માટે, મહેંદી માં આ ચીજ વસ્તુઓ મિક્સ કરીને લગાવો, ને થોડા જ દિવસોમાં તે અસર દેખાડવાનું પણ શરૂ કરી દેશે.

image source

આજકાલ વાળનું સફેદ થવું એ સામાન્ય બાબત બની ગઈ છે. તેનાથી બચવા માટે લોકો કેમિકલવાળા હેયર કલરનો ઉપયોગ કરે છે. જેના કારણે શરૂઆતમાં તો વાળ થોડા દિવસ માટે વાળ કાળા થઈ જાય છે પરંતુ તેના પછી વાળ ખરવાનું અને સુકાવાનું શરૂ થઈ જાય છે.

image source

જો વાળને કુદરતી રીતે કાળા કરવા હોય તો મહેંદી જ એકમાત્ર સારો ઉપાય છે. આ ઉપરાંત, મહેંદીમાં બદામનું તેલ ઉમેરીને વાળમાં લગાવવાથી તે વાળને લાંબા સમય સુધી કાળા રાખવામાં મદદ કરે છે.

બદામ તેલ:-

image source

બદામના તેલમાં પુષ્કળ પ્રમાણમાં પોષણ હોય છે, ને એ પણ ખાસ કરીને વિટામિન ઈ હોય છે. જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જો તમે તેને મહેંદી સાથે મિક્સ કરીને પછી વાળમાં લગાવશો તો, અકાળે વાળ સફેદ થતાં બંધ થઈ જશે.

તેનો ઉપયોગ કેવી રીતે કરવો?:-

image source

સૌ પ્રથમ મહેંદી અને બદામનું તેલ લો. ત્યારબાદ, કડાઈમાં પાણી લો અને તેમાં મહેંદી પાઉડર અને બદામનું તેલ મિક્સ કરી ધીમી આંચ પર બનાવો. જ્યારે તે સારી રીતે ભળી જાય, એટલે તેને ગેસ પરથી ઉતારી ઠંડુ કરો.

આ તેલ વાળમાં લગાવવાની રીત:-

image source

આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાવો અને ત્યારબાદ તેને ઓછામાં ઓછા 35-40 મિનિટ માટે માથામાં એમ જ રહેવા દો. જ્યારે તે સુકાઈ જાય એટલે વાળને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો. આ તેલનો બે અઠવાડિયામાં એક વાર ઉપયોગ જરૂર કરો. આ નાથી તમારા વાળ મજબૂત, જાડા, ભરાવદાર અને કાળા બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ