બોલિવૂડની આ ફેમસ અભિનેત્રીના પ્રેમમાં પડ્યા હતા કપિલ દેવ, જાણો પછી કેમ થઇ ગયુ તેમનુ બ્રેકઅપ

ક્યારેક બોલીવુડની આ એક્ટ્રેસને પ્રેમમાં હતા કપિલદેવ! જાણો કોણ હતી આ અભિનેત્રી અને કેમ થયું બ્રેકઅપ?

હાલમાં રણવીર સિંહની એક ફિલ્મ ચર્ચામાં છે અને એ ફિલ્મમાં રણવીર સિંહ જે ક્રિકેટરની ભૂમિકા કરવાનો છે તે ક્રિકેટર એટલે 1983નો વર્લ્ડકપ જીતાડવા માટે જેનું યોગદાન ખૂબ વધારે છે એ કપિલદેવ ના જીવન પર બની રહી છે. પણ અત્યારે આપણે જે સમાચારની ચર્ચા કરવાની છે એ રણવીર સિંહ માટે નહીં પણ કપિલદેવના જીવનની એક એવી વાત કરવાની છે જે લગભગ કોઈને ખ્યાલ નથી.

image source

હરિકેન તરીકે જાણીતા કપિલ દેવ ભારતના ખૂબ જ સફળ ક્રિકેટર અને કેપ્ટન રહ્યાં છે. તેમના નેતૃત્વ હેઠળ ભારતે 1983માં પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો. કપિલ દેવના જીવન પર એક ફિલ્મ પણ બની રહી છે, જેમાં ખાસ કરીને 1983માં જીતેલા વર્લ્ડકપની સાથે કપિલ દેવનું જીવન બતાવવામાં આવશે.

કપિલ દેવ ટીમ ઈન્ડિયાના ખૂબ જ પ્રખ્યાત ક્રિકેટર રહ્યા છે અને બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ પણ તેમના પર ફીદા હતી. પરંતુ કપિલ દેવ બધાથી હંમેશા દૂર જ રહેતા હતા. બહુ ઓછા લોકો જાણે છે કે 80ના દાયકામાં કપિલ દેવનું અફેર સારિકા સાથે હતું.

image source

સારીકા અને કપિલદેવ ઘણી વખત એકબીજા સાથે નજર આવ્યા હતા. અને ત્યારે ત્યારે બન્નેના સંબધ વિશે ખૂબ અફવા ચાલતી હતી. આ અફવા વિશે ક્યારેય કપિલદેવ કે સારીકા એ પોતાનું વિચાર કોઈને કહ્યો નથી.

કપિલ દેવ પહેલી વખત સારિકાને એક બોલિવૂડની પાર્ટીમાં મુલાકાત થઇ હતી. કપિલના જીવનમાં સારિકાની એન્ટ્રી ત્યારે થઈ ત્યારે કપિલ દેવ રોમી દેવના પ્રેમમાં હતા. એવું કહેવામાં આવે છે કે જ્યારે કપિલ અને રોમી વચ્ચે અણબનાવ હતો ત્યારે સારિકાએ કપિલદેવના તૂટેલા હૃદયને ટેકો આપ્યો હતો.

image source

એક સમય એવો પણ આવ્યો હતો કે કપિલદેવ અને સારીકા બન્ને લગ્ન સુધી પહોંચી ગયા હતા. પરંતુ પછી બન્યું એવું કે બન્ને અલગ થઈ ગયા. એવું શું બન્યું કે બન્ને અલગ થઈ ગયા હતા?

સારિકા અને કપિલ દેવ વચ્ચેના અફેર થોડો સમય ચાલ્યું હતું. સારિકા કપિલ દેવને મળવા માટે એક વખત ચંદીગઢ પહોંચી ગઇ હતી. સારિકા અને કપિલ દેવની જોડી બને તે પહેલા રોમિ ભાટિયાએ તેમનો પ્રેમ પાછો મેળવી લીધો.

image source

રોમિએ ગુસ્સે ભરાયેલા કપિલને મનાવીને સારિકા અને કપિલના સબંધને ત્યા જ પૂર્ણ કરી લીધો હતો. કપિલ અને સારિકાએ ક્યારેય ખુલ્લેઆમ પોતાના સંબંધોની કબૂલાત કરી ન હતી, પરંતુ જ્યારે પણ બંને એક સાથે દેખાયા ત્યારે ચર્ચાઓનું બજાર ગરમ હતું. કપિલ દેવ બાદ સારીકાનું નામ પણ કમલ હાસન સાથે સંકળાયેલું હતું. જ્યારે સારિકા અને કપિલના સંબંધો બરાબર ન ચાલ્યા ત્યારે તે કમલ હાસનની નજીક બની ગઈ.

image source

1975માં સારિકાએ ફિલ્મ ગીત ગાતા ચાલ સાથે બોલિવૂડમાં પોતાની કારકિર્દી શરુ કરી હતી. આ ફિલ્મની સાથે તે રાતોરાત સ્ટાર બની હતી. આ દરમિયાન સારિકાએ ગૃહપ્રવેશ, વિધાતા, રઝિયા સુલતાન, સટ્ટે પે સત્તા સહિત અનેક ફિલ્મોમાં સારિકાએ કામ કર્યું હતું.

સારિકા તે સમયે બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી માનવામાં આવતી હતી. ફિલ્મ નિર્વાણમાં તેણીનો બોલ્ડ સીને ઘણી કોન્ટ્રોવસી કરી હતી. સારિકાની માતા તેનાથી ખૂબ જ નારાજ થઇ હતી, અને સારિકાએ ઘર છોડી દીધું હતું.

image source

સારીકાની ત્યાબાળ ફિલ્મ કરિયર ખૂબ ઓછી થવા લાગી અને તેને સારી ફિલ્મમાં કામ મળતું બંધ થવા લાગ્યું ત્યારે સારીકા ને કમલ હશન નો સાથ મળ્યો હતો.

ધીરે ધીરે સારિકાને હિરોઇનની ભૂમિકા મળવાનું બંધ થઈ ગયું. જીવનનિર્વાહ માટે તેમણે બી ગ્રેડ ફિલ્મોમાં કરવાનું શરૂ કર્યું. તેની કારકીર્દિ નાની ભૂમિકાઓ અને નકારાત્મક ભૂમિકાઓ સાથે સમાપ્ત થઈ. તે જ્યારે તેની કારકીર્દિમાં પડતી થઇ રહી હતી ત્યારે તે કમલ હસન સાથે મુલાકાત થઇ. કમલ હાસને તેની પત્ની વાણી ગણપતિને છૂટાછેડા આપ્યા અને સારિકા સાથે રહેવા લાગ્યા. આજે સારિકા અને કપિલ દેવ પોતાના જીવનમાં ખુશ છે.

image source

આમ જ સારીકા અને કપિલદેવની તે પ્રેમ કહાની એક અલગ મોડ પરજ અંત આવ્યો. પરંતુ હાલ બન્ને પોતાની લાઈફમાં સેટ છે અને બન્ને હાલ પોતપોતાની જિંદગીમાં ખુશ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ