જાણી લો એકતા કપૂરે માતા બનવા માટે કઇ ઉંમરમાં કરાવી દીધા એગ્સ ફ્રીજ..

એકતા કપૂરની માતા બનવાની સફર

image source

આ દિવસોમાં મોટી સંખ્યામાં કરિયર ઓરિયેન્ટેડ મહિલાઓ એગ્સ ફ્રીઝીંગની પ્રોસેસને અપનાવી રહી છે. આમ તો મહિલાઓ જે ફેમીલી શરુ કરવા ઈચ્છે છે પરંતુ મોટી ઉમરમાં તે પોતાના એગ્સને ફ્રીઝ કરાવે છે અને પછી જયારે માં બનવા ઈચ્છે છે ત્યારે તેનો ઉપયોગ કરે છે.

પરંતુ આજે પણ ઘણા લોકો એવા છે જેઓ એગ્સ ફ્રીઝીંગ પ્રોસેસ વિષે જાણતા નથી. આજે અમે આપને આ લેખ દ્વારા જણાવીશું કે એગ્સ ફ્રીઝીંગ પ્રોસેસ વિષે પુરતી જાણકારી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

image source

ટીવી અને ફિલ્મોની પ્રસિદ્ધ પ્રોડ્યુસર એકતા કપૂર પોતાના કરિયરની સાથે સાથે મધર હુડના અનુભવને પણ પૂરી રીતે એન્જોય કરી રહી છે. એકતા કપૂર, એક વર્ષના દીકરા રવિની સિંગલ મધર છે અને તે પોતાના કામ અને બાળકની વચ્ચે સારી રીતે સંતુલન બનાવવાનો પ્રયત્ન કરતી રહે છે.

અન્ય મધરની જેમ એકતા કપૂર પણ કેટલાક દિવસોના અંતરે પોતાના સોશિયલ મીડિયા અકાઉંટ ઇન્સ્ટાગ્રામ પર પોતાના દીકરા રવિની ખુબ જ ક્યુટ વિડિયોઝ પણ શેર કરતી રહે છે.

image source

એકતા કપૂર, ભલે ને ૪૩ વર્ષની ઉમરમાં સેરોગ્સી દ્વારા માં બની છે પરંતુ એકતા કપૂરે પોતાના એગ્સને ૩૬ વર્ષની ઉમરમાં જ ફ્રીઝ કરાવી લીધા હતા.

એકતા કપૂરે ફ્રીઝ કરાવ્યા હતા એગ્સ:

image source

એક મીડિયા રીપોર્ટ મુજબ એકતા કપૂરે ૩૬ વર્ષની ઉમરમાં જ પોતાના એગ્સ ફ્રીઝ કરાવી લીધા હતા. એકતા કપૂર જણાવે છે કે, ‘મને ઘણા સમયથી આ મહેસુસ થઈ રહ્યું હતું કે મારે માં બનવું છે પરંતુ તે ફીલિંગ શું હતી એ હું સમજી નહોતી શકી મને લાગ્યું કે શક્ય છે હું મેરેજ કરું , શક્ય છે હું મેરેજ ના પણ કરું. જો હું મેરેજ કરીશ તો પણ ખુબ મોડા કરીશ.

image source

કે એમ પણ થઈ શકે છે કે ક્યારેય હું મેરેજ કરું જ નહી કેમકે હું ફક્ત કરવાનું છે એટલા માટે કોઈ કામ નથી કરતી.’ એકતા કપૂર કહે છે કે તેમની માં ઈચ્છતી હતી કે એકતા માં બને પરંતુ તેમણે પોતાની માંને સમજાવ્યું કે તેઓ આવું જરૂર કરશે પરંતુ ફક્ત ત્યારે જ જયારે તે પોતે એના માટે તૈયાર હશે અને સેરોગસી દ્વારા.

એગ ફ્રીઝીંગથી મોટી ઉમરમાં પ્રેગ્નેન્ટ થવાનું સરળ:

image source

આ દિવસોમાં મોટી સંખ્યામાં કરિયર ઓરીએન્ટેડ મહિલાઓ એગ્સ ફ્રીઝીંગની પ્રોસેસને અપનાવી રહી છે. આવી મહિલાઓ જે ફેમીલી શરુ કરવા ઈચ્છે છે પરંતુ મોટી ઉમરમાં સાથે જ એ પણ નથી ઈચ્છતી કે મોટી ઉમરમાં પ્રેગ્નેન્ટ થવા પર કોઈ કોમ્પ્લીકેશન આવે આવી મહિલાઓ માટે એગ્સ ફ્રીઝ કરાવવું એક સેફ પ્રોસીઝર છે.

image source

આ એક કોમન મેથડ છે જેમાં મહિલાના ગર્ભાશય માંથી હેલ્થી એગ્સ કાઢીને મેડીકલ સુપરવિઝનમાં સ્ટોર કરીને રાખવામાં આવે છે. પછીથી જયારે પણ મહિલા પ્રેગ્નેન્ટ થવા ઈચ્છે છે તો તે એગ્સને ફર્ટીલાઈઝ કરીને ભ્રુણ બનાવીને મહિલાના ગર્ભાશયમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. એમાં કોઈપણ પ્રકારનો કોઈ ગંભીર ખતરો નથી અને આ એક ખુબ જ સરળ ઉપાય પણ છે.

એગ ફ્રીઝ કરવામાં આપની ઉમરનું ખુબ મહત્વ રાખે છે.:

image source

જો કે એગ ફ્રીઝ કરવાનો નિર્ણય લેતા પહેલા આપે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને તેમાંની એક છે આપની ઉમર. જી હા, મહિલાઓની ફર્ટીલીટી એટલે કે બાળક પૈદા કરવાની ક્ષમતા ઉમરની સાથે ઘટતી જાય છે. આ જ કારણ છે કે એક નિશ્ચિત ઉમર પછી ગર્ભાશયમાં બનતા એગ્સની ગુણવત્તા અને પ્રમાણ બન્ને ઘટવા લાગે છે અને એટલા માટે જ મહિલા માટે કુદરતી રીતે ગર્ભધારણ કરવાનું મુશ્કેલ થઈ જાય છે.

image source

એટલે જ આપની ઉમર જેટલી ઓછી હશે એગ્સની ગુણવત્તા એટલી જ વધારે સારી હશે. આ જ કારણ છે કે ઘણી બધી મહિલાઓ જે મોટી ઉમરમાં માં બનવાનું વિચારે છે તે પોતાના એગ્સને પહેલેથી જ ફ્રીઝ કરાવી લે છે.

ઓછી ઉમરમાં એગ્સ ફ્રીઝ કરાવાનું છે ફાયદાકારક:

image source

એગ ફ્રીઝીંગની આ પ્રોસેસ દરમિયાન ઓછી ઉમરની મહિલાઓને ઓછા એગ્સ ફ્રીઝ કરાવવા પડે છે જયારે જેમ જેમ ઉમર વધતી જાય છે તેમ તેમ ફ્રીઝ કરાવાના એગ્સની સંખ્યા પણ વધતી જાય છે. ડોક્ટરોનું માનીએ તો ૩૪ વર્ષની મહિલાને પોતાના ૧૦ એગ્સ ફ્રીઝ કરાવવાની જરૂરિયાત છે, જયારે તે જ મહિલાને જો ૩૭ વર્ષની ઉમરમાં એગ્સ ફ્રીઝ કરાવે છે તો તેને ૨૦ એગ્સ ફ્રીઝ કરાવાના રહે છે.

image source

જયારે ૪૨ વર્ષની એ જ મહિલાને પોતાના ૬૧ એગ્સ ફ્રીઝ કરાવાની જરૂરિયાત પડે છે. આવું એટલા માટે કેમકે ઇમ્પ્લાટેશન સમયે કોઇપણ પ્રકારની મુશ્કેલી ના થાય. આપની ઉમર કેટલી છે તેની પર આધાર રાખે છે કે ઇમ્પ્લાટેશન કેટલું સફળ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ