ફણસી ઢોકળી એક ખૂબ જ સ્વાદિષ્ટ શાક છે. જ્યારે કાંઈક જુદું ખાવાની ઈચ્છા થાય , જરૂર થી ટ્રાય કરજો આ શાક . બનાવવા માં સરળ , કોઈ પૂર્વ તૈયારી ની જરૂર નઈ અને આંગળા ચાટો એટલું tasty.. આ શાક આપ રોટલી , ભાખરી, પરાઠા કે ભાત સાથે પીરસી શકો .. મારા ઘર માં તો બધા ને ખૂબ જ પસંદ છે, આશા છે આપને પણ પસંદ આવશે.
સામગ્રી ::
• 300gm તાજી , કૂણી ફણસી
• 5 ચમચી તેલ
• 2 ચપટી અજમો
• 1 નાની ચમચી જીરું
• 2 સૂકા લાલ મરચાં
• 1 ટામેટું , સમારેલું
• સ્વાદાનુસાર લીંબુ નો રસ
• મીઠું
• હિંગ
• 2 ચમચી લાલ મરચું
• 1 ચમચી ધાણાજીરું
• 1 ચમચી હળદર
• સજાવટ માટે કોથમીર
ઢોકળી માટે
• 2/3 વાડકો ઘઉં નો લોટ
• 1 મોટી ચમચી ચણા નો લોટ
• મીઠું
• ચપટી અજમો
• લાલ મરચું
• હળદર
• 1/2 ચમચી તેલ
રીત::
સૌ પ્રથમ ફણસી ને ધોઈ સમારી લો. ફણસી હંમેશા તાજી અને કૂણી પસંદ કરવી, શાક ના best ટેસ્ટ માટે. ઢોકળી માટે ની બધી સામગ્રી ભેગી કરો.
નોંધ : ઢોકળી માટે આપ ખાલી ઘઉં નો લોટ પણ વાપરી શકાય.
રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.