ઇંડાના છોતરાંથી અધધ કમાણી કરી રહી છે આ મહિલાઓ, વાંચો કેવીરીતે…

ઈંડા ખાઈ લીધા પછી મોટાભાગે તેના છોતરા ફેંકી દઈએ છીએ કેમ કે તેને આપણે નકામા માનીએ છીએ. ત્યાંજ છત્તીસગઢની મહિલાઓ બેકાર સમજીને ફેંકી દેવાયેલા ઇંડાના છોતરાથી દર વર્ષે લાખોની કમાણી કરી રહી છે. જાણીએ કેવી રીતે….

એ વાત જાણીને આપને જરૂર નવાઈ લાગી હશે કે કેવીરીતે આ મહિલાઓ ઇંડાના છોતરાથી પોતાની કમાણી વધારી રહ્યા છે. જણાવી દઈએ કે છત્તીસગઢના સરગુજા જિલ્લાની આ મહિલાઓએ ઇંડાના છોતરાને ખાતરમાં બદલીને વધારે પૈસા કમાઈ રહી છે. આવક માટે તેમણે શોધેલો આ રસ્તો બેમિસાલ છે.
સરગુજા જિલ્લાના કલેકટર રીતુ સેને એ મહિલાઓને જણાવ્યું કે આત્મનિર્ભર બનવું કેટલું જરૂરી છે. તેમણે મહિલાઓને રોજગાર શોધવામાં પણ ખૂબ મદદ કરી. રીતુની મેહનત ફળીભૂત થઈ અને છત્તીસગઢની મહિલાઓએ નક્કી કર્યું કે તેઓ આત્મનિર્ભર બનશે. મહિલાઓએ સ્વયં સહાયતા સમૂહ દ્વારા રોજગારની નવી તકો શોધવાની શરૂવાત કરી. મહિલાઓએ કેન્ટીન પ્રસાશકો, પાર્કિંગ અને અહીંયા સુધી કે તેઓ શહેરમાં પણ ઘન કચરાના રૂપમાં રોજગારની તક શોધી લીધી છે.

આ રીતે કરે છે ઇંડાના છોતરાનો પ્રયોગ.
જ્યારે મહિલાઓએ જોયું કે ઇંડાના છોતરાંને લોકો ફેંકી દે છે તો મહિલાઓએ આને રિસાઈકલ કરવાનો વિચાર કર્યો. આજે એ મહિલાઓ ઇંડાના છોતરાંમાંથી કેલ્શિયમ પાઉડર અને ખાતર બનાવી રહ્યા છે. આની ટ્રેનિંગ તેમને પર્યાવરણ વિદ્વ સી. શ્રીનિવાસન આપી રહ્યા છે. આપને જણાવીએ કે, શ્રીનિવાસન એક એવા પર્યાવરણવિદ્વ છે જે છેલ્લા કેટલાક વર્ષોથી અપશિષ્ટ પદાર્થોને રિસાઈકલ કરીને તેમને ઉપયોગમાં લઈ શકાય તેવું કામ કરી રહ્યા છે.

કેવો હોય છે ઇંડા ના છોતરાથી બનેલો પાઉડર?
જે પાવડર ઇંડાના છોતરામાંથી તૈયાર થાય છે તેને મરઘીના ખોરાકમાં ભેળવી દેવાય છે. જેનાથી તેમના ભોજનમાં કેલ્શિયમનું પ્રમાણ વધી જાય છે સાથે જ મરઘીઓ તંદુરસ્ત રહે છે. તે પોલટ્રી સેન્ટરના મેનેજરનું કહેવું છે કે મહિલાઓના આ કામથી પશુપાલનમાં ઘણી મદદ મળી રહે છે. જ્યાં મહિલાઓ આમ કરીને પૈસા કમાઈ રહી ત્યાં બીજી બાજુ બેકાર પડેલી વસ્તુઓનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે.

ત્યાંજ બીજી બાજુ ઇંડાના છોતરામાંથી ખાતર બનાવાય છે. શ્રીનિવાસને જણાવ્યું કે બેકાર પડેલા શાકભાજી અને લીલા કચરામાંથી ખાતર બનાવવું સહેલું છે, પરંતુ ઇંડાના છોતરાંમાંથી ખાતર બનવામાં થોડો વધારે સમય લાગે છે. ત્યાંજ તેમણે જણાવ્યું કે ઇંડાના છોતરામાંથી ૯૫ ટકા કેલ્શિયમ કાર્બોનેટના બનેલા હોય છે. આનાથી બનેલું ખાતર ઝાડ – છોડ માટે ખૂબ ફાયદાકારક નીવડે છે. જો આ મહિલાઓ ૫૦થી ૬૦ કિલો ઇંડાના છોતરાને રિસાઈકલ કરે છે અને ત્યાંજ મરઘીઓના ભોજનની કિંમત ૫૦૦થી ૬૦૦ રૂપિયા કિલોની આસપાસ થઈ જાય છે તો સ્વંય સહાયતા સમૂહમાં કાર્ય કરી રહેલી મહિલાઓને દર મહિને ૧૫૦૦૦થી ૩૦૦૦૦ રૂપિયા સુધીની કમાણી થઈ જાય છે.