વિશ્વનું એક રમણીય સ્થાન જ્યાં માણસ નથી રહી શકતા જીવિત, આ છે કારણ

સામાન્ય રીતે માણસ ફરવા માટે એવી જ જગ્યાઓ અને સ્થળોની પસંદગી કરે છે જે કુદરતી રીતે અથવા કૃત્રિમ રીતે સૌંદર્ય અને રમણીય હોય.

image source

આ પ્રકારના સ્થળો અને સહેલગાહોનો દુનિયાભરમાં તોટો નથી અને ત્યાં આવનાર પર્યટકોની સંખ્યા પણ નોંધનીય હોય છે. આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવી જે એક નૈસર્ગીક અને રમણીય જગ્યા વિષે જણાવવાના છીએ પરંતુ ત્યાં માણસને લાંબા સમય સુધી જીવિત રહેવું સંભવ નથી.

આવો આ જગ્યા વિષે થોડું વધુ જાણીએ.

image source

આ જગ્યા ઇથોપિયા દેશમાં આવેલી છે અને આ જગ્યાને ” ડલોલ જિયોથર્મલ ફિલ્ડ ” નામથી ઓળખવામાં આવે છે. આ ડલોલ જિયોથર્મલ ફિલ્ડની ખાસિયત એ છે કે અહીં માણસ માટે જીવિત રહેવું સંભવ નથી. અને ફક્ત માણસ માટે જ નહિ પરંતુ પૃથ્વી પર વસતા અન્ય 87 લાખ પ્રજાતિના જીવો માટે પણ આ જગ્યા જીવવા લાયક નથી.

image source

નવાઈની વાત એ છે કે અહીં પાણીથી માંડી જીવન જરૂરી વાયુ અને ખોરાક પણ ઉપલબ્ધ થઇ શકે તેમ છે છતાં વૈજ્ઞાનિકો આ જગ્યાને માણસ માટે જીવવા લાયક નથી માનતા. જો કે તેના પાછળ એક વ્યાજબી કારણ પણ છે અને તે છે અહીંનું વાતાવરણ. યુરોપીય વૈજ્ઞાનિકોએ શોધેલી આ જગ્યાનું વાતાવરણ મંગળ ગ્રહ પરના વાતાવરણ જેવું છે. શિયાળામાં અહીંનું તાપમાન માઇનસ 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે.

image source

એ ઉપરાંત આ સ્થાન પર પાણી, હવા અને વાતાવરણમાં એસિડ, નમક અને ઝેરીલી ગેસો પણ છે એટલું ઓછું હોય તેમ આ સ્થાનનું PH વેલ્યુ પણ નેગેટિવ છે. આ કારણોસર અહીં જીવનની સંભાવના બિલકુલ નહિવત છે.

ખાસ કરીને અહીંના વાતાવરણમાં પ્રચુર માત્રામાં મેગ્નેશિયમ મળી આવે છે જેથી આ સ્થાનને દુનિયાનું સૌથી ખતરનાક અને ખરાબ વાતાવરણ વાળા પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંના તળાવોની અંદર નાના મોટા જ્વાળામુખી આવેલા છે જેમાંથી અહીંના વાતાવરણમાં વર્ષભર ઝેરીલી ગેસો અને રસાયણો ભળ્યા કરે છે.

image source

તળાવોમાં રહેલા જ્વાળામુખીઓ માંથી નીકળતા હાનિકારક રસાયણો પણ રંગબેરંગી હોય છે જેથી અહીંની જમીન પણ રંગીન થઇ ગઈ છે. અહીં આવેલા ડનાકિલ તળાવમાં સૌથી વધુ ઝેરીલી ગેસ, રસાયણો, નમક અને એસિડ મળી આવે છે. આ સ્થાનથી થોડે દૂર એક નાનું એવું ગામ પણ આવેલું છે જે હાલ સાવ વેરાન પડ્યું છે અને 2005 બાદ અહીં કોઈ રહેવા નથી આવ્યું. જવલ્લે અહીં શોધકર્તાઓ અને તેના ફોટોગ્રાફરો આવતા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ