જ્યારે DSP પિતાએ SP દીકરીને ગર્વથી સલામ કરી, પિતા-પુત્રીના પ્રેમ અને સમ્માન દર્શાવતી એક અદભુત ક્ષણ…

કોઈપણ દીકરી માટે તેના પિતા જ પહેલા હીરો હોય છે. તે પોતાની દરેક સમસ્યાના સમાધાન માટે, સમર્થન માટે, પ્રેરણા માટે પોતાના પિતા સામે જોવે છે. અને કોઈપણ પિતા માટે આના વધારે ગર્વની વાત શું હોઈ શકે જ્યારે તેના બાળકો સફળતા મેળવવામાં તેના કરતાં પણ આગળ વધી જાય. કંઈક આવો જ નજારો તેલંગણામાં જોવા મળ્યો, જ્યારે DSP પિતાએ ગર્વથી પોતાની SP દીકરીને સલામ કર્યું અને એ પણ હજારો લોકોની ભીડની સામે. પિતા-પુત્રી વચ્ચે પ્રેમ અને સમ્માન દર્શાવતો એ પળ ખરેખરમાં ખૂબ પ્રેરણાદાયક છે.

આ ઘટના હૈદરાબાદ નજીક કોંગરા કલામાં તેલંગણાની રુલિંગ પાર્ટી TRS ની એક જનસભા થઈ રહીં હતી. ત્યાં વર્દીમાં ઊભેલા એક DSP પિતાએ જ્યારે પોતાની SP દીકરીને સલામ કર્યું ત્યારે ત્યાં ઉપસ્થિત હજારો લોકોના ચેહરા પર મુસ્કાન આવી ગઈ. આ વ્યક્તિ કોઈ બીજું નહીં રાશાકોંડા કમિશનરીના મલકા નગરીના પોલીસ ઉપાયુક્ત ઉમા મહેશ્વર શર્મા હતા. જે આવતા વર્ષે રીટાયર થવાના છે. તેમણે સબ ઇન્સ્પેક્ટરથી નોકરીની શરૂવાત કરી અને ૩૦ વર્ષો સુધી સેવા આપીને પછી DSP સુધીની સફર કરી છે.
તેમની દીકરી સિંધુ શર્મા હાલના સમયમાં તેલંગણાના જગતિયાલ જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમની દીકરીનું ૪ વર્ષ પહેલાં IPS માટે પસંદગી થઈ છે. ૨૦૧૪ની બેચની IPS અધિકારી સિંધુ પોતાના પિતાને પોતાના આદર્શ માને છે અને તેમના જ નકશેકદમ પર ચાલતા તેમણે પોલીસ જોઈન કરવાનું નક્કી કર્યું.

જ્યારે પિતા અને દીકરી તેલંગણાના રાષ્ટ્ર સમિતિના કોંગરાકાલન વિસ્તારમાં સામસામે આવ્યા તો પિતાએ ગર્વ સાથે દીકરીને સલામ કરી. મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે આ પહેલીવાર છે જ્યારે બંને એક પબ્લિક સમારોહમાં બધાની સામે આવ્યા અને તેમને એ જ કર્યં જે હમેશા કરે છે.

હા જોકે આ પહેલી વખત નથી જ્યારે તેમને પોતાની દીકરી સામે આ રીતે હાજર થવાનો મોકો મળ્યો. તેઓ જ્યારે પણ ફરજ દરમિયાન પોતાની દીકરીની સામે આવે છે તો આ રીતે જ સલામ કરે છે અને પોતાની ફરજનું પાલન કરે છે. ત્યાંજ જ્યારે તેઓ ઘરે હોય છે તો તેમનો સંબંધ એક સામાન્ય પિતા – દીકરીવાળો હોય છે.