ફણસી ઢોકળી નું શાક – રૂચીબેન આજે લાવ્યા છે અનોખું શાક, રવિવારે બનાવજો નવીન પણ લાગશે અને ટેસ્ટી તો છે જ…

ફણસી ઢોકળી એક ખૂબ જ સ્વાદિષ્ટ શાક છે. જ્યારે કાંઈક જુદું ખાવાની ઈચ્છા થાય , જરૂર થી ટ્રાય કરજો આ શાક . બનાવવા માં સરળ , કોઈ પૂર્વ તૈયારી ની જરૂર નઈ અને આંગળા ચાટો એટલું tasty.. આ શાક આપ રોટલી , ભાખરી, પરાઠા કે ભાત સાથે પીરસી શકો .. મારા ઘર માં તો બધા ને ખૂબ જ પસંદ છે, આશા છે આપને પણ પસંદ આવશે.

સામગ્રી ::

• 300gm તાજી , કૂણી ફણસી

• 5 ચમચી તેલ

• 2 ચપટી અજમો

• 1 નાની ચમચી જીરું

• 2 સૂકા લાલ મરચાં

• 1 ટામેટું , સમારેલું

• સ્વાદાનુસાર લીંબુ નો રસ

• મીઠું

• હિંગ

• 2 ચમચી લાલ મરચું

• 1 ચમચી ધાણાજીરું

• 1 ચમચી હળદર

• સજાવટ માટે કોથમીર

ઢોકળી માટે

• 2/3 વાડકો ઘઉં નો લોટ

• 1 મોટી ચમચી ચણા નો લોટ

• મીઠું

• ચપટી અજમો

• લાલ મરચું

• હળદર

• 1/2 ચમચી તેલ

રીત::

સૌ પ્રથમ ફણસી ને ધોઈ સમારી લો. ફણસી હંમેશા તાજી અને કૂણી પસંદ કરવી, શાક ના best ટેસ્ટ માટે. ઢોકળી માટે ની બધી સામગ્રી ભેગી કરો. જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને કણક તૈયાર કરો. હાથ માં 2 ટીપા તેલ લઈ લોટ ને સરસ કુનવો. 10 મિનિટ માટે ઢાંકી ને રાખી દો. ત્યારબાદ હાથ થી નાની નાની ઢોકળી દબાવી ને તૈયાર કરો. ઢોકળી ની સાઈઝ આપની પસંદ પર જ આધાર રાખે છે. કડાય માં તેલ ગરમ મુકો.. તેલ ગરમ થઇ જાય એટલે એમાં અજમો , જીરું અને લાલ મરચાં ઉમેરો. બધું શેકાય જાય એટલે એમાં હિંગ ઉમેરી સમારેલ ફણસી ઉમેરો. સમારેલ ફણસી માં થોડું મીઠું ઉમેરો અને ઢાંકી દો. ડીશ માં ઉપર થોડું પાણી રાખી 5 મિનિટ માટે ફણસી ને ચડવા દો. ફણસી અધકચરી થઈ જાય એટલે એમાં મરચું, હળદર અને ધાણાજીરું ઉમેરો. સરસ મિક્સ કરી ડીશ પર નું ગરમ પાણી અને ઢોકળી ઉમેરો. મિક્સ કરી, ઢાંકી દો. જરૂર મુજબ ગરમ પાણી ઉમેરવું.. ફણસી અને ઢોકળી સંપૂર્ણ રીતે બફાય ના જાય ત્યાં સુધી પકાવો. ગેસ ની આંચ મધ્યમ થી ધીમી જ રાખવી. ટામેટા ઉમેરો , જરૂર મુજબ લીંબુ નો રસ ઉમેરો અને ફરી એકાદ મિનિટ માટે પકવો.. કોથમીર થી સજાવટ કરો અને ગરમ ગરમ પીરસો..
નોંધ : ઢોકળી માટે આપ ખાલી ઘઉં નો લોટ પણ વાપરી શકાય.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.