રવિના ટંડને ધમાકેદાર રીતે સેલિબ્રેશન કર્યો તેની દીકરીનો બર્થ ડે, જોઇ લો ખાસમખાસ તસવીરો

રવિના ટંડન

image source

રવિના ટંડનના સોશિયલ મીડિયા પર કેટલાક ફોટોઝ સામે આવ્યા છે. આમાં રવિના ટંડન દીકરી રાશા થડાનીનો બર્થ ડે સેલીબ્રેટ કરતા જોવા મળી રહી છે. રવિના ટંડનની દીકરી રાશા હવે ૧૫ વર્ષની થઈ ગઈ છે. રાશા થડાનીનો જન્મ ૨૦૦૫માં થયો હતો. આવામાં મમ્મી રવિના તેની સાથે જન્મદિનનું જશ્ન મનાવતા જોવામાં આવ્યા છે.

image source

બોલીવુડ એક્ટ્રેસ રવિના ટંડન થડાનીની દીકરી રાશા થડાણી આ માર્ચ મહિનામાં ૧૫ વર્ષની થઈ ગઈ છે. વર્ષ ૨૦૦૫માં જન્મ થયેલ રાશા થડાની શનિવારના માતા રવિના ટંડન થડાની સાથે આ ખાસ અવસરને સેલીબ્રેટ કરતી જોવામાં આવી છે. રાશાની માસુમિયત ખરેખરમાં જોવા જેવી હોય છે.

રવિના ટંડનએ વર્ષ ૨૦૦૪માં અનીલ થડાની સાથે મેરેજ કર્યા હતા. અનીલ થડાની એક ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર છે. રવિના ટંડન અને અનીલ થડાનીએ વર્ષ ૨૦૦૩માં ‘સ્ટમ્પ્ડ’ મુવીના સેટ પર ડેટીંગ શરુ કરી હતી, જેના એક વર્ષ પછી બન્નેએ મેરેજ કરી લીધા હતા.

image source

ફેબ્રુઆરી ૨૦૦૪માં રવિના ટંડન અને અનીલ થડાનીના મેરેજ રાજસ્થાન રાજ્યના ઉદયપુરમાં થયા હતા. એક વર્ષ પછી માર્ચ મહિનાની ૧૬ તારીખે રાશાનો જન્મ થયો.

વર્ષ ૨૦૦૮માં રવિના ટંડન થડાનીએ એક દીકરા રણબીર વર્ધનને પણ જન્મ આપ્યો છે. માં-દીકરી મુંબઈમાં મોટાભાગે સાથે જ હેંગઆઉટ કરતી જોવામાં આવે છે. શનિવારના દિવસે પણ બન્ને પ્રી-બર્થ ડે સેલિબ્રેટ કરતા જોવા મળી આવ્યા છે.

image source

રવિના ટંડન થડાનીએ બે દીકરીઓ પણ દત્તક લીધી છે. એક સિંગલ મધર તરીકે રવિના ટંડનએ વર્ષ ૧૯૯૫માં પૂજા અને છાયા નામની બે દીકરીઓને દત્તક લીધેલ છે.

આમ રવિના ટંડન થડાની ત્રણ દીકરીઓ અને એક દીકરાની મમ્મી છે. એટલે રવિના ટંડન ચાર બાળકોની મમ્મી છે.

image source

રાશા થડાની માતા રવિના ટંડન સાથે ‘દાદા સાહેબ ફાલકે એવોર્ડ્સ’માં પહોચી હતી.

૪૫ વર્ષની ઉમરમાં પણ રવિના ટંડન ખુબ જ ગ્લૈમરસ લાગી રહી છે. દીકરી રાશાના બર્થ ડે સેલિબ્રેશન દરમિયાન એક્ટ્રેસ રવિના ટંડન કાળા ચશ્મા, ખુલ્લા વાળ અને જીન્સ પહેર્યું હતું. પોતાના આ આઉટફીટમાં રવિના ટંડન ખુબસુરત દેખાઈ રહી હતી.

image source

આની સાથે જ રવિના ટંડનની દીકરી રાશાએ પણ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. આ બ્લેક ડ્રેસમાં રાશા તેની મમ્મી રવિનાની જેમ ખુબસુરત લાગી રહી હતી.

ભણતરની સાથે સાથે રવિના ટંડન થડાની અને અનીલ થડાનીએ પોતાની દીકરીઓને બોક્સિંગની પણ ટ્રેનીંગ અપાવી છે. રવિના ટંડન પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટ પર ટ્રેનીંગના કેટલાક વિડિયોઝ પર શેર કર્યા છે.

image source

રવિના ટંડન થડાનીના ફેંસને પૂરી આશા છે કે રાશા થડાની પણ ફિલ્મી પરદા પર પોતાની છાપ છોડશે. જો કે રાશા થડાનીની બોલીવુડમાં ડેબ્યુને લઈને હાલમાં કોઈ કન્ફર્મ ખબર આવી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ